બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Rohit or Hardik! Team India captain Sourav Ganguly named this player who should be in the T20 World Cup

સ્પોર્ટ્સ / રોહિત કે હાર્દિક! T20 વર્લ્ડકપમાં આ ખેલાડી હોવો જોઇએ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન, સૌરવ ગાંગુલીએ જણાવ્યું નામ

Megha

Last Updated: 11:19 AM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોની નજર T20 વર્લ્ડ કપ 2024 પર છે, એવામાં સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે આવનારા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કયા ખેલાડીને બનાવવો જોઈએ.

  • તમામ ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોની નજર T20 વર્લ્ડ કપ 2024 પર છે
  • T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કયા ખેલાડીને બનાવવો જોઈએ?
  • રોહિત શર્માને T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરવી જોઈએ?

ભારતીય ક્રિકેટ ટીમે 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદથી એકપણ ICC ટ્રોફી જીતી નથી. જેના કારણે તમામ ભારતીય ચાહકો અને ખેલાડીઓ ખૂબ જ ચિંતિત છે. હાલમાં જ ટીમ ઈન્ડિયાએ ODI વર્લ્ડ કપ 2023માં ખૂબ જ જોરદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ તેને ત્યાં ટ્રોફી ન મળી.પરંતુ ભારતીય ટીમના પ્રદર્શનથી તમામ ચાહકો ખૂબ જ ખુશ હતા. 

હવે તમામ ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતોની નજર T20 વર્લ્ડ કપ 2024 પર છે. જેને લઈને દરેકે પોતપોતાના અભિપ્રાય આપવાનું શરૂ કરી દીધું છે. એવામાં હાલ ભૂતપૂર્વ ભારતીય ખેલાડી સૌરવ ગાંગુલીએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે અને જણાવ્યું છે કે આવનારા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કયા ખેલાડીને બનાવવો જોઈએ.

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ICC ODI વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું હતું. ભારતે લીગ તબક્કાની તમામ મેચો અને સેમી ફાઈનલ મેચો જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. પરંતુ ત્યાં તેને ઓસ્ટ્રેલિયાના હાથે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ હોવા છતાં, ભારતીય ચાહકો અને ક્રિકેટ પંડિતોનું કહેવું છે કે રોહિત શર્માને ICC T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરવી જોઈએ. આ સંદર્ભમાં હવે સૌરવ ગાંગુલીએ મોટું નિવેદન આપ્યું છે.

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ બાદ હવે તમામની નજર અફઘાનિસ્તાન સામેની ટી-20 સીરિઝ પર છે. સિલેક્ટર્સે અફઘાનિસ્તાન સામેની ટી20 ટીમની જાહેરાત કરી દીધી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમય બાદ T20 ટીમમાં પરત ફર્યા છે. T20 વર્લ્ડ કપ 2024 પહેલા અફઘાનિસ્તાન સામેની સીરિઝ ભારતીય ટીમની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય સીરિઝ છે.  

વધુ વાંચો: આર અશ્વિને ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનની બોલતી બંધ કરી દીધી, ભારતીય ટીમની ક્ષમતા પર ઉઠાવ્યા હતા સવાલ

તેને લઈને ભૂતપૂર્વ ભારતીય ખેલાડી સૌરવ ગાંગુલીએ કહ્યું કે રોહિત શર્માને ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની સોંપવી જોઈએ. “વર્લ્ડ કપ દ્વિપક્ષીય સીરિઝથી અલગ છે કારણ કે દબાણ અલગ છે. ભારતે આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. રોહિત એક લીડર છે અને મને લાગે છે કે તેને T20 વર્લ્ડ કપમાં પણ કેપ્ટન બનવું જોઈએ. સાથે જ વિરાટ કોહલી પણ ટીમમાં હોવો જોઈએ. વિરાટ એક શાનદાર ખેલાડી છે. 14 મહિના પછી પાછા ફરવાથી કંઈ થશે નહીં. ' નોંધનીય છે કે 10 નવેમ્બરે T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ભારતની હાર આ ફોર્મેટમાં આ બંને ખેલાડીઓની છેલ્લી મેચ હતી. હવે વર્લ્ડ કપ પહેલા અફઘાનિસ્તાન સામેની સીરિઝમાં બંને ટી20 ફોર્મેટમાં રમતા જોવા મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ