બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું ખરેખર મિનિમમ સેલરી 69000 થઇ જશે? સમજો ફિટમેન્ટ ફેક્ટર વિશે

ખાસ કામનું / શું ખરેખર મિનિમમ સેલરી 69000 થઇ જશે? સમજો ફિટમેન્ટ ફેક્ટર વિશે

Published By: Jinal Chauhan

Last Updated: 12:02 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8મા વેતન પંચને લઈને સરકારી કર્મચારીઓમાં મિનિમમ સેલરી વધવાની ચર્ચા તેજ બની છે. 3.83ના ફિટમેન્ટ ફેક્ટરથી મિનિમમ બેઝિક સેલરી ₹69,000 સુધી પહોંચવાની માંગ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા વેતન પંચને લઈને મહત્વની ચર્ચા ચાલી રહી છે. કર્મચારી સંગઠનોએ મિનિમમ બેઝિક સેલરી વધારીને 69,000 રૂપિયા કરવાની માંગ કરી છે. આ સાથે 3.83ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ પણ કરવામાં આવી છે. જો આ માંગ સ્વીકારવામાં આવે તો કર્મચારીઓના મૂળ પગારમાં મોટો વધારો થઈ શકે છે. જોકે હાલ આ માત્ર માંગ છે અને સરકાર તરફથી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

69,000 રૂપિયાની સેલરીનું શું છે ગણિત?

હાલ 7મા વેતન પંચ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મિનિમમ બેઝિક સેલરી 18,000 રૂપિયા છે. આ પગાર 2.57ના ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત છે. હવે કર્મચારી સંગઠનોએ 3.83ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે. જો 18,000 રૂપિયાના હાલના મિનિમમ બેઝિક પગારને 3.83થી ગુણવામાં આવે તો 68,994 રૂપિયા થાય છે. એટલે કે આ રકમ લગભગ 69,000 રૂપિયા થાય છે. આ જ ગણિતના આધારે 69,000 રૂપિયાના મિનિમમ બેઝિક પેની માંગ કરવામાં આવી છે.

શા માટે 3.83 ફિટમેન્ટ ફેક્ટરની માંગ?

કર્મચારી સંગઠનોનું કહેવું છે કે મોંઘવારી અને જીવન જરૂરિયાતોના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને હાલનું 18,000 રૂપિયાનું મિનિમમ બેઝિક પે પૂરતું નથી. તેથી નવા વેતન પંચમાં પગાર વધારવાની જરૂરિયાત છે.સંગઠનોએ પગારની ગણતરીમાં ફેમિલી યુનિટને પણ ધ્યાનમાં લેવાની માંગ કરી છે. તેમના અનુસાર કર્મચારી, જીવનસાથી, બે બાળકો અને માતા-પિતા મળીને 5 સભ્યોના પરિવારને આધાર બનાવવો જોઈએ.

8th-Pay

અગાઉના વેતન પંચમાં કેટલો વધારો થયો?

5મા વેતન પંચમાં મિનિમમ બેઝિક સેલરી 2,550 રૂપિયા હતી અને ફિટમેન્ટ ફેક્ટર 1.74 હતો. 6ઠ્ઠા વેતન પંચમાં મિનિમમ બેઝિક 7,000 રૂપિયા થયું અને ફિટમેન્ટ ફેક્ટર 1.86 રહ્યો. 7મા વેતન પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યો હતો અને મિનિમમ બેઝિક સેલરી વધીને 18,000 રૂપિયા થઈ હતી. હવે 8મા વેતન પંચ માટે 3.83ના ફિટમેન્ટ ફેક્ટર સાથે 69,000 રૂપિયાના મિનિમમ બેઝિક પેની માંગ ચર્ચામાં છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ગુજરાત હાઈકોર્ટમાં મળશે નોકરી? એ પણ ઉચ્ચ પગારધોરણવાળી, આ રીતે કરો અરજી

શું સરકાર 69,000 રૂપિયા મિનિમમ બેઝિક સેલરી કરશે?

અત્યારે 69,000 રૂપિયા મિનિમમ બેઝિક સેલરી થશે તે નક્કી નથી. કર્મચારી સંગઠનોએ આ માંગ કરી છે પરંતુ સરકાર તરફથી તેને મંજૂરી આપવામાં આવી નથી. 8મો વેતન પંચ કર્મચારી સંગઠનોની માંગ અને અન્ય આર્થિક બાબતોનો વિચાર કરીને પોતાની ભલામણો આપશે. ત્યારબાદ સરકાર અને કેબિનેટના નિર્ણય બાદ જ નવી મિનિમમ સેલરી અને ફિટમેન્ટ ફેક્ટર અંગે અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે.

પેન્શનને લઈને પણ મોટી માંગ

કર્મચારી સંગઠનોની સાથે પેન્શનર્સ સંગઠનોએ પણ મિનિમમ પેન્શનમાં વધારો કરવાની માંગ કરી છે. હાલમાં 9,000 રૂપિયાની મિનિમમ માસિક પેન્શનને વધારીને 45,000 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે. જોકે 8મા વેતન પંચમાં અંતે કેટલી સેલરી અને પેન્શન નક્કી થશે તે તેની સત્તાવાર ભલામણો અને સરકારના અંતિમ નિર્ણય બાદ જ ખબર પડશે. તેથી હાલ 69,000 રૂપિયાને માગ તરીકે જોવું જોઈએ. નક્કી થયેલી મિનિમમ સેલરી તરીકે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

69000 Minimum Salary 3.83 Fitment Factor 8th Pay Commission

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ