બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / રાજકોટ / Saurashtra University conducted a survey regarding the upbringing of children

સર્વે / 81 ટકા લોકોએ કહ્યું અમીરોના બાળકોમાં નથી હોતી માનવતા, ઘરડાઘરમાં અમીરોના જ મા-બાપ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વેનું તારણ

Malay

Last Updated: 01:14 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Survey of Saurashtra University: માતા-પિતા દ્વારા થતો અતિશય લાડ પ્રેમ દ્વારા ઉછેર એ ભવિષ્યમાં બાળકને યોગ્ય રીતે વિકસિત થવામાં વિઘ્નરૂપ બને છે તેવું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણે જણાવ્યું છે.

 

  • બાળકોના ઉછેરને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કર્યો સર્વ
  • મનોવિજ્ઞાન ભવનના 360 વાલીઓ પર કરાયો સર્વે 
  • અતિશય લાડને કારણે બાળકો બગડે છેઃ સર્વે
  • બાળકો દરેક જીદ પૂરી કરવી જરૂરી નથીઃ યોગેશ જોગસણ

વ્યક્તિના વર્તનનો વિકાસ બાળપણથી શરૂ થાય છે.  આ તે સમય છે જ્યારે બાળકોમાં મૂલ્યો, યોગ્ય વર્તન અને સંવેદનશીલતાના બીજ રોપાય છે. આજે ઘણા માતા-પિતાને ફરિયાદ છે કે બાળકની સાથે કેમ રહેવું, શું સમજાવવું વગેરે. એ વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ અને ધારા દોશી દ્વારા 360 વાલીઓ પર સર્વે કરાયો અને  ઉછેરશૈલીની બાળકના વ્યક્તિત્વ પર થતી અસર વિશે જણાવવામાં આવ્યું.

સેનેટની ચૂંટણીમાં ભાજપ નેતાના પુત્રના નામની ભલામણને લઈ મામલો ગરમાયો, સૌરાષ્ટ્ર  યુનિવર્સિટી ફરી વિવાદમાં | Saurashtra University embroiled in controversy  over ...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સર્વેના તારણ મુજબ, 81 ટકા વાલીઓનું એવું માનવું છે કે ધનાઢ્ય પરિવારના બાળકોમાં માનવતા હોતી નથી. જ્યારે અતિશય લાડને કારણે બાળકો બગડે છે એવું 63% વાલીઓનું માનવું છે, રૂપિયા રળવાની લાયમાં ઘણા માતા-પિતા સંતાનોનો યોગ્ય ઉછેર કરવામાં નિષ્ફળ જાય છે એવું 88% વાલીઓનું માનવું છે.  તો કોઈ ધનકુબેરના દીકરા કે દીકરીઓ નુકસાન કરે તો તેની ભરપાઈ સરકારે નહીં પણ તેની સંપત્તિમાંથી કરવી જોઈએ એવું 94% લોકોનું માનવું છે, પૂરતી માવજતના અભાવે કિશોરો અને યુવાનો બગડે છે એવું 71% લોકોનું માનવું છે. અમદાવાદ જેવી અન્ય ઘટના ન બને તે માટે માત્ર સરકારે નહીં પરંતુ ઘર, પરિવાર અને કુટુંબે સજાગ થવું જરૂરી એવું 91% લોકોનું માનવું છે. ઘરડા ઘર કે વૃદ્ધાશ્રમમાં અતિ ધનવાન લોકોના માતા-પિતા જ હોય છે એવું 81.90% લોકોએ જણાવ્યું છે. 

બાળપણમાં સુધારી શકાય છે બાળકોની આદતો
માતા-પિતાએ બાળકના ઉછેર માટે કેવી કાળજી રાખવી જોઈએ તે સંદર્ભે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ યોગેશ જોગસણ જણાવતા કહે છે કે, આ તે સમય છે જ્યારે તેમના શારીરિક વિકાસની સાથે માનસિક વિકાસ પણ ઝડપથી થાય છે.  નવી વસ્તુઓનું આકર્ષણ, જિદ્દી હોવું, વડીલોની આજ્ઞાનું પાલન ન કરવું વગેરે આવી ઘણી બાબતો છે, જેની આદતો બાળપણમાં જ સુધારી શકાય છે.  આમાં માતા-પિતાની ભૂમિકા બહુ મોટી છે. તેઓ બાળકને ભવિષ્ય માટે તૈયાર કરે છે. 

હંમેશા બાળકને આધારિત રાખવા જરૂરી નથી
યોગેશ જોગસણનું કહેવું છે કે, બાળકોને દરેક સમયે મદદ કરવી એ પણ તેમને બગાડે છે. બાળકોને હોમવર્કમાં મદદ કરવી, મિત્રો બનાવવામાં મદદ કરવી, કોયડાઓ ઉકેલવામાં મદદ કરવી, રડવાના ડરથી તેમને ગેમ્સમાં જીતાડવા, તેમને નાના ગણીને તેમને ગેમમાં બીજી તક આપવી વગેરે તેમની આદતો બગાડે છે. તેમજ નાની-નાની બાબત માટે તેમની પાસે જવું કે મદદ કરીને તેમની જરૂરિયાત પૂર્ણ કરવી તેમને નિર્ભર બનાવે છે. આને કારણે બાળકને મુશ્કેલ કામને મુલતવી રાખવાની આદત પડી જાય છે, કેમકે તેમને એવું હોય છે કે માતા-પિતા આ કામ ચોક્કસ પૂર્ણ કરી દેશે.

Topic | VTV Gujarati
ફાઈલ ફોટો

વધુ કાળજી ભવિષ્ય માટે બની શકે અવરોધ
માતાપિતા હંમેશા બાળકો પર ધ્યાન આપે છે. તેમને એકલા નથી છોડતા, તેમની સાથે રમત રમે, હંમેશા ખાવા-પીવામાં ધ્યાન રાખે છે. બાળપણમાં પણ આ જરૂરી છે, પરંતુ બાળકોના મોટા થતાની સાથે આ આદતોને પણ બદલવી જરૂરી છે. જો માતા-પિતા હંમેશા બાળકની ચિંતા કરશે, તો તેને આદત પડી જશે. તે માતા-પિતા વિના અસુરક્ષિત અનુભવશે. તેથી વધુ પડતી કાળજી બાળકના ભવિષ્ય માટે પણ અવરોધ બની શકે છે.

બાળકની દરેક ઈચ્છાઓ પૂરી કરવી જરૂરી નથી
મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ યોગેશ જોગસણ જણાવતા કહે છે કે, આ દિવસોમાં માતા-પિતા તેમના બાળકોની જીદને કારણે સૌથી વધુ ચિંતિત છે. પછી તે રમકડું હોય કે બીજું કંઈક.   બાળકો વિચારે છે કે જિદ્દી બનવાથી તેઓ કંઈપણ મેળવી શકે છે. જોકે, આ માટે માતા-પિતા પોતે જ જવાબદાર છે. જો એક વખત બાળકની જીદને સ્વીકારી લેવામાં આવે, તો તેઓ દર વખતે તે કરવાની અપેક્ષા રાખશે. આવી સ્થિતિમાં વડીલોએ મર્યાદા નક્કી કરવી જરૂરી છે. 

study claims that 70 percent mothers use smartphone for parenting tips
ફાઈલ ફોટો

ક્યારેક બાળકનું નિરાશ થવું પણ જરૂરી છે
બાળકો સારી રીતે જાણે છે કે કેવી રીતે પોતાનું કામ કરાવવું.  પરંતુ જો એ રીતે ન કરવામાં આવે તો તેઓ નિરાશ અને દુઃખી થઈ જાય છે. આવી સ્થિતિમાં માતા-પિતા તેમની દરેક વાત સ્વીકારી લે છે, જે ખોટું છે. જ્યારે તેઓ મોટા થાય છે ત્યારે પણ આ આદત રહે છે.

શક્ય સમાધાન
- હરહંમેશ તેમને જીતાડવાની કોશિશ ન કરવી, હાર જોવી પણ જરૂરી છે.   
- જો બાળકોને કોઈ કાર્ય સોંપવામાં આવે છે તો તેમને કહેવું કે તેઓએ તે જાતે કરવાનું રહેશે.   
- મદદ માટે દરેક સમયે ઉપલબ્ધ ન રહેવું.   
- જો બાળક મદદ માટે કહે અને લાગે કે બાળકે કોઈ જ પ્રયત્ન નથી કર્યો તો મદદ કરવી નહીં.
- સીધેસીધું ના કહેવું પણ ક્યારેક અઘરું હોય છે. માટે કોઈ કામનું બહાનું કાઢવું. હા, જો ખરેખર જરૂર હોય તો મદદ કરવી પરંતું સ્પષ્ટ કરવું કે તે કામ તેમણે ભવિષ્યમાં જાતે જ કરવાનું રહેશે.
- બાળકોની સંભાળ રાખવી જરૂરી છે, પરંતુ ઉંમર સાથે તેને થોડી ઓછી કરવી પણ જરૂરી છે, જેથી બાળકોને પોતાની સંભાળ લેવાની આદત પડે.   
- ખોરાક લઈને પાછળ દોડવાને બદલે, તેમને પોતાને ભોજન પીરસવા અને ખાવાનું કહેવું. 
- બાળકોને પૈસાનું મહત્વ સમજાવવું ખૂબ જ જરૂરી છે.  તેમને ખબર હોવી જોઈએ કે શું જરૂરી છે અને શું નથી.  
- સમયાંતરે માતા-પિતા બાળકને જરૂરી વસ્તુ ખરીદી આપે તે યોગ્ય છે પણ નકામી વસ્તુઓ માટે સ્પષ્ટપણે ના પાડી દેવી અને 'ના' પર વળગી રહેવું જરૂરી છે.
- જો બાળક નિરાશ થઈને બેઠું હોય, તે પણ માત્ર એટલા માટે કે માતા પિતાએ તેના મનનું કામ ન કર્યું, તો તેમાં કોઈ વાંધો નથી. તેમને પ્રેમથી સમજાવો અને પરિસ્થિતિથી વાકેફ કરવા.
- બાળકને મોબાઈલની ટેવ ન પાડો.
- તેમના મિત્રો કોણ છે તે ચકાસતા રહો

ઉછેર મા કરે એ જરૂરી નહિ કે આયા
ઘણીવાર એવું જોવા મળે છે કે શ્રીમંત પરિવારના બાળકોનો ઉછેર આયા દ્વારા કરવામાં આવે છે અને તેમાંથી બાળકો મોટા થાય ત્યારે અમુક બાળકોને હોસ્ટેલમાં છોડી દેવામાં આવે છે, હોસ્ટેલમાં પૈસા આપવામાં આવે છે, જે બાળક ક્યાં ઉડાડે તેની નોંધ પણ નથી લેવાતી. હવે જ્યારે તે બાળકો મોટા થાય છે ત્યારે તેમને તેમનું બાળપણ યાદ આવે છે, જ્યારે તેમના માતા-પિતા પાસે તેમની સાથે વાત કરવાનો, તેમની સાથે રમવાનો સમય ન હતો. જેનો બદલો તેઓ પછી વાળે છે.

બાળકોનો ઉછેર સરળ નથી
દરેક મા-બાપ ઈચ્છે છે કે તેમનું બાળક સંસ્કારી બને અને સારું વર્તન કરે, પરંતુ જ્યારે બાળક ખરાબ વર્તન કરવા લાગે છે, અવળે રસ્તે ચાલવા લાગે તો તેને સંભાળવું સહેલું નથી.  આવી સ્થિતિમાં માતાની જવાબદારી ખાસ કરીને તેના બગડતા બાળકને સાચા માર્ગ પર લાવવાની વધી જાય છે, કારણ કે માતા ભાવનાત્મક રીતે પુત્રની નજીક હોય છે. બગડેલા યુવાનને સંભાળવા એ પણ એક કળા છે. પુત્ર-પુત્રી સાથે માતાનો વ્યવહાર મૈત્રીપૂર્ણ હોવો જોઈએ. પુત્ર પુત્રીની જે ખોટી આદત તે સુધારવા માંગે છે, તેણે પહેલા તેની સાથે તે વિષય પર વાત કરવી જોઈએ. પછી તેના મનમાં શું છે તે જાણવાનો પ્રયાસ કરવો. બાળકે એ ખોટું વર્તન કેમ અપનાવ્યું? તેને ખરાબ ટેવ કઈ રીતે પડી? જેના કારણે તેણે કોઈ નિષેધક કૃત્ય કર્યું હતું. વાતના મૂળ સુધી પહોંચવું એ માતા માટે જરૂરી છે કારણ કે આ પછી પુત્ર કે પુત્રીને સમજાવવામાં અને સુધારવામાં સરળતા રહેશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ