ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Saw Selectors Getting Tea For Anushka Sharma, Virat Kohli Has Major Impact On Selection, Says Farokh Engineer

નિવેદન / મોટો આરોપ : પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે કહ્યું, ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સ અનુષ્કાને ચાના કપ આપી રહ્યાં હતા

Published By: Juhi

Last Updated: 06:02 PM, 31 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર ફારૂખ એન્જિનિયરે પોતાના બેબાક અંદાજ માટે જાણીતા છે. તે પોતાની વાત હંમેશા સામે આવી છે. મંગળવારે પૂના પહોંચેલા એન્જિનિયરે એક તરફ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત CoA સમિતિ પર નિશાનો સાધ્યો તો બીજી તરફ સિલેક્ટર્સ પર કટાક્ષ કર્યો.

ADVERTISEMENT

  • ફારૂખ એન્જિનિયરે ટીમ ઇન્ડિયાના સિલેક્ટર્સ પર કર્યો કટાક્ષ 
  • ફારૂખ એન્જિનિયરે સિલેક્ટર્સને મિકી માઉસ સિલેક્શન કમિટી જણાવી

82 વર્ષના ફારૂખ એન્જિનિયર હાલની સિલેક્શન કમિટીથી ખુશ નથી. તેમણે કટાક્ષ કરતા કહ્યુ કે, ''અમારી પાસે મિકી માઉસની સિલેક્શન સમિતિ છે.'' તેમણે કહ્યુ કે, ટીમ ''સિલેક્શન કોઇ અઘરું કામ નથી કારણ કે વિરાટ કોહલીનું ઘણુ ચાલે છે.''

તેમણે આગળ કહ્યુ કે, પરંતુ સિલેક્ટર્સની શું ખૂબી છે? બધા સિલેક્ટર્સ મળીને કુલ 10-12 ટેસ્ટ મેચ રમ્યા હશે. મેં તેમાંથી એક સિલેક્ટરને ઓળખ્યો પણ નહોતો. મેં કોઈને પૂછ્યું કે આ કોણ હતો જેણે ભારતનું બ્લેઝર પહેરી રાખ્યુ હતુ. તો તેણે જણાવ્યુ કે, આ એક સિલેક્ટર છે. તેઓ માત્ર અનુષ્કા શર્માને ચાના કપ આપી રહ્યા હતા. એમએસ કે પ્રસાદથી પહેલા સંદીપ પાટિલ, શ્રીકાંત અને દિલીપ વેંગસરકરના વ્યકિતઓ સિલેક્શન કમિટીમાં હતા.

આ સિવાય સૌરભ ગાંગુલીને ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ બનવાથી ફારૂખ એન્જિનિયર ખુશ છે. તેમણે કહ્યુ કે, ''હવે સમય આવી ગયો છે કે એક ક્રિકેટર બોર્ડ ચલાવી રહ્યો છે. કારણ કે CoA મારી દ્રષ્ટિએ સંપૂર્ણ રીતે સમયની બર્બાદી હતી. સૌરવ ગાંગુલી BCCI ના અધ્યક્ષ બનવાથી ક્રિકેટને ફાયદો થશે, તેઓ એક દમદાર ખેલાડી હતા. એક એવા કેપ્ટન તેમણે બોલ્ડ નિર્ણયો લીધા અને મને આશા છે કે, બોર્ડના અધ્યક્ષ તરીકે પણ તેઓ આવુ જ કરશે.''

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

તો બીજી તરફ બોલિવુડની એક્ટ્રેસ અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પત્નીએ પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર અડધો કલાક ( સ્ટોરી લખાય) તે પહેલા એક વાત કહી જેમાં તેણે ખુલાસો કર્યો છે કે, હું વર્લ્ડકપની માત્ર એક જ મેચ જોવા માટે પહોંચી હતી અને ફેમિલી બોક્સમાં બેઠી હતી ન તો સિલેક્ટર્સના બોક્સમાં..અને આ તમામ અફવાહ છે.'' આ સિવાય અનુષ્કાએ કહ્યુ કે,'' જો તમારે સિલેક્ટર્સની વિશે કમેન્ટ કરવી હોય તો તમે કરી શકો છો કારણ કે આ તમારો ઑપિનિયન છે પરંતુ મારું નામ વચ્ચે લાવવાની જરૂર નથી.''

સંકળાયેલા મુદ્દાઓ

Anushka Sharma Cricket Farokh Engineer Virat Kohli sports Statement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ