બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / VIDEO : ઓફિસમાં કમર સુધીના પાણી, શહેરો બન્યાં દરિયા, આ ઠેકાણે આવ્યું મહાપૂર, જુઓ ખૌફનાક વીડિયો

આફત / VIDEO : ઓફિસમાં કમર સુધીના પાણી, શહેરો બન્યાં દરિયા, આ ઠેકાણે આવ્યું મહાપૂર, જુઓ ખૌફનાક વીડિયો

Published By: Hiralal Parmar

Last Updated: 02:38 PM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ઠેકાણે તો એવું મહાપૂર આવ્યું કે ઓફિસમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા અને શહેરો જાણો દરિયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા.

ચીનના ઉત્તરપશ્ચિમ ગાંસુ પ્રાંતના કેટલાક ભાગોમાં અચાનક પૂર આવતા ઓછામાં ઓછા 17 લોકોનાં મોત થયા છે અને 33 લોકો ગુમ થયા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અધિકારીઓને મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. ગુરુવારથી મુશળધાર વરસાદથી યુઝોંગ કાઉન્ટી ડૂબી ગયું હતું. લાન્ઝોઉ શહેર નજીકના પર્વતીય વિસ્તારોમાં અચાનક આવેલા પૂરના કારણે ભૂસ્ખલન થયું છે.

જિંગલોંગ પર્વતીય ક્ષેત્રમાં મુશળધાર વરસાદ

જિંગલોંગ પર્વતીય ક્ષેત્રમાં મુશળધાર વરસાદને કારણે વીજળી અને ફોન સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેના કારણે ચાર ગામોના 4,000 થી વધુ રહેવાસીઓનો મુખ્ય શહેરથી સંપર્ક કપાઈ ગયો છે. બચાવ ટીમો અસરગ્રસ્ત ગામો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

વધુ વાંચો : VIDEO : વાવાઝોડામાં ઝાડ ઉખડે એમ બિલ્ડિંગો ઉખડી, જુઓ કોલંબિયાના વિનાશકારી ભૂકંપનો વીડિયો, 111 લોકોના મોત

150 વર્ષ પછી ચીનમાં આટલો વરસાદ પડ્યો

ચીનમાં 150 વર્ષ બાદ ઓગસ્ટમાં આટલો વરસાદ પડ્યો છે. અમુક ઠેકાણે તો ઓફિસમાં કમર સુધીના પાણી ભરાયેલા જોઈ શકાતા હતા. શહેરો પણ જાણે દરિયો બન્યાં હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યાં હતા. મહાપૂરના કેટલાક વીડિયો પણ સામે આવ્યાં જે જોઈને જ ડરી જવાય તેવા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

typhoon cyclone typhoon news China typhoon

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ