બ્રેકિંગ ન્યુઝ
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ અમૃત કળશ FDમાં રોકાણ માટે સમયમર્યાદા લંબાવી દીધી છે. હવે આ ખાસ FDમાં રિટેલ રોકાણકારો 30 સપ્ટેમ્બર, 2024 સુધી રોકાણ કરી શકે છે. આ બેંકની સૌથી વધુ વ્યાજ આપતી FD છે. જેમાં સામાન્ય રોકાણકારોને 7.10 ટકા અને વરિષ્ઠ રોકાણકારોને 7.60 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
બેંકની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે SBIની 400 દિવસની FD પર 7.1 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જયારે વરિષ્ઠ નાગરિકોને 7.60 ટકા વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે. આ યોજનામાં રોકાણની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
સમય પહેલા ઉપાડ
ADVERTISEMENT
SBIની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે આ FDમાં સમય પહેલા ઉપાડની સુવિધા પણ આપવામાં આવે છે. જો કે, આ માટે 0.5 ટકાથી 1 ટકા સુધીનો દંડ ભરવો પડશે. આ એફડીમાં માસિક, ત્રિમાસિક અને અર્ધવાર્ષિક અને મેચ્યોરિટી પર વ્યાજ ચૂકવવામાં આવે છે.
SBI FD માં વ્યાજ દર
ADVERTISEMENT
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સામાન્ય રોકાણકારોને FD પર 3.5 ટકાથી 7.1 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. જયારે વરિષ્ઠ રોકાણકારોને 4 ટકાથી 7.50 ટકા સુધીનું વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
SBI FD દરો
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.