બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જલ્દી કરો, SBIમાં ભરતી પડી છે, જાણો ગુજરાતમાં કેટલી છે હાલ જગ્યા?
Last Updated: 10:18 AM, 17 August 2026
બેંકિંગ ક્ષેત્રમાં સરકારી નોકરી મેળવવાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા Junior Associate (Customer Support & Sales) એટલે કે ક્લાર્કની ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતી હેઠળ કુલ 9,766 જગ્યાઓ ભરવામાં આવશે.
ADVERTISEMENT
SBI Clerk 2026 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 11 ઓગસ્ટ 2026થી શરૂ થઈ છે અને ઉમેદવારો 31 ઓગસ્ટ 2026 સુધી અરજી કરી શકશે. ઉમેદવારોએ અરજી કરતાં પહેલાં સત્તાવાર ભરતી સૂચના, રાજ્યવાર ખાલી જગ્યાઓ અને પાત્રતા શરતો ધ્યાનપૂર્વક તપાસવી જરૂરી છે.

ADVERTISEMENT
9,766 જગ્યાઓનું વિતરણ
SBIની આ ભરતીમાં 7,680 નિયમિત જગ્યાઓ ઉપરાંત 2,086 બેકલોગ જગ્યાઓનો સમાવેશ થાય છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રમાણે જગ્યાઓ અલગ-અલગ છે. ઉમેદવારોને આ ભરતીમાં માત્ર એક State અથવા Union Territory માટે અરજી કરવાની મંજૂરી છે, તેથી અરજી કરતી વખતે પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરવી જોઈએ.
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં નિયમિત કેટેગરી હેઠળ સૌથી વધુ 1,718 જગ્યાઓ છે. ગુજરાતમાં 330 નિયમિત જગ્યાઓ જાહેર કરવામાં આવી છે અને સ્થાનિક ભાષા તરીકે ગુજરાતી નિર્ધારિત છે.

ADVERTISEMENT
SBI Clerk Salary: કેટલો પગાર મળશે?
SBI Junior Associate પદ માટે પ્રારંભિક મૂળ પગાર ₹26,730 પ્રતિ મહિનો છે. મેટ્રો શહેરમાં શરૂઆતના કુલ emoluments આશરે ₹46,000 પ્રતિ મહિનો સુધી હોઈ શકે છે. આ ઉપરાંત નિયમ મુજબ વિવિધ ભથ્થાં અને અન્ય લાભો પણ મળી શકે છે.
ADVERTISEMENT
SBI Clerk 2026 માટે શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે. અંતિમ વર્ષ અથવા અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા ઉમેદવારો માટે પણ નોટિફિકેશનમાં નિર્ધારિત શરતો લાગુ પડે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સરકારી નોકરીનું ફોર્મ ભરતી વખતે આ 7 ભૂલ ના કરો, એક નાની ચૂકથી ગુમાવી બેસશો નોકરીનો મોકો
ઉમેદવારોની ઉંમર સામાન્ય રીતે 20થી 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ, જેમાં ઉંમરની ગણતરી 1 એપ્રિલ 2026ના આધારે કરવામાં આવશે. અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.