ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગુજરાત / ભોળાનાથનું એવું મંદિર જ્યાં 7 ધારાઓ શિવલિંગ પર કરે છે અભિષેક, પાણી ક્યાંથી આવે છે તે કોઈને નથી ખબર

ગુજરાત / ભોળાનાથનું એવું મંદિર જ્યાં 7 ધારાઓ શિવલિંગ પર કરે છે અભિષેક, પાણી ક્યાંથી આવે છે તે કોઈને નથી ખબર

Last Updated: 04:46 PM, 18 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ થી ૧૦૦ કિલોમીટર નાં અંતરે આવેલું ઇડર તાલુકાના અરસોડિયા ગામથી એકાદ કિ.મી દૂરઆવેલું સપ્તેશ્વર મહાદેવ મંદિર પોતાની ચમત્કારિક કહાણીઓ અને રોમાંચક વાતોના કારણે અનેક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલું છે.

ADVERTISEMENT

ગુજરાતમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે, જેમનો ઇતિહાસ ઘણોજ રોચક અને રોમાંચક છે. આવું જ એક મંદિર સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે. અમદાવાદ થી ૧૦૦ કિલોમીટર નાં અંતરે આવેલું ઇડર તાલુકાના અરસોડિયા ગામથી એકાદ કિ.મી દૂરઆવેલું સપ્તેશ્વર મહાદેવ મંદિર પોતાની ચમત્કારિક કહાણીઓ અને રોમાંચક વાતોના કારણે અનેક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલું છે. મંદિરની આસપાસ કુદરતી સૌંદર્ય આવેલું છે, જે ત્યાં આવતા શ્રદ્ધાળુંઓ અને પ્રવાસીઓ માટે માણવાલાયક છે. આ મંદિર સાથે જોડાયેલું એક કારણ એ છેકે અહી ભુગર્ભમાંથી નીકળતી સાત ધારાઓ સીધી મહાદેવના શિવલિંગ પર અભિષેક કરે છે,આ પાણી ક્યાથી આવે છે તે આજ દિન સુધી કોઇ નથી જાણી શક્યું. ભક્તો માટે આ એક ચમત્કાર છે જેના કારણે અહી ભક્તો અને પ્રવાસીઓની ભીડ જામતી રહે છે. શ્રદ્ધાળુઓ અહી આવી મંદિરના કુંડમાં સ્નાન કરી મહાદેવની પૂજા અર્ચના કરી ભગવાનનો આશિર્વાદ પ્રાપ્ત કરે છે.

1

આ સ્થળે સાત ઋષઓએ તપ્સ્યા કરી હતી. ધર્મ ગ્રંથો ઉપરથી જાણવા મળેલ છે કે આ સપ્ત ઋષિઓ તે કશ્યપ,વશિષ્ઠ વિશ્વામિત્ર, ભારદ્વાજ, અત્રિ, જમદગ્નિ અને ગૌતમ ઋષિ હતા. આ ઋષિઓ મહાભારત અને પુરાણોની અનેક ઘટનાઓ સાથે સંકળાયેલા છે. સપ્તેશ્વર મહાદેવના મંદિરમાં આ સાતેય શિવલીગો જુદા-જુદા એવી રીતે ગોઠવાયેલા છે. કે જાણે આકાશમાં સપ્તઋષિના તારા જોઇ લો.. અહીંનું પૌરાણિક મહત્વ જાણીને અહી શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. અને પુજા કરી પોતાને ધન્ય માને છે. આ સ્થળનો ઇતિહાસ તેત્રાયુગ સાથે સંકળાયેલો છે.

2

અહીં મંદિરની પાસેથી વહેતી સાબરમતી નદીમાં પણ પ્રવાસીઓ સ્નાન કરતા અને મોજમસ્તી કરતા જોવા મળે છે. અહી આવતા ભક્તો અને મંદિરના ટ્રસ્ટી અનુસાર અહીં મંદિરની અંદર શિવલિંગ પર અભિષેક કરતા પાણીનું રહસ્ય અત્યાર સુધી ખબર નથી પડી. સપ્તેશ્વર મહાદેવનાં શિવલિંગ ઉપર અવિરત જળાભિષેક કુદરતી રીતે થતો રહે છે.. કહેવાય છે કે છપ્પનિયા દુષ્કાળ વખતે પણ અહી ગુપ્ત ગંગામાંથી અવિરત ગંગા વહેતી હતી ... આ સ્થાને સાબરમતી ઈડરિયા ગઢ માંથી વહેતી ડેભોલ નદી અને સપ્તેશ્વર મહાદેવના મદિર માંથી વહેતી ગુપ્ત ગંગાનો સાબરમતી નદી સાથે ત્રિવેણી સંગમ થાય છે ...

3

અહી શ્રધ્ધાળુ ઓ હોમ હવાન અને પૂજા અર્ચન કરવા આવતા હોય છે ...અતિ પૌરાણિક મંદિરનાં દર્શન કરી ભાવિકો પુણ્યનું ભાથું બાંધતા હોય છે .સાત ઋષિઓએ કરેલા જપ તપથી સાત વહેણમાં વહેતી ગુપ્ત ગંગાનું પાણી સામાન્ય પાણી કરતા અલગ છે ...ગુપ્ત ગંગા માંથી વહેતું પાણી જો તમે વર્ષો સુધી સંગ્રહ કરી રાખો છતા પણ બગડતું નથી ....આવી અનેક આસ્થા સપ્તેશ્વર મંદિર સાથે જોડાયેલી છે.

આ પણ વાંચોઃ સૂતેલું શિવલિંગ, છત વિનાનું મંદિર, સૂર્યના કિરણો શિવલિંગનો કરે છે અભિષેક, શ્રાવણમાં કરો દર્શન

અહી શ્રધ્ધાળુ ઓ શ્રાવણ માસ ,અધિક માસ ,તેમજ સોમવાર ,રવિવાર ,પૂનમ, સિતળા સાતમ તેમજ વારે તહેવારે હજારો ની સંખ્યામાં આવી ભગવાન ભોળાનાં ચરણોમાં શીશ નમાવી ધન્ય થતા હોય છે

Parul University

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Natural Shivling Abhishek Saptashwar Mahadev Temple Underground Water Streams
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ