બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / same situation of bjp and shivsena on 50-50 formula like 1999,when gopinath munde braught 50-50 formula for the first time

રાજનીતિ / શું ભાજપ શિવસેના સામે 1999નો બદલો લઈ રહી છે? આ વિવાદમાં કોંગ્રેસ ફાવી જાય તેવી શક્યતા

Published By: Parth

Last Updated: 06:43 PM, 29 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રની સત્તામાં 50-50 ફોર્મ્યુલા 1999માં ગોપીનાથ મુંડે લઈને આવ્યા હતા પરંતુ ત્યારે શિવસેના રાજી નહોતી થઈ. આ વખતે તેવી જ સ્થિતિનું નિર્માણ થયું છે, પરંતુ આ વખતે શિવસેના 50-50 ફોર્મ્યુલા માટે જીદ કરી રહ્યું છે અને ભાજપ તેના માટે સહમત થતું નથી.

  • મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે ઘમાસાણ 
  • શિવસેના-ભાજપ વચ્ચે વિખવાદ વધ્યો 
  • 1999માં સર્જાઈ હતી આ જ સ્થિતિ 

ભાજપ નેતા ગોપીનાથ મુંડે 1999માં લાવ્યા હતા 50-50 ફોર્મ્યુલા 

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે શિવસેના અને ભાજપ વચ્ચે વિખવાદ વધુ વધુને વકરતો જાય છે. શિવસેના ભાજપ પાસે કેબિનેટમાં 50 ટકા હિસ્સો માંગી રહી છે અને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ માંગતા મહારાષ્ટ્રમાં પેંચ ફસાઈ ગયો છે. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કહી રહ્યા છે કે આગામી પાંચ વર્ષ સુધી હું જ મુખ્યમંત્રી રહેવાનો છું ત્યારે આ પરિસ્થિતિએ 1999ની યાદ અપાવી દીધી છે. સત્તાની રમત રમતી ભાજપ શિવસેનાનું આ ઝઘડો નવો નથી. સત્તામાં અડધી અડધી હિસ્સેદારીની ફોર્મ્યુલા ભાજપ નેતા ગોપીનાથ મુંડે સૌપ્રથમ વખત લઈને આવ્યા હતા. 1999માં ભાજપે શિવસેનાને સમર્થન આપવા માટે 50-50 ફોર્મ્યુલાની શરત મૂકી હતી અને તે સમયે શિવસેના આ ગઠબંધન કરવા રાજી થયું નહિ અને સરકાર બની શકી નહોતી.

શિવસેના નેતા બાલાસાહેબ ઠાકરે (ડાબે) ગોપીનાથ મુંડે (જમણે) 

ભાજપ શિવસેના પાસે બહુમતના આંકડા 

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા તેમાં કોઈ પણ પક્ષને બહુમત આપ્યું નથી.ભાજપ પાસે 105 બેઠક છે શિવસેનાને 56 બેઠકો મળી છે. જ્યારે બીજી તરફ NCP 54 અને કોંગ્રેસ 44 બેઠકો પર છે તથા 29 અન્ય  ઉમેદવારો પણ જીતીને આવ્યા છે. આમ જોવા જઈએ તો ભાજપ-શિવસેના ગઠબંધન પાસે બહુમતનો આંકડો છે. ભાજપ શિવસેનાના ટેકા વગર સરકાર બનાવી શકે તેમ નથી ત્યારે 50-50 ફોર્મ્યુલા પર મામલો અટકી પડ્યો છે. 

શિવસેનાને અઢી વર્ષ માટે જોઈએ મુખ્યમંત્રીનું પદ 

જે દિવસે ચૂંટણીના પરિણામો આવ્યા એ જ દિવસે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ 50-50 ફોર્મ્યુલાની યાદ અપાવી હતી. શિવસેના પ્રમુખે સાફ શબ્દોમાં કહ્યું હતું કે 'લોકસભા ચૂંટણી વખતે અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ સાથે જે નક્કી થયું હતું તેનાથી ના ઓછું ના વધારે જોઈએ.  નક્કી થયું હતું તેનાથી એક કણ પણ વધારે મને નથી જોઈતું'

પુત્ર આદિત્ય ઠાકરે સાથે શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે 

1999માં શું થયું હતું? 

1999માં મહારાષ્ટ્રમાં આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકોમાંથી કોંગ્રેસને 75,NCPને 58 અને શિવસેના પાસે 69-ભાજપને 56 બેઠકો મળી હતી. તે સમયે 30 અન્ય ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા. એવામાં મહારાષ્ટ્રના ભાજપ નેતા ગોપીનાથ મુંડેએ શિવસેના સામે 50-50 ફોર્મ્યુલા મુક્યો. શિવસેના તેના પર રાજી થઇ નહિ અને કોંગ્રેસે NCP સાથે હાથ મિલાવીને સરકારનું ગઠન કરી નાખ્યું હતું. વિલાસરાવ દેશમુખને તે સમયે રાજગાદી પર બેસાડવામાં આવ્યા હતા. 

કોઈ નમવા તૈયાર નહિ 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ કોઈની સામે નમવા તૈયાર નથી અને વારેઘડીયે પોતે જ મુખ્યમંત્રી બનશે એવા દાવા કરી રહ્યાં છે. ત્યારે મંગળવારે તેમણે કહ્યું અમે શિવસેનાની માંગો પર વિચાર કરી રહ્યા છે. અમારી પાસે કોઈ પ્લાન B કે પ્લાન C નથી પરંતુ એટલું પાક્કું છે કે મુખ્યમંત્રી તો હું જ બનીશ. તેમણે કહ્યું કે  ઘણા અપક્ષ ઉમેદવારોએ અમને સમર્થન આપવાની વાત કરી જેનો આંકડો 15 સુધી જાય તેવી શક્યતા છે.વધુમાં તેમણે કહ્યું કે જો શિવસેનાને કોઈ માંગણી હોય તો તેમણે મારી પાસે આવવું જોઈએ. આમ બેય પક્ષો નમવા તૈયાર નથી. 

30 ઓક્ટોબરે અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે થઇ શકે છે મુલાકાત

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 30 ઓક્ટોબરના રોજ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળે તેવી શક્યતા છે. અમિત શાહ મુંબઇમાં વિધાનસભા પાર્ટીના નેતાના ચૂંટણીને લઇને ભાજપના નવ-નિયુક્ત ધારાસભ્યોની બેઠકમાં ભાગ લેશે. જો અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત થાય છે તો તેના ઘણા રાજકીય સમીકરણ છે.

સંકળાયેલા મુદ્દાઓ

BJP Devendra Fadnavis. Maharashtra NCP Shivsena Uddhav Thackeray assembly election congress gopinath munde politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ