બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / Russia came in support of Hindus over insulting Maa Kali

માફી માંગી / ભારતના સમર્થનમાં આવ્યું રશિયા, માં કાલીના અપમાન કરવા બદલ યુક્રેનને લીધું આડેહાથ

Pravin Joshi

Last Updated: 05:26 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેને માફી માગતા કહ્યું કે 'હિંદુ દેવી મા કાલીને ખોટી રીતે બતાવવા બદલ અમે શરમ અનુભવીએ છીએ. યુક્રેન અને યુક્રેનના લોકો ભારતીય સંસ્કૃતિનો આદર કરે છે અને તેમના સમર્થનની પ્રશંસા કરે છે.

  • યુક્રેનના સંરક્ષણ વિભાગે હિન્દુ દેવી મા કાલીની મજાક ઉડાવી
  • મા કાલીના અપમાન પર હિંદુઓના સમર્થનમાં આવ્યું રશિયા
  • રશિયાએ યુક્રેનના આ કૃત્યની નિંદા કરતા નાઝીવાદ સાથે કરી તુલના

યુક્રેનના સંરક્ષણ વિભાગ દ્વારા હિન્દુ દેવી મા કાલીની મજાક ઉડાવવાના મામલે ભારતને રશિયાનું સમર્થન મળ્યું છે. રશિયાએ યુક્રેનના આ કૃત્યની નિંદા કરી છે અને યુક્રેનની તુલના નાઝીવાદ સાથે કરી છે. તમને જણાવી દઈએ કે યુક્રેનના સંરક્ષણ વિભાગે હાલમાં જ એક ટ્વીટ કર્યું હતું, જેમાં વિસ્ફોટ બાદ ઉછળતા ધુમાડાને મા કાલી તરીકે દર્શાવવામાં આવ્યો હતો અને હિંદુ આસ્થાની મજાક ઉડાવવામાં આવી હતી. જો કે વિવાદ વધ્યા બાદ યુક્રેને આ ટ્વિટ ડિલીટ કરી દીધી હતી.

હિન્દુઓની આસ્થા પર પ્રહાર, મા મહાકાળીની અભદ્ર તસવીર: યુક્રેને ઉડાવી મજાક,  બાદમાં કર્યું ડિલીટ | An attack on the faith of Hindus, an indecent image  of Maa Mahakali

રશિયાએ ભારતને સમર્થન આપ્યું 

સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના પ્રતિનિધિ દિમિત્રી પોલિન્સકીએ કહ્યું કે 'કિવની સરકાર કોઈની પણ આસ્થાની પરવા કરતી નથી પછી તે હિન્દુ હોય, મુસ્લિમ હોય કે ખ્રિસ્તી રૂઢિચુસ્ત હોય. યુક્રેનિયન સૈનિકો કુરાન બાળી રહ્યા છે, મા કાલીનો ઉપહાસ કરી રહ્યા છે અને રૂઢિવાદી ખ્રિસ્તીઓના પવિત્ર સ્થળોનો નાશ કરી રહ્યા છે. તે માત્ર નાઝી વિચારધારામાં માને છે. તે યુક્રેનને બધાથી ઉપર માને છે.

મહાકાળી માતાજીની અભદ્ર તસવીર પોસ્ટ કરવા બદલ યુક્રેને માંગી માફી, કહ્યું અમે  ભારતની સંસ્કૃતિનું સન્માન કરીએ છીએ | Ukraine apologizes for posting  indecent photo ...

યુક્રેને માફી માંગી

યુક્રેનની સરકારે તેના સંરક્ષણ વિભાગના ટ્વિટ માટે માફી પણ માંગી છે. યુક્રેનના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર એમિન જાપ્રોવાએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે 'હિંદુ દેવી મા કાલીને ખોટી રીતે બતાવવા માટે અમે અને અમારું સંરક્ષણ વિભાગ શરમ અનુભવીએ છીએ. યુક્રેન અને યુક્રેનના લોકો ભારતીય સંસ્કૃતિનો આદર કરે છે અને તેમના સમર્થનની પ્રશંસા કરે છે. તે ફોટો દૂર કરવામાં આવ્યો છે અને અમે પરસ્પર સહકાર અને પરસ્પર સન્માન વધારવા માટે સમર્પિત છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ