બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવેથી FASTagના ડેટા પર હશે EDની બાજ નજર, સરકારનો ન્યૂ પ્લાન તૈયાર

તમારા કામનું / હવેથી FASTagના ડેટા પર હશે EDની બાજ નજર, સરકારનો ન્યૂ પ્લાન તૈયાર

Published By: Bijal Vyas

Last Updated: 01:15 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટોલ પ્લાઝા પર ઝડપી વ્યવહારોને શક્ય બનાવવા માટે 'FASTag' હવે ગુનાખોરી અને આતંકવાદી ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે સરકારનું એક શક્તિશાળી સાધન બનવા જઈ રહ્યું છે. ખબર છે કે, ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે તેના ડેટાનો ઉપયોગ કરવાની યોજના છે. અહીં આખો પ્લાન સમજો..

દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર આવેલા ટોલ પ્લાઝા હવે માત્ર ફી વસૂલવાના કેન્દ્રો પૂરતા સીમિત નહીં રહે. વાહનોની ચોરી રોકવા, સંગઠિત ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શંકાસ્પદ વાહનો પર નજર રાખવા માટે FASTags અને 'ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન' (ANPR) કેમેરા દ્વારા મેળવવામાં આવેલા ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે આ અંગે નવી ગાઇડલાઇન બહાર પાડી છે.

આ વ્યવસ્થા હેઠળ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA), પોલીસ અને અન્ય અધિકૃત સુરક્ષા તથા તપાસ એજન્સીઓને જરૂરિયાત મુજબ ટોલ પ્લાઝા પરથી વાહન-સંબંધિત ડેટા મેળવવાની નિયંત્રિત સુવિધા આપવામાં આવશે. જ્યારે પણ કોઈ બ્લેકલિસ્ટ થયેલું અથવા શંકાસ્પદ વાહન ટોલ પ્લાઝા પર પહોંચશે, ત્યારે સંબંધિત એજન્સીઓને રીઅલ-ટાઇમ એલર્ટ મળી જશે.

એલર્ટ મળશે

આતંકવાદી હુમલાઓમાં વિસ્ફોટકોની હેરફેર કરવા માટે અથવા 'વ્હીકલ-બોર્ન ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસીસ' (VBIEDs) તરીકે વાહનોનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. આતંકવાદીઓ કાર, ટ્રક, વાન કે બાઇકને શક્તિશાળી વિસ્ફોટક ડિવાઇસ અથવા બોમ્બમાં ફેરવી નાખે છે. વાહનો લઈ જતા પહેલાં ચોરો ઘણીવાર તેની નંબર પ્લેટ બદલી નાખતા હોય છે. હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા આવી ઘટનાઓને રોકવામાં મદદરૂપ સાબિત થશે.

દરવર્ષે દોઢથી બે લાખ વાહનો થાય છે ચોરી

દેશમાં દર વર્ષે મોટી સંખ્યામાં વાહનોની ચોરી થાય છે અને ચોરાયેલા વાહનોને અન્ય રાજ્યો કે સરહદી વિસ્તારોમાં લઈ જવામાં આવે છે. ગુનેગારો ઘણીવાર નકલી નંબર પ્લેટ અથવા ક્લોન કરેલા FASTagનો ઉપયોગ કરીને પોતાની ઓળખ છુપાવવાનો પ્રયત્ન કરે છે.

ભારતમાં દર વર્ષે અંદાજે 1.5 લાખ થી 2 લાખ વાહનોની ચોરી થાય છે, જેમાં સૌથી વધુ ચોરી દિલ્હી-એનસીઆર વિસ્તારમાં નોંધાય છે. ચોરી થયાના થોડા જ સમયમાં, આ વાહનોને ઘણીવાર અન્ય રાજ્યો અથવા નેપાળની સરહદ તરફ લઈ જવામાં આવે છે. આવી સ્થિતિમાં, ટોલ પ્લાઝા પર લગાવવામાં આવેલા કેમેરા વાહનોની સમયસર ઓળખ કરવામાં અને તેમને અટકાવવામાં મદદરૂપ થશે.

હવે, એએનપીઆર કેમેરા વાહનની નંબર પ્લેટ વાંચવાની સાથે સાથે તેના રંગ, કંપની અને મોડેલ જેવી વિગતોનું પણ મિલાન કરવામાં મદદ કરશે. જો FASTag સાથે જોડાયેલા રેકોર્ડ્સ અને કેમેરા દ્વારા નોંધવામાં આવેલી વાહનની વાસ્તવિક વિગતો વચ્ચે કોઈ વિસંગતતા જોવા મળે, તો તે વાહનને શંકાસ્પદ ગણી શકાય અને તેના પર યોગ્ય કાર્યવાહી કરી શકાય છે.

હિટ એન્ડ રન મામલામાં મળશે મદદ

અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવી સિસ્ટમ 'હિટ-એન્ડ-રન' ઘટનાઓમાં સ્થળ પરથી ભાગી જતાં વાહનોની ત્વરિત ઓળખ શક્ય બનાવશે. અકસ્માત સ્થળની નજીકના ટોલ પ્લાઝા પરથી મળતા સમય-આધારિત ડેટા (ટાઈમ-સ્ટેમ્પ) અને વાહન ટ્રેકિંગ ડેટાનું વિશ્લેષણ કરીને, ગુનામાં સંડોવાયેલા વાહને લીધેલા માર્ગને ટ્રેસ કરી શકાશે. આ ઉપરાંત, ચોરી, હથિયારોની તસ્કરી અને અપહરણ જેવી ઘટનાઓમાં સંડોવાયેલા વાહનોને ટ્રેક કરવાનું પણ સરળ બનશે.

આ પણ વાંચોઃ શું ખરેખર મિનિમમ સેલરી 69000 થઇ જશે? સમજો ફિટમેન્ટ ફેક્ટર વિશે

સરકારે આ સિસ્ટમમાં ડેટાની સુરક્ષા અને પ્રાઇવસીનું પણ ધ્યાન રાખશે. વાહન-સંબંધિત માહિતીની ઍક્સેસ નિર્ધારિત પ્રક્રિયાને અનુસરીને માત્ર અધિકૃત એજન્સીઓને જ આપવામાં આવશે. NIA, પોલીસ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને પરિવહન વિભાગ જેવી એજન્સીઓ જરૂરિયાત મુજબ ડેટાની માંગણી કરી શકશે.આ હેતુ માટે એક પ્રમાણભૂત કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવી છે અને માહિતી માત્ર વરિષ્ઠ અધિકારીઓની વિનંતી પર જ આપવામાં આવશે. આ ડેટા જાહેર કરવામાં આવશે નહીં. આ નવી વ્યવસ્થા હેઠળ, સુરક્ષા અને ગુના નિયંત્રણ માટે દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગોના ટોલ નેટવર્કનો ઉપયોગ વધારાની ડિજિટલ દેખરેખ પદ્ધતિ તરીકે કરી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

alongside toll operations ed to monitor fastag data government new plan

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ