બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / russia big attack on ukraine piercing missiles on solviansk city 8 people died

રશિયા-યુક્રેન યુદ્ધ / યુક્રેન પર ફરી મિસાઇલ એટેક: 2 બાળકો સહિત 8ના મોત, 21 ઘાયલ

Malay

Last Updated: 08:29 AM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Russia Ukraine War: રશિયાની મિસાઈલોએ પૂર્વ યુક્રેનના સોલ્વિયાંસ્ક શહેરમાં તબાહી મચાવી દીધી છે. મિસાઇલ હુમલામાં શહેરના રહેણાંક વિસ્તારોમાં 8 લોકોના મૃત્યુ થયા છે.

 

  • યુક્રેન પર રશિયાનો મોટો હુમલો
  • સોલ્વિયાંસ્ક શહેર પર ફેંકી મિસાઈલો
  • 21 લોકો ઈજાગ્રસ્ત અને 8ના મોત

યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયા વધુ ખતરનાક બની રહ્યું છે. રશિયાએ યુક્રેન પર મોટો મિસાઈલ હુમલો કર્યો છે. રશિયાની મિસાઈલોએ પૂર્વ યુક્રેનના સોલ્વિયાંસ્ક શહેરમાં તબાહી મચાવી દીધી છે. મિસાઇલ હુમલામાં 8 લોકોના મોત થયા છે. જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.

7 રશિયન S-300 મિસાઇલોથી હુમલોઃ રિપોર્ટ્સ
મીડિયા રિપોર્ટ્સે ડોનેટ્સ્ક ક્ષેત્રના ગવર્નર પાવ્લો કિરિલેન્કોને ટાંકીને કહ્યું છે કે, 7 રશિયન S-300 મિસાઇલોને બખ્મુત શહેરના પશ્ચિમમાં આવેલા સ્લોવિયાંસ્કમાં ફેંકવામાં આવી હતી. તે યુક્રેની ફ્રન્ટ લાઇન પર યુદ્ધનું સૌથી મોટું સ્થળ હતું. 

21 લોકો ઈજાગ્રસ્ત
ગવર્નર પાવ્લો કિરિલેન્કોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 21 લોકો ઘાયલ થયા છે અને આઠના મોત થયા છે. ટ્વિટર પર યુક્રેનિયન પોલીસના જણાવ્યા અનુસાર, કાટમાળમાંથી બહાર કાઢ્યા બાદ એક યુવકનું એમ્બ્યુલન્સમાં મૃત્યુ થયું હતું. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે એક બિલ પર હસ્તાક્ષર કર્યા પછી આ હુમલો થયો છે, જે સૈન્યમાં નાગરિકોની ભરતી કરવાનું સરળ બનાવશે.

યુદ્ધમાં ઘણા લોકોના ગયા જીવ
24 ફેબ્રુઆરીએ શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં ઘણા લોકોના જીવ ગયા છે અને બંને દેશો વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં સૌથી મોટા સંઘર્ષે લાખો લોકોને વિસ્થાપિત કર્યા છે અને યુક્રેનિયન શહેરો, નગરો અને ગામડાઓને ખંડેર બનાવી દીધા છે. આ સાથે વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ ઘણું નુકસાન થયું છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ