બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડમાં શોધ્યો “બ્લેક હોલ સ્ટાર”, તેનું વજન સૂર્ય કરતા 1,00,000 ગણું વધુ

સાયન્સ / વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડમાં શોધ્યો “બ્લેક હોલ સ્ટાર”, તેનું વજન સૂર્ય કરતા 1,00,000 ગણું વધુ

Last Updated: 08:46 PM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MITના વૈજ્ઞાનિકોએ JWSTની મદદથી આદિ બ્રહ્માંડમાં “બ્લેક હોલ સ્ટાર” નામની નવી ખગોળીય વસ્તુ શોધી છે, જે બ્લેક હોલ અને તારાનું મિશ્ર રૂપ છે. આ શોધથી બ્રહ્માંડના રહસ્યમય લાલ ડાઘની પહેલી સુલઝાવવામાં મદદ મળી શકે છે.

અમેરિકાના MIT અને બીજી સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ આદિ બ્રહ્માંડમાં એક ચમકદાર લાલ ડાઘ શોધી કાઢ્યો છે. આ શોધે વિશ્વભરના વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વસ્તુનું કદ આપણા સમગ્ર સૌરમંડળ જેટલું છે અને દેખાવમાં તે કોઈ વિશાળ તારા જેવું લાગે છે.

પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તે સામાન્ય તારા કરતાં લગભગ 100 અબજ ગણી વધુ ઊર્જા છોડી રહ્યું છે. આટલી વિપુલ ઊર્જા કોઈ સામાન્ય તારામાંથી નીકળવી અશક્ય છે. સામાન્ય રીતે આટલી ઊર્જા ફક્ત બ્લેક હોલમાંથી જ જોવા મળે છે.આ વિચિત્ર સંયોગને કારણે વૈજ્ઞાનિકો માને છે કે આ એક સંપૂર્ણ નવી પ્રકારની ખગોળીય વસ્તુ છે. તેમને તેને “બ્લેક હોલ સ્ટાર” નામ આપ્યું છે. આ શોધ નાસાની જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ (JWST)ની મદદથી થઈ છે અને તેનું સંશોધન વિજ્ઞાન જર્નલ નેચરમાં પ્રકાશિત થયું છે.

શું છે બ્લેક હોલ સ્ટાર ?

વૈજ્ઞાનિકોના મતે આ નવી વસ્તુ બ્લેક હોલ અને તારાનું મિશ્ર રૂપ છે જે અત્યાર સુધી ક્યારેય જોવા મળ્યું નથી. તેના કેન્દ્રમાં એક ખુબ ઊંડું બ્લેક હોલ છે અને તેની આસપાસ ગેસનું ખૂબ જ ઘન વાદળ વીંટળાયેલું છે. આ ગેસનું વાદળ સામાન્ય તારાની જેમ ન્યુક્લિયર ફ્યુઝનથી ઊર્જા મેળવતું નથી, પરંતુ વચ્ચેના બ્લેક હોલમાંથી ઊર્જા મેળવે છે.

સંશોધનના મુખ્ય લેખક રોહન નાયડુ MITમાં ફેલો તરીકે કામ કરે છે. તેમણે જણાવ્યું કે આ વસ્તુના કેન્દ્રમાં સૂર્ય કરતાં લગભગ એક લાખ ગણું વધુ વજન ધરાવતું બ્લેક હોલ છે. તેની આસપાસ ગેસનું એટલું વિશાળ વર્તુળ છે કે તે સમગ્ર સૌરમંડળ જેટલા મોટા તારા જેવું દેખાય છે.

વૈજ્ઞાનિકો માને છે કે જો આ ખરેખર બ્લેક હોલ સ્ટાર સાબિત થાય તો JWSTની લગભગ દરેક તસવીરમાં દેખાતા રહસ્યમય નાના લાલ ડાઘની પહેલી સુલઝાવવામાં મદદ મળશે. આ નાના લાલ ડાઘ આદિ બ્રહ્માંડમાં દરેક જગ્યાએ દેખાય છે, પરંતુ આજના બ્રહ્માંડમાં અદૃશ્ય થઈ જાય છે. આ જ કારણ લાંબા સમયથી વૈજ્ઞાનિકોને અકળાવી રહ્યું હતું.

  • કેવી રીતે થઈ આ અનોખી વસ્તુની શોધ?

વૈજ્ઞાનિકોની ટીમ આ વસ્તુને શોધવા નીકળી નહોતી. તેઓ ‘મિરાજ ઓર મિરેકલ’ નામના સર્વે અંતર્ગત બ્રહ્માંડની સૌથી જૂની અને સૌથી દૂરની ગેલેક્સીઓની શોધ કરી રહ્યા હતા. ત્યારે JWSTની તસવીરોમાં એક અત્યંત લાલ અને ચમકદાર ડાઘ દેખાયો, જે બાકીના બધાથી અલગ હતો. મોટા ભાગે અંતરિક્ષમાં કોઈ વસ્તુ લાલ દેખાય તો વૈજ્ઞાનિકો માને છે કે તેની આસપાસ ધૂળના પડ છે. પરંતુ આ ડાઘની રોશનીમાં એવા સંકેત મળ્યા જે ધૂળ સાથે મેળ ખાતા નહોતા.

જેમાં સૌથી મહત્વની વાત એ રહી કે એક ખાસ વેવલેન્થની નીચે આ ડાઘનો પ્રકાશ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જતો હતો. વૈજ્ઞાનિકોની ભાષામાં આને ‘બાલ્મર બ્રેક’ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પેટર્ન કેટલાક સો કરોડ વર્ષ જૂના તારામાં જોવા મળે છે, પરંતુ અહીં તે એટલું ઊંડું હતું કે તેને સામાન્ય તારા સાથે જોડવું અશક્ય બની ગયું.

ત્યારબાદ વૈજ્ઞાનિકોએ વિવિધ સિમ્યુલેશન ચલાવીને સમજવાનો પ્રયાસ કર્યો કે માત્ર હાઈડ્રોજન ગેસ ધૂળ વગર આટલો લાલ કેવી રીતે બની શકે. જ્યારે તેમને આ હાઈડ્રોજનના ઘન વાદળ વચ્ચે એક સક્રિય બ્લેક હોલ ઉમેરીને પરીક્ષણ કર્યું ત્યારે તેમની ગણતરી અસલી તસવીર સાથે મેળ ખાઈ.

વધુ વાંચો : ગ્રીન કાર્ડમાં ગરબડી, ફેક મેરેજ, અબજોનો ખેલ! અમેરિકામાં આ શું થઇ રહ્યું છે?

વૈજ્ઞાનિકોએ આ વસ્તુનું નામ MoM-BH*-1 રાખ્યું છે. તેમની ટીમને આશા છે કે બ્રહ્માંડમાં દેખાતા બાકીના નાના લાલ ડાઘ પણ આવા જ બ્લેક હોલ સ્ટાર હોઈ શકે છે, જોકે તે એટલા ચમકદાર નથી. આ સંશોધનને MITના ફિઝિક્સ વિભાગ, નાસા અને સ્પેસ ટેલિસ્કોપ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટનો સપોર્ટ મળ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MIT Scientists black hole star
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ