બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / Despite winning in South Africa, did not get a place in the T20 team, these 5 players will not play against Afghanistan

ક્રિકેટ / સાઉથ આફ્રિકામાં જીત અપાવી છતાં T20 ટીમમાં ન મળી જગ્યા, અફઘાનિસ્તાન સામેની સીરિઝમાં નહીં રમે આ ભારતીય 5 ખેલાડીઓ

Megha

Last Updated: 11:49 AM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 સીરઝ રમાશે જેના માટે BCCIએ ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી દીધી છે. સિલેક્ટર્સે આ ટીમમાંથી ઘણા મોટા ખેલાડીઓને બહાર કર્યા છે.

  • ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 સીરઝ રમાશે. 
  • આ માટે BCCIએ ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત પણ કરી દીધી છે.
  • સિલેક્ટર્સે આ ટીમમાંથી ઘણા મોટા ખેલાડીઓને બહાર કર્યા છે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 11 જાન્યુઆરીથી ત્રણ મેચની T20 સીરઝ રમાશે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત પણ કરી દીધી છે. આ સીરિઝમાં રોહિત શર્માને કેપ્ટન્સી મળી છે તો સાથે જ સિલેક્ટર્સે આ ટીમમાંથી ઘણા મોટા ખેલાડીઓને બહાર કર્યા છે. બહાર કરવામાં આવેલ આ ખેલાડીઓમાં એવા પણ બે ખેલાડીઓ છે જેમને કેપટાઉનમાં રમાયેલ ટેસ્ટ મેચમાં ઐતિહાસિક જીત નોંધાવી હતી.

T20 ટીમમાં રોહિત-વિરાટની વાપસી
રોહિત શર્મા અને વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની T20 સીરિઝ માટે 16 સભ્યોની ભારતીય ટીમમાં પરત ફર્યા છે. જણાવી દઈએ કે આ બંને દિગ્ગજ બેટ્સમેન 14 મહિના પછી આ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા જોવા મળશે. બંને બેટ્સમેન નવેમ્બર 2022માં ઇંગ્લેન્ડ સામે ટી20 વર્લ્ડ કપ સેમિફાઇનલનો છેલ્લો ભાગ હતો.

હાલમાં જ ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટ મેચમાં 7 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી હતી. સિરાજે મેચની પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહે બીજી ઇનિંગમાં પણ આ જ કારનામું બતાવ્યું હતું. આ બંનેના કારણે જ ટીમ આ મેચ જીતી શકી હતી. આ બંને બોલરોને અફઘાનિસ્તાન સામેની ટી-20 સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે.

આ સાથે જ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં સદી ફટકારનાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલને પણ આ સીરિઝમાંથી બહાર રાખવામાં આવ્યો છે. તેમની જગ્યાએ જીતેશ શર્મા અને સંજુ સેમસનને વિકેટકીપર બેટ્સમેન તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર પણ આ T20 સિરીઝમાં રમતા જોવા મળશે નહીં. તે સાઉથ આફ્રિકાના પ્રવાસમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. જોકે તે બેટથી કંઈ ખાસ કમાલ બતાવી શક્યો નહોતો.

વધુ વાંચો: રોહિત કે હાર્દિક! T20 વર્લ્ડકપમાં આ ખેલાડી હોવો જોઇએ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન, સૌરવ ગાંગુલીએ જણાવ્યું નામ

ઘાતક ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ અફઘાનિસ્તાન સામેની ટીમમાં જગ્યા મળી નથી. જાડેજાનો સાઉથ આફ્રિકા પ્રવાસની ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યાં તે પીઠની સમસ્યાને કારણે પ્રથમ મેચ રમી શક્યો ન હતો. તે જ સમયે, તે બીજી મેચમાં પ્લેઇંગ-11નો ભાગ હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ