બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / SBI hikes fixed deposit interest rates by up to 20 bps; check latest FD rates

ગુડ ન્યૂઝ / SBI ખાતાધારકોના ખિસ્સા છલકાશે, દિવાળી ગિફ્ટ આપતા બેન્કે FDનું વ્ચાજ વધાર્યું, જાણો વિગતો

Hiralal

Last Updated: 04:14 PM, 15 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈએ તેના ખાતાધારકોને દિવાળી ગિફ્ટ આપતા વ્યાજદરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

  • એસબીઆઈના ખાતાધારકોને હવે મળશે એફડી પર વધારે વ્યાજ
  • બેન્કે વ્યાજ દરમાં કર્યો 20 બેસિસ પોઈન્ટનો વધારો 
  • બેન્કની અલગ અલગ સમયની એફડી પર વધારો 
  • દિવાળીના તહેવારોમાં ખાતાધારકોને બખ્ખાં 

એસબીઆઈએ તેના ખાતાધારકોને દિવાળીની ભેટ આપી છે. બેન્કે અલગ અલગ સમયની એફડી પર વ્યાજદરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો જાહેર કર્યો છે. બેન્કની વેબસાઈટ પર આ માહિતી આપવામાં આવેલી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ પોતાની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરોમાં 20 બેસિસ પોઇન્ટ સુધીનો વધારો કર્યો છે. આ વધારો બેંકના અલગ અલગ સમયગાળાની એફડી પર કરવામાં આવ્યો છે. નવા વ્યાજ દર 2 કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ પર લાગુ થશે. 

15 ઓક્ટોબરથી લાગુ પડશે નવા વ્યાજ દર 
બેંકની વેબસાઇટ અનુસાર, એફડી પર વધેલા વ્યાજ દરો 15 ઓક્ટોબર 2022 થી લાગુ થશે. બેંકે બે મહિનાના ગાળા પછી રિટેલ ટર્મ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. એસબીઆઈની વેબસાઈટ મુજબ એફડી પર વ્યાજ દર 10 બેસિસ પોઈન્ટથી લઈને 20 બેસિસ પોઈન્ટની વચ્ચે વધશે.

એફડી પર નવા વ્યાજ નીચે પ્રમાણે છે 
એસબીઆઈમાં 46  દિવસથી 179 દિવસની વચ્ચે પાકતી એફડી પર હવે 4 ટકા વ્યાજ મળશે. આ પહેલા 3.90 ટકા વ્યાજ મળતું હતું. વ્યાજ દરોમાં ફેરફાર બાદ 180 દિવસથી 210 દિવસ વચ્ચેના સમયગાળાની રિટેલ ટર્મ ડિપોઝિટ પર વ્યાજ દર 4.55 ટકાથી વધારીને 4.65 ટકા કરવામાં આવ્યો છે.બેંકે 211 દિવસની જમા રકમ પર વ્યાજ દર 4.60 ટકાથી વધારીને હવે 4.70 ટકા કરી દીધો છે. એસબીઆઈના રિટેલ ડોમેસ્ટિક ટર્મ ડિપોઝિટ વ્યાજ દર એક વર્ષથી બે વર્ષથી ઓછી મેચ્યોરિટીવાળા ખાતા પર 5.45 ટકાથી વધીને હવે 5.60 ટકા થઈ ગયા છે.આ સિવાય બે વર્ષથી ત્રણ વર્ષના ટૂંકા સમયગાળાની એફડી પર વ્યાજ દર 5.50 ટકાથી વધારીને 5.65 ટકા કરવામાં આવ્યો છે. તે જ સમયે, ત્રણ વર્ષમાં પરિપક્વ થઈને પાંચ વર્ષથી ઓછી રકમની થાપણો પર વ્યાજ દર 5.60 ટકાથી વધીને 5.80 ટકા થઈ ગયો છે. જ્યારે પાંચ વર્ષથી 10 વર્ષમાં પાકતી એફડી પર વ્યાજ દર 5.65 ટકાથી વધારીને 5.85 ટકા કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ