ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / russia suspends s400 missile system deliveries to china

નિર્ણય / ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે રશિયાનો મોટો નિર્ણય, એક ઝાટકે રદ્દ કરી ડ્રેગન સાથેની આ મોટી ડીલ

Published By: Kavan

Last Updated: 03:45 PM, 27 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસને લઇને સમગ્ર દુનિયામાં આલોચનાનો ભોગ બનેલા ચીનને હવે મોટો ઝટકો આપ્યો છે. રશિયાએ ચીનને મળનારી S400 મિસાઇલની ડિલીવરી રદ્દ કરી દીધી છે. જો કે, રસપ્રદ વાત એ છે કે આ ડીલ રદ્દ થવા પર ચીની મીડિયાએ તેને અલગ રીતે રજૂ કરીને રશિયાને મજબૂર ગણાવ્યું હતું.

ADVERTISEMENT

  • કોરોના સંકટ વચ્ચે રશિયાનો મોટો નિર્ણય
  • ચીનને નહીં મોકલે S400 મિસાઇલનો જથ્થો 

ન્યૂઝ એજન્સી ANIના એક રિપોર્ટ પ્રમાણે, રશિયન મીડિયા એજન્સી યુએવાયરે જણાવ્યું હતું કે, રશિયાએ જાહેરાત કરી છે કે, તે  S400 મિસાઇલ સિસ્ટમ ચીનને સોંપવા પર હાલના તબક્કે રોક લગાવી છે. 

ચીની મીડિયાએ ગણાવી મજબૂરી 

રશિયાએ મિસાઇલોની ડિલિવરી રદ્દ કર્યા બાદ, ચાઇનીઝ અખબાર સોહોએ ચીન વતી પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે રશિયાએ મજબૂરીમાં આ પગલું ભરવું પડ્યું, કારણ કે તે ઈચ્છતા નથી કે કોરોના વાયરસ સામે બાથ ભીડી રહેલી ચિની કમ્યુનિસ્ટ પાર્ટીનું ધ્યાન ભટકી શકે.

રશિયાએ કર્યો ખુલાસો 

અખબારમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ પ્રક્રિયા એકદમ જટિલ છે, તેમ જ રશિયાએ તેના તકનીકી કર્મચારીઓની મોટી સંખ્યા બેઇજિંગમાં મોકલવા પડશે અને કોરોના યુગમાં આ ખૂબ મુશ્કેલ કાર્ય છે.

રશિયાનો મોટો નિર્ણય

રશિયાએ આ સોદાને એવા સમયે રદ્દ કરી દીધી છે જ્યારે તાજેતરમાં મોસ્કો તરફથી બેઇજિંગની જાસૂસી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. રશિયન અધિકારીઓએ સેન્ટ પીટર્સબર્ગ આર્ક્ટિક સોશ્યલ સાયન્સ એકેડેમીના અધ્યક્ષ, વેલેરી મિત્કોને, ગુપ્ત સામગ્રી ચીનને સોંપવાના દોષી ગણાવી હતી અને તેની ધરપકડ પણ કરાઈ હતી.

શું છે S400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ

S400 મિસાઇલ સિસ્ટમ, S300નું અપડેટેડ વર્ઝન છે. તે 400 કિલોમીટરના દાયરામાં આવનારા કોઇપણ એરક્રાફ્ટ અથવા હથિયારનો ખાત્મનો બોલાવી શકે છે. ચીને 2014માં તેની ખરીદી અંગે રશિયા અને ચીન વચ્ચે કરાર થયાં હતા.  

ભારત અને ચીન પણ ચાલી રહ્યો છે સીમા વિવાદ 

ઉલ્લેખનીય છે કે, હાલ ભારત અને ચીન વચ્ચે ચાલી રહ્યો છે સીમા વિવાદ. લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયાં હતા. આ ઘટના બાદ ભારતે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લાદ્યો હતો અને આજે ફરીવાર અન્ય 47 એપ્લીકેશન પર પ્રતિબંધ મુક્યો છે.   

સંકળાયેલા મુદ્દાઓ

China Russia s400 missile કોરોના વાયરસ ચીન russia

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ