બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / russia emergency minister zinichev death while saving life of a person in arctic drills vladimir putin

દુઃખદ / મંત્રી પાણીમાં કૂદ્યા વ્યક્તિનો જીવ બચાવવા, માથુ ટકરાયું પથ્થરથી તો થયું મોત

Published By: Bhushita

Last Updated: 08:27 AM, 9 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાના મંત્રી યેવગેની જીનીચેવનું એક દુર્ઘટનામાં મોત થયું છે. યેવગેની જીનીચેવ ડિફેન્સ સમયે જીવ બચાવવા પાણીમાં પડ્યા અને પથ્થર સાથે માથું અથડાતા મોત થયું.

  • રશિયાના મંત્રી યેવગેની જીનીચેવનું થયું મોત
  • જીવ બચાવવા પાણીમાં કૂદ્યા હતા મંત્રી
  • પથ્થર સાથે માથું અથડાતા મોત થયું

રશિયાના મંત્રી યેવગેની જીનીચેવનું એક દુર્ઘટનામાં મોત થયું છે. યેવગેની જીનીચેવ ડિફેન્સ સમયે જીવ બચાવવા પાણીમાં પડ્યા અને  પથ્થર સાથે માથું અથડાતા મોત થયું. 

એક રિપોર્ટમાં કહેવાયું છે કે કસરતના સમયે આર્કટિકમાં એક વ્યક્તિ મંત્રી યેવગેની જીનીચેવનો ઈન્ટરવ્યૂ લઈ રહ્યો હતો આ સમયે કેમેરામેન પાણીમાં પડ્યો. તેને બચાવવા માટે યેવગેની જીનીચેવ પાણીમાં કૂદ્યા. દુર્ભાગ્યથી બંનેના મોત થયા હતા. 

મળતી માહિતી અનુસાર કેમેરામેન અચાનક ઉંચાઈથી લપસી ગયયો અને બરફના પાણીમાં પડ્યો. આ જોઈને તેને બચાવવા માટે મંત્રી યેવગેની જીનીચેવ પણ તરત છલાંગ લગાવી ચૂક્યા. પણ પાણીમાં પડતા તેમનું માથું પથ્થર સાથે અથડાયું અને તેમનું મોત થયું. રશિયાના મંત્રી જે કેમેરામેનને બચાવવા પાણીમાં કૂદ્યા હતા તેનું પણ આ ઘટનામાં મોત થયું હતું. 

શું કહ્યું રશિયન મીડિયાએ
રશિયન મીડિયાએ કહ્યું કે દુર્ઘટના ઉત્તરી સાઈબેરિયામાં પુટોરાના નેચર રિઝર્વમાં કિતાબો આરોન જલપ્રપાત પર થી હતી જે નોરિલ્સ્કથી 165 કિમી પશ્ચિમમાં છે. કેમેરામેનનું નામ એસેક્ઝેન્ડર મેલનિક હતું અને તે 63 વર્ષના હતા. 

રાષ્ટ્રપતિ પુતિને વ્યક્ત કર્યો શોક
આ ઘટનામાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને દુઃખ વ્યક્ત કર્યું છે. જ્યારે યેવગેની જીનીચેવના મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું છે અને કહ્યું કે અમને અફસોસ છે કે યેવગેની જીનીચેવ પોતાના કર્તવ્યને નિભાવતા શહીદ થયા હતા. કહેવાયું છે કે તેઓ આર્કટિક ક્ષેત્રના નોરિલ્ક્સમાં એક ડ્રિલમાં સામેલ થયા જેમાં સિવિલ અને સેનાના યુનિટ્સ ભાગ લેતા હતા. આ સમયે એક કેમેરામેનનો જીવ બચાવતા તેઓએ પોતાનો જીવ ખોવ્યો. 

સંકળાયેલા મુદ્દાઓ

Death Russia minister zinichev vladimir putin કેમેરામેન પથ્થર પુતિન મોત યેવગેની જીનીચેવ રશિયાના મંત્રી russia emergency minister zinichev death

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ