બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / saturday remedies shani dosh will be removed luck will also support you

આસ્થા / શનિવારના દિવસે કરો આ 5 ઉપાય, કુંડળીમાં રહેલા શનિદોષ થશે દૂર, ભાગ્યનો પણ મળશે સાથ

Arohi

Last Updated: 07:40 AM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saturday Remedies: સારા ખરાબ કર્મોના ફળ શનિદેવ જ આપે છે. જે લોકો ખરાબ કર્મ કરે છે તેમને શનિદેવ દંડ આપે છે. શનિદેવની પૂજા કરવાથી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.

  • શનિવારે કરો આ 5 ઉપાય 
  • કુંડળીમાં રહેલો શનિદોષ થશે દૂર 
  • ભાગ્યના દરવાજા પણ ખુલી જશે 

હિંદૂ ધર્મમાં દરરોજ કોઈને કોઈ ભગવાનની પૂજા કરવામાં આવે છે. શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. આ દિવસે શનિ દેવની પૂજા કરવામાં આવે છે. જેમની કુંડળીમાં શનિદોષ હોય છે તેમને શનિના ઉપાય જરૂર કરવા જોઈએ. માન્યતા છે કે શનિદેવ ન્યાયના દેવતા છે અને તે લોકોને સારા અને ખરાબ કર્મોના ફળ આપે છે.

જે લોકો ખરાબ કર્મ કરે છે તેમને શનિદેવ દંડ આપે છે. જો તમને લાગે છે કે તમે પોતાના જીવનમાં જાણે અજાણ્યે કોઈ ભૂલ કરી છે કોઈ ખરાબ કર્મ કર્યા છે તો શનિના પ્રકોપથી બચવા માટે તમે શનિવારના દિવસે અમુક ઉપાય કરી શકો છો. આ ઉપાયોને અજમાવવાથી શનિદેવની કૃપા દષ્ટિ તમરા પર બની રહેશે અને તે પોતાનો આશીર્વાદ પણ તમારા પર સદા બનાવી રાખશે. 

શનિવારે કરો આ 5 ઉપાય 

  1. જો તમે શનિવારના દિવસે શમીના છોડ પર જળ ચડાવો અને સાંજના સમયે સરસવના તેલનો દિવો કરો તો શનિદેવ પ્રસન્ન થઈ શકે છે. એવું કહેવામાં આવે છે કે આ શમીનો છોડ શનિદેવનો પ્રિય હોય છે. તેનાથી ઘરમાં ખુશીઓ અને ધન-ધાન્યનું આગમન થાય છે. 
  2. એવી પણ માન્યતા છે કે તમે પીપળાના ઝાડ પર જળ ચડાવો અને કાચો દોરો બાંધીને સાત વખત ઝાડના ચક્કર લગાવો અને પછી આ છોડને ઝાડથી બાંધી દો. આમ કર્યા બાદ મનમાં શનિદેવને યાદ કરો. તેનાથી તમારા ઘરમાં ખુશીઓ બની રહેશે અને સુખ-સમૃદ્ધિ આવશે. 
  3. કાળા રંગના કૂતરાને શનિ દેવનું વાહન માનવામાં આવે છે. જો તમે શનિવારના દિવસે કાળા કૂતરાને જુઓ છો તો આ તમારા માટે શુભ સંકેત છે. ક્યારેય પણ તમને કોઈ કાળો કૂતરો દેખાય તો તેને રોટલી, બિસ્કિટ જરૂર ખવડાવો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થઈને તમને આશીર્વાદ આપશે અને કૃપા દ્રષ્ટિ સદા તમારા પર રાખશે. કોઈની કુંડળીમાં શનિદોષ છે તો તે લોકો આ ઉપાયને જરૂર કરે. 
  4. તમારી કુંડળીમાં શનિદોષ છે તો તને આ દોષથી મુક્તિ મેળવવા માટે આજે એટલે કે શનિવારના દિવસે કાળા રંગની આખી અડદ લો. તેને પોતાના માથા પરથી ઉંધી ફેરવીને કાગડાને ખવડાવી દો. જો તમે આ ઉપાયને સાત શનિવાર સુધી સતત કરશો તો ખાસ લાભ પ્રાપ્ત થશે. આજે તમે કાળી અડદની દાળનું દાન કરો. તેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ, શાંતિ આવે છે. 
  5. અમુક લોકોની કુંડળીમાં સાડેસાતી અને શનિદોષ પણ કાળ બનીને આવે છે. આ દોષોથી મુક્તિ મેળવવા માટે નિયમિત શનિવારે બીજ મંત્ર ऊँ ऐं ह्रीं श्रीं शनैश्चराय नमः નો જાપ કરો. 108 વખત તેનો જાપ જરૂર કરો. ત્યારે લાભ થશે. તમે શનિ મંદિર જઈને પણ શનિદેવની પૂજા અને આ મંત્રનો જાપ કરી શકો છો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ