ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / શરીર છોડ્યાં બાદ પોતાના ઘેર આવીને આત્મા સૌથી પહેલા જુએ છે આ ચીજ, હેરાન થઈ જવાશે

મોત પછીની દુનિયા / શરીર છોડ્યાં બાદ પોતાના ઘેર આવીને આત્મા સૌથી પહેલા જુએ છે આ ચીજ, હેરાન થઈ જવાશે

Published By: Hiralal Parmar

Last Updated: 02:01 PM, 10 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોત પછીના જીવનનું વધુ એક રહસ્ય સામે આવ્યું છે જેણે લોકોને હેરાન કરી મૂકયા હતા.

ADVERTISEMENT

મોત પછીના દુનિયાનું વધુ એક રહસ્ય સામે આવ્યું છે. વૈજ્ઞાનિકોએ હવે એવું શોધી કાઢ્યું છે શરીરમાંથી નીકળી ગયા બાદ આત્મા ક્યાં જાય છે અને સૌથી પહેલા શું જુએ છે. ધર્મગ્રંથો અને ગરુડ પુરાણમાં પણ આ વાતનો ઉલ્લેખ મળી રહી છે. શરીર છોડ્યાં બાદ આત્મા ઘેર આવીને જે ચીજ પહેલા જુએ છે તે જાણીને તમે હેરાન થઈ જશો અને વિચારશો કે મર્યા પછી પણ આત્માની તે ચીજ સાથેની માયા છૂટતી નથી.

ઘેર આવીને આત્મા સૌથી પહેલાં શું જુએ છે?

વૈજ્ઞાનિકોએ કહ્યું કે શરીર છોડ્યાં બાદ આત્મા ઘેર પાછી આવે છે સૌથી પહેલા પોતાના બાળકો પર નજર નાખે છે કારણ કે તેને સૌથી વધુ લગાવ તેના સંતાનો સાથે જ રહેતો હોય છે અને તેમાંય જ્યારે મહિલાનો આત્મા આવે ત્યારે તેની પહેલી નજર તેના બાળકો પર પડે છે અને કેટલીક આત્માઓ સંતાનો જોઈને દુખી થાય છે તો કેટલીક સંતાપ કરે છે.

શું મોત પછી ઘેર આવે છે આત્મા

વૈજ્ઞાનિકોએ આ વાતનો પણ જવાબ આપ્યો છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે મોત પછી આત્માનું ઘેર આવવું સાચું છે. શાસ્ત્રો પ્રમાણે પણ મોતના 13 દિવસ બાદ આત્મા ઘરની આસપાસ ચકરાવો લેતી હોય છે.

સૌથી પહેલાં એ જ ચીજ કેમ જુએ છે

વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર, ઘેર આવ્યાં બાદ આત્મા સૌથી પહેલા બાળકો જોવાનું કામ કરે છે તે એટલા માટે કે બાળકો તેને પ્રિય ખૂબ હોય છે અને પોતાના જ હિસ્સો હોય છે.

ગરુડ પુરાણમાં શું કહેવાયું

ગરુડ પુરાણમાં પણ આ વાતનો ઉલ્લેખ મળે છે. તેના જણાવ્યા પ્રમાણે, આત્મા ઘેર આવે છે તે સાચી વાત છે એટલે જો તેની હાજરીનો અહેસાસ થાય કે દેખાય તો ડરવાને બદલે તેનું પ્રેમથી સ્વાગત કરજો, તે તમને નુકશાન કરવા કે ડરાવવા નથી આવી હોતી એટલે પ્રેમથી તેનો સત્કાર કર્યાં બાદ વિદાય કરજો, તેનું રોકાવું અશક્ય છે કારણ કે તેને પણ આગળની યાત્રા કરવાની હોય છે.

'મોત પછી શું થાય છે, મને ખબર છે'-અમેરિકી ડોક્ટર

અમેરિકન ડોક્ટર જેફરી લોંગનો દાવો છે કે મોત બાદ શું થાય તેની તેમને ખબર છે. આ ડોક્ટરે જેમનો મોતનો અનુભવ થયો હતો અથવા તો જેઓ કોમામાં હતા કે જેઓ મોતને માત આપીને ફરીથી જીવિત હતા તેવા 5000 લોકો પર રિસર્ચ કર્યું છે અને તેમના આ અનુભવને આધારે તેમણે મોત પછીનું રહસ્ય ઉકેલ્યું હોવાનો દાવો કર્યો છે. જેફરી લોંગનો દાવો છે કે મૃત્યુ પછી શું થાય છે તે તેમણે શોધી કાઢ્યું છે. તાજેતરના ઈનસાઈડર નામના મેગેઝિનમાં તેમણે એક લેખ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં તેઓ કહે છે કે જે વ્યક્તિ કાં તો કોમામાં હોય અથવા તબીબી રીતે મૃત્યુ પામેલી હોય તેને હૃદયના ધબકારા હોતા નથી, તેનો સ્પષ્ટ અનુભવ હોય છે. તે જોઈ શકે છે, સાંભળી શકે છે, લાગણીઓ અનુભવી શકે છે અને અન્ય જીવો સાથે વાતચીત કરી શકે છે.

વધુ વાંચો : બીજો ધાકડ! કમરામાં યુવતી સાથે સંબંધ બાંધી રહ્યાં હતા ભાજપ નેતા, વાયરલ વીડિયોથી ભૂકંપ, નામ જાણીતું

મોતની 15 મિનિટ પહેલા શું વિચારી રહ્યો હતો શખ્સ

અમેરિકાના કેલિફોર્નિયામાં 87 વર્ષીય વ્યક્તિ એપિલેપ્સીની સારવાર લઈ રહ્યા હતા, જે ઇલેક્ટ્રોએન્સફેલોગ્રામ (EEG) સાથે જોડાયેલું હતું. સારવાર દરમિયાન અચાનક જ દર્દીનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું હતું અને મોતની 15 મિનિટ પહેલાના તેના વિચારો મશીનમાં રેકોર્ડ થઈ ગયા હતા ત્યારે વૈજ્ઞાનિકોને ખબર પડી કે આ વ્યક્તિ પોતાના જીવનની અંતિમ ક્ષણોમાં સારી યાદોને યાદ કરી રહ્યો હતો. દર્દીના મૃત્યુની 30 સેકન્ડ દરમિયાન, તેના અંતિમ હૃદયના ધબકારા ખૂબ જ ઝડપી થઈ ગયા હતા અને ત્યાં એક અનોખી તરંગ નોંધાઈ હતી. આ ઘટના બાદ વૈજ્ઞાનિકો એવા તારણ પર પહોંચ્યાં છે કે મરતા પહેલા માણસને તેના જીવનના શ્રેષ્ઠ પ્રસંગોની યાદ આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

life after death journey after death OMG

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ