બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:20 AM, 12 July 2026
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈને શુક્રવારે સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા છે. પિતાના જનાજા બાદ, તેમના પુત્ર અને ઈરાનના વર્તમાન સુપ્રીમ લીડર અયાતુલ્લા મોઝતબા ખામેનેઈએ વિશ્વ સમક્ષ એક મોટો અને આક્રમક સંદેશ જારી કર્યો છે. મોઝતબા ખામેનેઈએ પોતાના પિતાના મોતનો ગમે તે ભોગે બદલો લેવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના સત્તાવાર ટેલિગ્રામ એકાઉન્ટ પર શેર કરેલા લેખિત સંદેશમાં સ્પષ્ટ કર્યું છે કે પિતાની મોતનો બદલો લેવો એ માત્ર તેમનો વ્યક્તિગત વિષય નથી, પરંતુ હવે આ સમગ્ર ઈરાનની રાષ્ટ્રીય માંગ બની ચૂક્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અગાઉ June માં થયેલા સીઝફાયર (યુદ્ધવિરામ) બાદ મોઝતબાનું વલણ થોડું નરમ પડ્યું હોય તેમ લાગતું હતું. પરંતુ તાજેતરમાં બંને દેશો વચ્ચે ફરીથી જંગ ફાટી નીકળતાં જ મોઝતબાએ આ નવો સંદેશ જારી કરીને અમેરિકાને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. ઈરાનની આક્રમક સૈન્ય પાંખ IRGC (ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) જે શરૂઆતથી જ અમેરિકા વિરુદ્ધ કડક વલણ ધરાવે છે, હવે મોઝતબા પણ તેમના સૂર સાથે સૂર મિલાવતા જોવા મળી રહ્યા છે.

ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ 28 February ના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા (Airstrikes) માં માર્યા ગયા હતા. આ ઘટનાના લાંબા સમય બાદ તેમની અંતિમવિધિ થવી એ દર્શાવે છે કે ઈરાન આ મોટા આઘાત અને નુકસાનમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું હતું, તેમજ આ પ્રક્રિયામાં ઘણી વહીવટી અને રાજદ્વારી ઔપચારિકતાઓ સામેલ હતી.
ADVERTISEMENT
અયાતુલ્લા મોઝતબા ખામેનેઈએ પોતાના સંદેશમાં શહીદ નેતાની મોત માટે જવાબદાર પક્ષો સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાનું અને ન્યાય કરવાનું વચન આપ્યું છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ નિવેદન મિડલ ઈસ્ટના લાંબા સમયથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષને વધુ સંવેદનશીલ અને ખતરનાક તબક્કામાં લઈ જઈ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ દરમિયાન એક નવા ઈઝરાયેલી રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરવાની અથવા તેમને જાનથી મારી નાખવાની યોજના બનાવી રહ્યું છે. આ અહેવાલ સામે આવતા જ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સીધી અને કડક ચેતવણી આપી દીધી છે. ટ્રમ્પે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, "જો તેઓ (ઈરાન) મને મારવાનો પ્રયત્ન પણ કરશે, તો અમારી 1000 મિસાઈલો લોક અને લોડેડ છે, જે તાત્કાલિક ઈરાન પર હુમલો કરીને તેને નકશામાંથી મિટાવી દેશે અને સંપૂર્ણ તબાહ કરી નાખશે.
આ પણ વાંચો- નરભક્ષી બની રહ્યા છે સિંહ, છેલ્લા દોઢ મહિનામાં 6 હુમલા, જાણો ક્યાં-ક્યાં બની ઘટના
હાલમાં બંને દેશો તરફથી ભારે આક્રમક નિવેદનો અને હુમલાઓ ચાલુ છે. બીજી તરફ, મિડલ ઈસ્ટના અન્ય દેશો શાંતિ સમજૂતી અને વાટાઘાટોના વિકલ્પો શોધી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ વિનાશક યુદ્ધ ક્યાં જઈને અટકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.