ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને મંગળવારે જણાવ્યું હતું કે હેલ્થ મિનિસ્ટ્રીએ પોતાના દેશમાં બનેલી કોરોના વાયરસની રસીને આખરે મંજૂરી આપી દીધી છે. પુટિને કહ્યું કે આ રસી (Covid -19 Vaccine) ની રસી પહેલેથી જ તેમની પુત્રીને આપી દેવાઈ છે. જો કે તેમણે સ્પષ્ટતા નથી કરી કે તેમણે પોતે રસી લીધી હતી કે નહીં.
ADVERTISEMENT
અન્ય દેશોએ રસીના એક અબજ ડોઝ માટે ઓર્ડર આપ્યો : રશિયા
જો કે આ વચ્ચે રશિયાએ બીજો સૌથી મોટો દાવો કર્યો છે કે વિશ્વના 20 દેશો દ્વારા આ રસીના 1 અબજ ડોઝ બનાવવાનો ઓર્ડર આપવાનો રસ દાખવ્યો છે. રશિયાના દાવા પ્રમાણે જો વાત કરવામાં આવે તો આ દેશોમાં ભારત સહિત UAE, સાઉદી અરેબિયા, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, બ્રાઝિલ અને મેક્સિકો જેવા દેશોએ રશિયાની રસી મેળવવામાં રસ છે.
ADVERTISEMENT
Russia's sovereign wealth fund RDIF plans to conduct phase-3 clinical trials of Covid-19 vaccine Sputnik V in different countries including India : Statement#RussianVaccine #Sputnik #SputnikUpdates @PMOIndia @narendramodi pic.twitter.com/tEJI8eZLzH
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 11, 2020
ADVERTISEMENT
સૌપ્રથમ પુટિનની દીકરીને અપાઈ રસી
પુટિને કહ્યું, 'મારી પુત્રીએ પણ આ રસી લીધી છે, શરૂઆતમાં તેને હળવો તાવ હતો પરંતુ હવે તે એકદમ ઠીક છે.' તેઓએ કહ્યું કે મારી પુત્રી ઠીક છે અને સ્વસ્થ લાગે છે. તેમણે આ સમગ્ર ટ્રાયલમાં પણ ભાગ લીધો હતો.
ADVERTISEMENT
આ ઘોષણા પછી, રશિયા પહેલો દેશ બન્યો છે જેણે રસી બનાવવાનું કામ પૂર્ણ કરવાનો દાવો કર્યો છે. રશિયાએ યોજના બનાવી છે કે આ રસી પ્રથમ આરોગ્ય કર્મચારીઓને, પછી વૃદ્ધોને આપવામાં આવશે. મોસ્કોએ ઘણા દેશોમાં રસી સપ્લાય કરવાની વાત પણ કરી છે. રશિયા કહે છે કે તે સપ્ટેમ્બર સુધીમાં તેની કોરોના રસીનું મોટા પાયે ઉત્પાદન શરૂ કરી શકે છે.
#Putin says #Russia's first #COVID-19 #vaccine receives approval from health ministry, his daughter was vaccinated#BREAKINGonRT
— RT (@RT_com) August 11, 2020
DETAILS: https://t.co/oMSPxhfEiq pic.twitter.com/G98LvzNJGh
ADVERTISEMENT
ADVERTISEMENT
જો કે નિષ્ણાતોને રસી શોધાયા દાવો હજમ નથી થઈ રહ્યો
ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં રશિયાના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે રસીનું ટ્રાયલ પૂરૂ થઇ ગયું છે અને સપ્ટેમબર મહિનામાં તેનું પ્રોડક્શન શરુ થઇ જશે. પરંતુ હવે અચાનક જ રસી લોન્ચ કરી દેતા શંકા થઇ રહી છે. કારણ કે કોઈ પણ રસી તૈયાર કરવામાં વર્ષો લાગી જાય છે. એવામાં રશિયાએ આટલા ઓછા સમયમાં રસી લોન્ચ કરી દેતા એક્સપર્ટસને આ વાત પેટમાં પચી નથી રહી.
વિશ્વના નિષ્ણાતો માની રહ્યા છે કે રશિયાએ આ રસી ઉતાવળમાં લોન્ચ કરી દીધી છે. અમેરિકાના ડૉ.ફોસીએ તો ત્યાં સુધી કહી દીધું કે હું આશા રાખું છું કે રશિયા અને ચીનના વૈજ્ઞાનિકો રસી લોકોને આપતા પહેલા ખરેખર તેની ટેસ્ટિંગ કરશે.
ટ્રાયલસાઈટ નામની એક વેબસાઈટના અહેવાલ અનુસાર આ રસીમાં ફેઝ વન પૂર્ણ થયાને એક મહિનો પણ નથી થયો. આ હિસાબથી રસી બીજા ફેઝમાં જ છે. એવામાં શક્યતા છે કે રશિયાએ ત્રીજા ફેઝ વગર જ રસી ઉતારી દીધી. બીજી તરફ અન્ય કંપનીઓ દ્વારા ત્રીજા ફેઝમાં ઓછામાં ઓછા 30 હજાર લોકો પર ટ્રાયલ કરી રહી છે. આ ટ્રાયલ પૂરો થવામાં અમુક મહિનાનો સમય તો લાગી જ શકે છે.
શંકા ઊપજાવતા સવાલો પર રશિયાનો જવાબ
નોંધનીય છે કે આ બધા સવાલોના જવાબમાં રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયના મહામારીના વિશેષજ્ઞ નિકોલઈ બિક્રોએ કહ્યું કે રશિયાએ રસી બનાવવાની શરૂઆત એકદમ જીરોથી નથી કરી એટલે અમે આટલા ઓછા સમયમાં કોરોનાની રસી લોન્ચ કરી દેવામાં સક્ષમ છે. ગમાલ્યા રિસર્ચ સેન્ટર આ પ્રકારની રસી બનાવવામાં પ્રખ્યાત છે.
સંકળાયેલા મુદ્દાઓ