બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:07 PM, 13 August 2026
United Nations America: અમેરિકામાં મોટી સંખ્યામાં લોકો કાયમી નિવાસ માટે ગ્રીન કાર્ડ મેળવવા માંગે છે, અને તેઓ આ હાંસલ કરવા માટે ઘણી હદ સુધી જાય છે. હવે એક એવો કેસ પ્રકાશમાં આવ્યો છે જેમાં ગ્રીન કાર્ડને લગતી છેતરપિંડીની યોજનામાં અબજો રૂપિયાનો ગોટાળો કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ આરોપો ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા કાયદેસર અને ગેરકાયદેસર બંને પ્રકારના ઇમિગ્રેશન પરના પ્રતિબંધો વચ્ચે આવ્યા છે, જેનો હેતુ દેશમાં કોણ પ્રવેશી શકે અને યુએસ નાગરિક બની શકે તે મર્યાદિત કરવાનો છે.
અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે ન્યાય વિભાગે લગભગ એક ડઝન લોકો પર કરોડો ડોલરના આ ષડયંત્રમાં સંડોવણીનો આરોપ લગાવ્યો છે જેના દ્વારા સેંકડોની સંખ્યામાં ચીની નાગરિકોને અમેરિકનો સાથે બનાવટી લગ્નો દ્વારા છેતરપિંડીથી ગ્રીન કાર્ડ મેળવવામાં મદદ કરી હતી.
ADVERTISEMENT
કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજો અનુસાર ન્યુ યોર્કથી ચલાવવામાં આવતી આ સાજીસમાં યુએસ નાગરિકોને કાયદેસર કાયમી નિવાસી દરજ્જો મેળવવા માંગતા ઇમિગ્રન્ટ્સ સાથે બનાવટી લગ્ન કરવા માટે 33 હજાર ડોલર સુધી આપવામાં આવતા હતા. અધિકારીઓનું કહેવું છે કે આરોપીઓએ દરેક ગ્રીન કાર્ડ માટે 1 લાખ ડોલર સુધીનો ચાર્જ વસૂલ્યો હતો, જેનાથી લગભગ 10 વર્ષ લાંબા આ કાવતરા દરમિયાન દલાલોને લાખો ડોલર કમાયા હતા.
એક હજારથી વધુ નકલી લગ્નો
ADVERTISEMENT
અધિકારીઓનું માનવું છે કે તેમને શંકા છે કે આ નકલી લગ્ન કરાવતી ટોળકીએ 1,000 થી વધુ નકલી લગ્નો કરાવ્યા છે. આ કૌભાંડને યુએસ ઇતિહાસમાં લગ્ન છેતરપિંડીના સૌથી મોટા કેસોમાંનો એક તરીકે ગણાવવામાં આવી રહ્યું છે.
એટર્ની જનરલ ટોડ બ્લેન્ચે પત્રકારોને જણાવ્યું હતું કે, "આ સાજિસ કેટલાક સમય માટે કે પછી ઉતાવળમાં કરવામાં આવેલી કામગીરી નહોતી. આ ધંધો લાંબા સમય સુધી ચાલ્યો છે. ઘણા વર્ષો સુધી ચાલેલા આ રેકેટેથી કરોડો ડોલરની કમાણી કરાઇ છે. આ ધંધાનો હેતુ એવા લોકોને મદદ કરવાનો હતો જેઓ ઓઇ અન્ય રીતે યુએસ નાગરિક બની શકતા ન હતા અથવા કાયદેસર રીતે નાગરિક બની શકતા ન હતા."
ADVERTISEMENT

આ પણ વાંચોઃ અમેરિકા / ડરપોક નીકળ્યાં ટ્રમ્પ? જાતે કહ્યું-' કેવી રીતે બોઈંગ છોડીને ભાગ્યાં'? જાણો A TO Z માહિતી
ADVERTISEMENT
ચાર્જશીટમાં 11 આરોપીઓના નામ
બ્લેન્ચે નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, "આ કાવતરાઓ માટે દેશને ભારે કિંમત ચૂકવી પડે છે. તેઓ આપણા દેશની યુનાઇટેડ સ્ટેટ્સમાં કોને પ્રવેશ આપવો જોઈએ અને કોને નહીં તે નક્કી કરવાની ક્ષમતાને ખતમ કરે છે."
ADVERTISEMENT
ન્યૂ યોર્કમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં 11 આરોપીઓના નામ છે, જેમાં નકલી લગ્નોનું આયોજન કરનારાઓનો પણ સમાવેશ થાય છે. જો કે એ તરત જ સ્પષ્ટ નથી કે આરોપી પાસે તેના વતી વાત કરવા માટે કોઈ વકીલ છે કે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.