બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / russia reports cases more contagious covid 19 delta subvariant ay42

ચિંતાજનક / બ્રિટન બાદ આ દેશમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી, જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Dharmishtha

Last Updated: 08:47 AM, 22 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયામાં કોવિડ 19ના ડેલ્ટા વેરિએન્ટના સબવેરિએન્ટ સાથે જોડાયેલા અનેક મામલા સામે આવ્યા છે.

  • ડેલ્ટા વેરિએન્ટના સબવેરિએન્ટ સાથે જોડાયેલા અનેક મામલા
  •  વેરિએન્ટ પહેલાની સરખામણીમાં વધારે સંક્રમક અને ઘાતક સાબિત થઈ શકે 
  •  સબ વેરિએન્ટના મામલા ઈંગ્લેન્ડમાં વધી રહ્યા છે

ડેલ્ટા વેરિએન્ટના સબવેરિએન્ટ સાથે જોડાયેલા અનેક મામલા

રશિયામાં ડેલ્ટા વેરિએન્ટના સબવેરિએન્ટ સાથે જોડાયેલા અનેક મામલા આવ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વેરિએન્ટ પહેલાની સરખામણીમાં વધારે સંક્રમક અને ઘાતક સાબિત થઈ શકે છે. કામિક ખાફિજોફ નામના એક રિસર્ચરે કહ્યું કે  AY.4.2 ના સબ વેરિએન્ટ લગભગ 10 ટકાથી વધારે ઘાતક છે. જેના કારણે રશિયામાં રેકોર્ડ નવા મામલા અને મોત નોંધાયા છે. જો કે તેમણે કહ્યું કે આના ફેલાવાની સ્પીડ હાલ ધીમી છે. તેમણે કહ્યું કે વાયરસના આ વેરિએન્ટની વિરુદ્ધ રસી અસરકારક છે. આ એટલી અલગ નથી જે એન્ટીબોડીની ક્ષમતાને નાટકીય રુપથી ફેરફાર કરે.

સબ વેરિએન્ટના મામલા ઈંગ્લેન્ડમાં વધી રહ્યા છે

AY.4.2 સબ વેરિએન્ટના મામલા ઈંગ્લેન્ડમાં વધી રહ્યા છે. બ્રિટનમાં 27 સપ્ટેમ્બરથી વધતા મામલામાં 6 ટકા આ વેરિએન્ટ સાથે જોડાયેલા મામલા છે. આ ખુલાસો 15 ઓક્ટોબરે જારી યુકે  સ્વાસ્થ્ય એજન્સીના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. બ્રિટનમાં સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે બુધવારે કહ્યું કે એ માનવાનો કોઈ વિકલ્પ નથી કે આ સબવેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટથી વધારે સંકટ સાબિત થઈ શકે છે.

બની રહેશે વાયરસના આવા પ્રકાર

રશિયાના ઈમ્યૂનોલોજિસ્ટ નિકોલે ક્રુશ્કોવે કહ્યું ડેલ્ટા અને તેના સબ વેરિએન્ટ ભવિષ્યમાં અસરકારક બનેલા રહેશે અને બની શકે છે કે આ કેટલાક પ્રકારની વેક્સીનના અનુકુળ થઈ જાય ખાસ કરીને અહીં વૈક્સીનેશનનો દર 50 ટકાથી ઓછો અથવા લગભગ એટલો જ છે. તેમણે કહ્યું કે જો કે લાગતું નથી કે આમાં કંઈક મોટો ફેરફાર થાય કેમ કે કોરોનાની એક સીમા છે અને તેનાથી આવનારા તેજ ઉછાળને પહેલા જ જોઈ શકાયો છે.

 

રશિયામાં અત્યાર સુધી કોરોનાના કુલ 2,26, 353 દર્દીના મોત 

ઉલ્લેખનીય છે કે રશિયામાં અત્યાર સુધી કોરોનાના કુલ 2,26, 353 દર્દીના મોત થયા છે જે અત્યાર સુધીના યુરોપમાં સૌથી વધારે છે. ઉપ પ્રધાનમંત્રી તાત્યાના ગોલિકોવાએ 30 ઓક્ટોબરે શરુ કરી એક અઠવાડિયાના રજા જાહેર કરવાની સલાહ આપી છે કેમ કે 30 ઓક્ટોબર બાદ 7 દિવસમાં 4 દિવસ સરકારી રજા છે. આ પ્રસ્તાવને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મંજૂરી મળવી બાકી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ