બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / sculptures of lakshmi and ganesh on diwali 2020

diwali 2020 / દિવાળી પર ભૂલથી પણ લક્ષ્મી-ગણેશની આવી મૂર્તિ ન ખરીદતા, નહીંતર સુખ-સંપત્તિમાં આવશે મોટી અડચણ

Published By: Noor

Last Updated: 04:07 PM, 14 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના તહેવાર પર વિઘ્ન વિનાશક ગણેશજી અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. પૂજા માટે ઘરમાં લક્ષ્મી અને ગણેશજીની નવી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે. જ્યોતિષીઓ કહે છે કે લક્ષ્મી અને ગણેશની મૂર્તિ ખરીદતી વખતે ઘણી બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. ખોટી મૂર્તિ ઘરે લાવવી અશુભ માનવામાં આવે છે.

  • દિવાળી પર લક્ષ્મી-ગણેશની પૂજા કરતા પહેલાં જાણો આટલું
  • આવી મૂર્તિઓ દિવાળી પર ક્યારેય ઘરે લાવવી નહીં

ગણેશજીની મૂર્તિમાં જનેઉ, રંગ, સૂંઢ, વાહન, અસ્ત્ર-શસ્ત્ર, હાથની સંખ્યા અને આકૃતિ જેવી કેટલીક વાતોનું ધ્યાન રાખીને ખરીદવી જોઈએ. બેઠેલા ગણેશજીની પ્રતિમા લેવી શુભ માનવામાં આવે છએ. આવી મૂર્તિની પૂજા કરવાથી ધન લાભ થાય છે અને કાર્યોમાં આવતી અડચણ દૂર થાય છે. 

ગણેશજીને વક્રતુંડ કહે છે. મૂર્તિમાં તેમની સૂંઢ ડાબી બાજુ વળેલી હોવી જોઈએ. આવી મૂર્તિની પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. હાથમાં મોદકવાળી ગણેશની મૂર્તિ સુખ અને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે.

દિવાળી પર ભગવાન ગણેશજીની મૂર્તિની ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખો કે જે મૂર્તિમાં ગણેશજીનું વાહન એટલે કે ઉંદર ન હોય એવી પ્રતિમાની પૂજા કરવા પર દોષ લાગી શકે છે. જેથી સવારીવાળા ગણેશજી ખરીદવા. 

જ્યારે પણ ભગવાન વિષ્ણુ અને ભગવાન ગણેશજીની સાથે લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, ત્યારે ગણેશજી હંમેશા લક્ષ્મીની જમણી તરફ અને ભગવાન વિષ્ણુજી લક્ષ્મીજીની ડાબી તરફ હોવા જોઈએ. યોગ્ય રીતે માતાની પૂજા કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જો તમે એવી કોઈ તસ્વીર કે મૂર્તિની પૂજા કરવાના હોવ તો ખાસ ધ્યાન રાખો. 

પૂજા સ્થાન પર મા લક્ષ્મીની બે મૂર્તિઓ રાખવી નહીં. લક્ષ્મીજીની બે મૂર્તિ આસપાસ રાખવી નહીં. આવું કરવાથી ઘરમાં ઝઘડા થાય છે. આ સિવાય સિંહાસન પર બેઠેલા ગણેશ લક્ષ્મીની વધુ માંગ છે. લક્ષ્મીજીને કમળ પ્રિય છે, તેથી કમળ જેવા સિંહાસનની વિશેષ માંગ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Diwali 2020 lakshmi and ganesh sculptures Diwali 2020

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ