ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Politics / Sadhu's ultimatum to Maharashtra government, start this or we will break the lock

ચેતવણી / મહારાષ્ટ્ર સરકારને સાધુઓનું અલ્ટીમેટમ, આ શરૂ કરો નહીંતર તાળા તોડી કાઢીશું

Published By: Nirav

Last Updated: 06:53 PM, 28 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો ખોલવા માંગતા સાધુઓએ રાજ્ય સરકારને 1 નવેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે.  તેમણે કહ્યું છે કે 1 નવેમ્બર સુધી ધાર્મિક સ્થળો અથવા મંદિરોને ખોલી નાખો, અને જો નહીં ખોલો તો સાધુઓ મંદિરમાં પ્રવેશ તાળાંઓ તોડી નાંખશે.

ADVERTISEMENT

  • મહારાષ્ટ્ર સરકારને અલ્ટિમેટમ 
  • સાધુ પૂજારીઓએ આપ્યું અલ્ટિમેટમ 
  • ધાર્મિક સ્થળો ખોલવા કરી માંગણી 

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઇન પ્રમાણે અનલોકના વિવિધ તબક્કાઓ લાગૂ કરવામાં આવ્યા છે, જેના અંતર્ગત ઘણા ક્ષેત્રની છૂટછાટ આપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા આપવામાં આવી નથી. 

રાજ્યપાલ અને CM ઉદ્ધવ ઠાકરે વચ્ચે થયો હતો વિવાદ 

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ની વચ્ચે આ વાતને લઈને વિવાદ પણ થયો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલે CM ઉદ્ધવ ઠાકરે ને પત્ર લખીને મંદિરો ખોલવાનું કહ્યું હતું અને કહ્યું હતું કે તમારું હિંદુત્વ ભૂલી ગયા? આ પત્રને લઈને ઘણો વિવાદ થયો હતો, શિવસેના સુપ્રીમોએ આ પત્રની સામે સામો પત્ર લખીને રાજ્યપાલને જવાબ પણ આપ્યો હતો. 

મહારાષ્ટ્ર સરકારમાં સામેલ NCP ચીફ શરદ પવારે આ અંગે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે રાજ્યપાલના સ્વતંત્ર વિચારો માટે માન છે પરંતુ પત્રની ભાષા યોગ્ય નથી, હું તેને જોઇને સ્તબ્ધ થઈ ગયો હતો. 

"..નહિ તો તાળા તોડી નાંખીશું" : સાધુઓ 

મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો ખોલવા માંગતા સાધુઓએ રાજ્ય સરકારને 1 નવેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. સાધુઓએ કહ્યું છે કે 1 નવેમ્બર સુધી મંદિરો ખોલવા દેવા જોઈએ, અન્યથા સંતો તાળાઓ તોડી મંદિરમાં પ્રવેશ કરશે. આજે સાધુઓના પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળ્યા અને કહ્યું કે છેલ્લા સાત મહિનાથી મંદિરો બંધ છે પરંતુ કોઈ અમારી વાત સાંભળવાનું નથી. સાધુઓએ રાજ્ય સરકારને 1 નવેમ્બરના રોજ મંદિર ખોલવાનો અલ્ટીમેટમ આપ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Government NCP Shivsena Uddhav Thackeray Ultimatum ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્ર Warning

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ