બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Rupala comment on Kshatriya community in powerful campaign proved costly, why is there anger in the society after the apology

મહામંથન / પાવરફૂલ પ્રચારમાં રૂપાલાને ક્ષત્રિય સમાજની ટિપ્પણી ભારે પડી!, માફી બાદ સમાજમાં રોષ કેમ છે ?

Published By: Dinesh Chaudhary

Last Updated: 09:45 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: રૂપાલાએ માફી માગ્યા બાદ પણ સમાજમાં રોષ છે. વિશેષમાં હવે દલિત સમાજમાં પણ માફીના નિવેદન વખતે કહેલી વાતને લઇ રોષ છે

ચૂંટણીની તારીખોના એલાન બાદ પ્રચાર સાથે વાદ-વિવાદના પડઘમ પણ વાગી રહ્યાં છે. ટિકિટને લઇને થયેલા મતભેદની વાત હોય કે સમર્થકોના રોષ અને રાજીપાની બાબત હોય. નેતાઓના નિવેદનથી લઇને જનતાના મનની વાત સોશિયલ મીડિયાથી દરેક વ્યક્તિ સુધી પહોંચી છે. કેટલાક નિવેદનોએ આગ લગાવી દીધી છે. તો કેટલીક પોસ્ટથી લાગેલી આગ બૂઝાઇ પણ છે. 

વિરોધની આગ ક્યાં લાગી ક્યાં બૂઝાઇ?
અત્યારના સૌથી ચર્ચિત મુદ્દાની વાત કરીએ તો પરશોતમ રૂપાલાને ક્ષત્રિય સમાજ વિશેની જૂની ટિપ્પણી પાવરફૂલ પ્રચારના દિવસોમાં ખૂબ ભારે પડી છે. રાજકોટ,કચ્છ,મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠેરઠેર ક્ષત્રિયો નારાજ છે. રૂપાલાએ માફી માગ્યા બાદ પણ સમાજમાં રોષ છે. વિશેષમાં હવે દલિત સમાજમાં પણ માફીના નિવેદન વખતે કહેલી વાતને લઇ રોષ છે. માત્ર રૂપાલા જ નહીં થોડા દિવસો પહેલા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કરેલા વ્યંગબાણો પણ ખૂબ ચર્ચાયા. જેને એ બાણો વાગ્યા એને વળતો જવાબ પણ આપ્યો.

વાંચવા જેવું: છોટાઉદેપુરમાં ભાજપ થશે રિપીટ કે કોંગ્રેસ ગઢ પરત છીનવશે? જ્ઞાતિ સમીકરણે બાજી ફેરવી

સોશિયલ મીડિયામાં વધતો વિવાદ
આ તરફ ભીખાજી ઠાકોરની ડામોર અટકને લઇને થયેલા વિવાદને પણ સોશિયલ મીડિયામાં ખુલ્લો મુકાયો. તો વડોદરામાં રંજનબેનને બદલે હિમાંશુ ભટ્ટને ટિકિટ અપાતા ભાજપના જ કાર્યકરો રોષ ઠાલવવાથી બચી ન શક્યા. કોઇએ વોટ્સએપ પર તો કોઇએ લાઇવ સ્ટ્રીમિંગ વખતે કોમેન્ટ કરી વિવાદની આગમાં આહૂતી આપી. તો, પોરબંદરમાં પણ આયાતી ઉમેદવાર સામે સોશિયલ મીડિયામાં રોષ દેખાયો છે. સવાલ એ છે કે આ અભિવ્યક્તિની આઝાદી આપનારા આ માધ્યમ પર સંયમતા કેટલી જરૂરી છે? વાયરલ થતાં નિવેદન પક્ષ ઉમેદવાર પર કેવી અસર પાડશે? સોશિયલ મીડિયાની સામગ્રીની સત્યતા કેવી રીતે ખબર પડે? 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Election 2024 Lok Sabha Election 2024 Mahamanthan Vtv Exclusive મહામંથન Mahamanthan

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ