બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Rohit just 3 steps away from becoming the best captain in T20, this record of Dhoni is now in danger!

ક્રિકેટ / T20માં સર્વશ્રેષ્ઠ કેપ્ટન બનવાથી રોહિત માત્ર 3 જ ડગલાં દૂર, ધોનીનો આ રેકોર્ડ હવે ખતરામાં!

Megha

Last Updated: 10:18 AM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્મા ઘણા સમયથી ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ટીમ ઈન્ડિયા માટે રમી રહ્યો ન હતો. હવે T20 ટીમમાં તેની વાપસી સાથે ધોનીનો મોટો રેકોર્ડ હવે રોહિત શર્માના નિશાના પર આવી ગયો છે.

  • ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની T20 સીરિઝ ખૂબ જ ખાસ રહેવાની છે.
  • ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ આ સીરિઝ રમશે. 
  • મહેન્દ્ર સિંહ ધોનીનો મોટો રેકોર્ડ હવે રોહિત શર્માના નિશાના પર છે. 

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમવામાં આવનાર T20 સીરિઝ ખૂબ જ ખાસ રહેવાની છે. આ સીરિઝની શરૂઆત 11 જાન્યુઆરીથી થશે અને ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ આ સીરિઝ રમશે. રોહિત ઘણા સમયથી ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ટીમ ઈન્ડિયા માટે રમી રહ્યો ન હતો. હવે T20 ટીમમાં તેની વાપસી સાથે મહેન્દ્ર સિંહ ધોનીનો મોટો રેકોર્ડ હવે રોહિત શર્માના નિશાના પર આવી ગયો છે. 

7 જાન્યુઆરીએ સિલેક્ટર્સે આ 3 મેચની T20 સીરિઝ માટે ટીમની જાહેરાત કરી હતી, જેમાં 14 મહિના બાદ કેપ્ટન રોહિત શર્મા પાર્ટનર વિરાટ કોહલી સાથે આ ફોર્મેટમાં પરત ફર્યો છે. હવે હિટમેન પાસે મહાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડવાની શાનદાર તક છે. વાસ્તવમાં, રોહિત ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન તરીકે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ જીતનાર ખેલાડી બની શકે છે. મહેન્દ્ર સિંહ ધોનીએ 72 T20 ઈન્ટરનેશનલ મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી હતી અને આ દરમિયાન ભારતીય ટીમે કુલ 41 મેચ જીતી છે.

હવે રોહિત સૌથી વધુ T20 મેચ જીતવાના મામલે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડવાની નજીક છે. જો આપણે રોહિત શર્માની વાત કરીએ તો તેની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં કુલ 39 T20 મેચ જીતી છે. આવી સ્થિતિમાં જો ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામેની સીરિઝ 3-0થી જીતે છે તો રોહિત શર્મા મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દેશે.

ભારત માટે સૌથી વધુ T20 જીત
મહેન્દ્ર સિંહ ધોનીએ 72 T2 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે અને તેમાંથી 41 જીત્યા છે. રોહિત શર્માએ 51 T20 ઈન્ટરનેશનલ મેચોમાં કેપ્ટનશિપ કરી છે અને તેમાંથી 39માં ભારતે જીત મેળવી છે. વિરાટ કોહલીના નામે 50 ટી-20માં કેપ્ટન તરીકે 30 મેચ જીતવાનો રેકોર્ડ છે.

વધુ વાંચો: સાઉથ આફ્રિકામાં જીત અપાવી છતાં T20 ટીમમાં ન મળી જગ્યા, અફઘાનિસ્તાન સામેની સીરિઝમાં નહીં રમે આ ભારતીય 5 ખેલાડીઓ

T20માં રોહિતનો રેકોર્ડ પણ મજબૂત છે 
ટીમ ઈન્ડિયાના ખેલાડી તરીકે રોહિત શર્માનો T20 ઈન્ટરનેશનલમાં રેકોર્ડ પણ ઘણો મજબૂત છે. રોહિત શર્મા ટીમ ઈન્ડિયા માટે કુલ 148 T20 મેચોમાં જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે 139.25ની સ્ટ્રાઈક રેટથી 3853 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં રોહિત શર્માએ 4 સદી ફટકારી છે અને 29 અડધી સદી પણ ફટકારી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ