બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / scientist find exoplanet wolf 1069 b world just like earth

VTV વિજ્ઞાન / વૈજ્ઞાનિકોને મળી પૃથ્વી જેવી ધરતી! 100 નહીં 2000 વર્ષ સુધી જીવી શકાશે, વાતાવરણ પણ જોરદાર

Published By: Malay

Last Updated: 06:18 PM, 7 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈજ્ઞાનિકોએ પૃથ્વી જેવો દેખાતો ગ્રહ શોધી લીધો છે, તેનું નામ Wolf 1069b છે, ત્યાં મનુષ્ય 200 વર્ષ સુધી જીવીત રહી શકે છે. આ ગ્રહ પર 16 દિવસનું એક વર્ષ હોય છે. પૃથ્વી પર મનુષ્યનું સરેરાશ આયુષ્ય 80થી 85 વર્ષ છે અને અહીં 365 દિવસનું વર્ષ હોય છે.

  • જીવનની શોધમાં લાગેલા વૈજ્ઞાનિકોએ હવે મોટી સફળતા મળી
  • આ ગ્રહ પર 16 દિવસનું એક વર્ષ હોય છે
  • ત્યાં મનુષ્યનું સરેરાશ આયુષ્ય 1955 વર્ષ થઈ જશે

21મી સદીમાં વિજ્ઞાને ખૂબ જ પ્રગતિ કરી છે. દરરોજ દુનિયામાં નવી-નવી શોધ થાય છે. પૃથ્વી સિવાય વૈજ્ઞાનિક લાંબા સમયથી અન્ય ગ્રહો પર પણ મનુષ્ય જીવનની તપાસમાં લાગ્યા છે. જીવનની શોધમાં લાગેલા વૈજ્ઞાનિકોએ હવે મોટી સફળતા મળી છે. વૈજ્ઞાનિકોએ એક એવું એક્સોપ્લૈનેટ મળ્યું છે, જ્યાં પૃથ્વીની જેમ જ જીવન જીવવાની સંભાવનાઓ છે.   મોટી વાત એ છે કે તે પૃથ્વીથી બહુ દૂર પણ નથી.

જો કોઈ તમને કહે કે તમે 2000 વર્ષ સુધી જીવી શકશો તો કદાચ તમે વિશ્વાસ નહી કરો, પરંતુ આ સત્ય છે. વૈજ્ઞાનિકોએ પૃથ્વી જેવો દેખાતો ગ્રહ શોધી લીધો છે, તેનું નામ Wolf 1069b છે, ત્યાં મનુષ્ય 2000 વર્ષ સુધી જીવીત રહી શકે છે. આ ગ્રહ પર 16 દિવસનું એક વર્ષ હોય છે. પૃથ્વી પર મનુષ્યનું સરેરાશ આયુષ્ય 80થી 85 વર્ષ છે અને અહીં 365 દિવસનું વર્ષ હોય છે.   જો Wolf 1069b પર આપણે 365 દિવસ પસાર કરવા છે તો આપણે આશરે 23 વર્ષ પસાર કરશું. આ હિસાબે ત્યાં મનુષ્યનું સરેરાશ આયુષ્ય 1955 વર્ષ થઈ જશે. 

પૃથ્વીથી માત્ર 31 પ્રકાશ વર્ષ દૂર  Wolf 1069b
પૃથ્વીથી માત્ર 31 પ્રકાશ વર્ષ દૂર છે. જે એક લાલ તારાની પરિક્રમા છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ ગ્રહ પર ગરમી પણ વધારે નથી. અહીં તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. આ ગ્રહ આપણની આકાશગંગા મિલ્કીના ઉત્તરની તરફ સ્થિત છે. વૈજ્ઞાનિકોએ તેને એક દુર્લભ શોધ બતાવ્યું છે. 

ખગોળશાસ્ત્રીઓએ બ્રહ્માંડમાં 5200થી વધુ એક્સોપ્લૈનેટ્સ શોધી કાઢ્યા છે, પરંતુ તેમાંથી 200થી પણ ઓછામાં પૃથ્વીની જેમ ખડકો અને પહાડ છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ 200 એક્સોપ્લૈનેટ્સમાં  માત્ર એક ડઝન ગ્રહો પર જ પાણી હોવાની શક્યતા છે. દુનિયાભરના 50 ખગોળશાસ્ત્રીઓના એક સમૂહે આ એક્સોપ્લૈનેટના અસ્તિત્વની પુષ્ટિ કરી છે.

5.6 દિવસમાં પૂર્ણ કરે છે એક ચક્કર 
ખગોળશાસ્ત્રી અને પ્રમુખ લેખક ડાયના કોસાકોવ્સ્કીએ કહ્યું કે વુલ્ફ 1069 બી પૃથ્વીના આકારથી લગભગ બે ગણુ છે.  આ પોતાના લાલ તારાના ચક્કર 15.6 દિવસમાં પૂર્ણ કરે છે. જ્યારે ધરતી પર એક ચક્કર 365 દિવસાં લગાવે છે. એક સ્ટડીના મુજબ જો રેડિએશન ધરતી સૂરજથી પ્રાપ્ત કરે છે, આ ગ્રહ તેનું માત્ર 65 ટકા રેડિએશન જ પ્રાપ્ત કરી રહ્યું છે, જેના કારણે તેની સપાટી ઠંડી છે.

સંકળાયેલા મુદ્દાઓ

exoplanet wolf 1069 b scientist scientist find exoplanet wolf 1069b પૃથ્વી જેવી ધરતી scientist find exoplanet

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ