બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / સ્પોર્ટસ / Cricket / team india squad for t20i series against afghanistan announced rohit sharma captain virat kohli ind vs afg series team

ક્રિકેટ / 14 મહિના બાદ રોહિત-કોહલીની વાપસી, સિરાજ-બૂમરાહને આરામ, અફઘાનિસ્તાન ટી-20 સીરિઝ માટે ટીમ જાહેર

Hiralal

Last Updated: 07:43 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાન સામેની ટી-20 સીરિઝ માટે ટીમ ઈન્ડીયાનું એલાન થયું છે. રોહિત શર્માને ટી 20નો કેપ્ટન બનાવાયો છે.

  • અફઘાનિસ્તાન ટી-20 સીરિઝ માટે ટીમ ઈન્ડીયાનું એલાન
  • રોહિત શર્માને કેપ્ટન બનાવાયો
  • વિરાટ કોહલીની પણ ટી 20 ફોર્મેટમાં વાપસી 

અફઘાનિસ્તાન સામેની ત્રણ ટી-20 મેચોની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. રોહિત શર્માને આ સિરીઝ માટે કેપ્ટનશિપ આપવામાં આવી છે. જ્યારે વિરાટ કોહલીએ પણ ટી-20 ફોર્મેટમાં વાપસી કરી છે. 

રોહિત અને કોહલી 14 મહિના બાદ રમશે ટી 20 
ઉલ્લેખનીય છે કે રોહિત અને કોહલી 14 મહિના બાદ ટી 20 રમશે. કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ બીસીસીઆઈને જાણ કરી હતી કે તે બન્ને ખેલાડીઓ ટી 20માં રમવા તૈયાર છે. 

મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહને આરામ
અફઘાનિસ્તાન સામેની ટી-20 શ્રેણી માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહને આરામ અપાયો છે. સિરાજ અને બુમરાહે કેપ ટાઉન ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામેની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બંને ફાસ્ટ બોલર હવે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમશે. ભારતીય ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે, આ બંને બોલરો ઈંગ્લેન્ડની શ્રેણી માટે સંપૂર્ણપણે ફ્રેશ રહે.

11 જાન્યુઆરીએ મોહાલીમાં પહેલી ટી 20 
ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન વચ્ચે સિરીઝની પહેલી મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં યોજાશે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે બીજી ટી-20 મેચ 14 જાન્યુઆરીએ ઇન્દોરમાં રમાશે. ત્યારે બેંગાલુરુનું એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ટી-20 શ્રેણીની આખરી મેચની યજમાની કરશે.

ભારત અફઘાનિસ્તાન સીરીઝનો કાર્યક્રમ

પ્રથમ ટી-20 : 11 જાન્યુઆરી (મોહાલી) 
બીજી ટી-20 – 14 જાન્યુઆરી (ઇન્દોર) 
ત્રીજી ટી-20 - 17 જાન્યુઆરી – બેંગલુરુ

અફઘાનિસ્તાન શ્રેણી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જિતેશ શર્મા (વિકેટ કીપર), સંજુ સેમસન (વિકેટ કીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્સર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, મુકેશ કુમાર.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ