બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / R Ashwin shut down the former England captain, questioned the ability of the Indian team

સ્પોર્ટ્સ / આર અશ્વિને ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનની બોલતી બંધ કરી દીધી, ભારતીય ટીમની ક્ષમતા પર ઉઠાવ્યા હતા સવાલ

Megha

Last Updated: 08:43 AM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs SA સીરિઝમાં પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ માઈકલ વોને ભારતીય ટીમ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા, જેના પર હવે દિગ્ગજ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનની તીખી પ્રતિક્રિયા સામે આવી છે.

  • માઈકલ વોને હાલમાં જ ભારતીય ટીમ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
  • ટીમ ઈન્ડિયાને સૌથી ઓછી સિદ્ધિ મેળવનારી ટીમોની શ્રેણીમાં મુકી હતી.
  • આ વાત પર હવે રવિચંદ્રન અશ્વિનની તીખી પ્રતિક્રિયા સામે આવી છે.

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન માઈકલ વોને હાલમાં જ ભારતીય ટીમ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. વોને ભારતીય ક્રિકેટ ટીમને વિશ્વની સૌથી ઓછી સિદ્ધિ મેળવનારી ટીમોની શ્રેણીમાં મુકી હતી. તેમનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. હવે આ અંગે ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનની તીખી પ્રતિક્રિયા સામે આવી છે.

અશ્વિને જવાબ આપ્યો કે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનનું નિવેદન સાંભળીને તે હસી પડ્યો હતો. અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું,“હાલમાં અમારી ટીમ વિદેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમોમાંની એક છે. અમે આ સમયગાળા દરમિયાન ઘણા ઉત્તમ પરિણામો આપ્યા છે. વોનના નિવેદન પછી આપણા દેશના ઘણા ક્રિકેટ પંડિતોએ ચર્ચા શરૂ કરી કે શું ભારત એવી ટીમ છે જે અપેક્ષા મુજબનું પ્રદર્શન નથી કરી રહી? સાચું કહું તો, હું આ જોઈને હું હસી પડ્યો હતો.'

અશ્વિને વધુમાં કહ્યું કે,“એ સાચું છે કે અમે કેટલાક સમયથી ICC ટ્રોફી જીતી નથી અને અમે પોતાને આ રમતનું પાવર હાઉસ માનીએ છીએ, પરંતુ તે સિક્કાની એક બાજુ છે. હા, અમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બે ફાઈનલ હારી છે. હું તેને દિલથી સ્વીકારું છું પરંતુ જ્યાં સુધી ટેસ્ટ સીરિઝનો સવાલ છે, ત્યાં હંમેશા પુનરાગમનની શક્યતા રહે છે.'

વાસ્તવમાં, ભારતને સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, વિશ્વભરના ઘણા દિગ્ગજો અને ક્રિકેટ ચાહકોએ ભારતીય ટીમ પર સવાલો ઉઠાવ્યા હતા. આમાંથી એક નામ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોનનું હતું. વોને આ મેચ બાદ ભારતીય ટીમની ખૂબ ટીકા કરી હતી. 

વધુ વાંચો: 14 મહિના બાદ રોહિત-કોહલીની વાપસી, સિરાજ-બૂમરાહને આરામ, અફઘાનિસ્તાન ટી-20 સીરિઝ માટે ટીમ જાહેર

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ માર્ક વોને પૂછ્યું,“શું તમને નથી લાગતું કે ભારતીય ટીમ વિશ્વની સૌથી ઓછી સિદ્ધિ મેળવનારી ટીમોમાંની એક છે? તે તાજેતરના સમયમાં કોઈ મોટી જીત મેળવી શકી નથી, મને લાગે છે કે ભારતીય ટીમ સૌથી ઓછી સિદ્ધિ મેળવનારી ટીમોમાંની એક છે. તેઓ કંઈપણ જીતતા નથી. છેલ્લી વાર ક્યારે તેણે કંઈક મોટું જીત્યું હતું?''

વોને વધુમાં જણાવ્યું હતું કે, "તેમની પાસે જેટલા મોટા ખેલાડીઓ છે, તેમની પાસે જેટલી પ્રતિભા છે, ઘણા કૌશલ્યો છે. આવી સ્થિતિમાં તેણે કંઈક જીતવું જોઈતું હતું. તેણે ઓસ્ટ્રેલિયામાં બે વખત ટેસ્ટ સીરિઝ જીતી છે. આ બહુ સારી વાત છે. પરંતુ આ સિવાય તે તાજેતરના સમયમાં એકપણ વર્લ્ડ કપ જીતી શક્યા નથી. '

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ