બ્રેકિંગ ન્યુઝ
આ ચાંદીની ખાસ વાત એ છે કે તેમાં વિદ્યુત પ્રવાહ પણ સરળતાથી પસાર થતો રહે છે. અમેરિકાની વરમૉટ યુનિવર્સિટીના પ્રોફેસર ફેમેરિક સૉન્સોઝે કહ્યું કે, અમે નેનૉસ્કેલ પર કામ કરીને એક મિકેનિઝમ શોધી કાઢ્યું છે, જેની મદદથી અમે એવી ધાતુઓ બનાવી શકીએ છીએ, જે અત્યાર સુધીમાં બનાવવામાં આવેલી કોઈપણ ચીજ કરતાં વધુ મજબૂત હોઈ શકે છે.
ADVERTISEMENT
ફેમેરિક સૉન્સોઝે વધુમાં જણાવ્યું કે, દરેક ધાતુમાં કોઈને કોઈ ખામી હોય છે અને ઘણીવાર આ ખામી જ તેના અનિચ્છનીય ગુણધર્મોને પણ દર્શાવે છે. કોઈ પણ સામગ્રી તૈયાર કરવા માટે વૈજ્ઞાનિકો વિવિધ પ્રકારની ધાતુઓનું મિશ્રણ કરે છે, જેથી તેની મજબૂતી જાળવી શકાય. પરંતુ આ પ્રક્રિયામાં એક સમસ્યા એ છે કે બનાવવામાં આવેલી સામગ્રી તો મજબૂત બને છે, પરંતુ તેમાં વીજળીનો પ્રવાહ પસાર થતો નથી.
આ સંશોધન માટે વૈજ્ઞાનિકોએ મટિરિયલ એન્જિનિયરિંગના મૂળભૂત સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો, જે પ્રમાણે કોઈ સામગ્રીના ક્રિસ્ટલો (સ્ફટિકો)ને નાના કરીએ ત્યારે તે મજબૂત બને છે. વૈજ્ઞાનિકો આ સંબંધને હૉલ-પેચ કહે છે. છેલ્લાં 70 વર્ષોથી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો આ સિદ્ધાંતના આધારે જ મજબૂત ધાતુઓ અને સિરામિક્સ તૈયાર કરી રહ્યા છે.
ADVERTISEMENT
અમેરિકાના લૉરેન્સ લિવરમોર ખાતેની નેશનલ લેબોરેટરીના મુખ્ય વૈજ્ઞાનિક અને અધ્યયનના સહ-લેખક મૉરિસ વાંગે કહ્યું હતું કે, એવી સામગ્રી બનાવવી ખુબ પડકારજનક કામ હતું, જે મજબૂત અને નરમ હોવાની સાથે સાથે વિદ્યુત ધારાના પ્રવાહને પણ સહન કરી શકે. તેમણે કહ્યું કે, ચાંદીમાં તાંબાને થોડી માત્રામાં ભેળવીને સંશોધકોએ શોધી કાઢ્યું કે તેની અંદર બે પ્રકારની ખામી તેની આંતરિક રચનાને ખુબ જ મજબૂત બનાવે છે. આ કારણે જ તાંબાની અશુદ્ધિઓ તેના ખામીઓ પ્રત્યે સીધી આકર્ષાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, સંશોધનકારોએ ચાંદીની ખામીને દૂર કરવા માટે તાંબાની અશુદ્ધિઓનો ઉપયોગ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.