ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Roasting roti on direct gas is harmful to health

સ્વાસ્થ્ય / રોટલીને ડાયરેક્ટ ગેસ પર શેકવાનું બંધ કરો, નહીંતર... કારણ જાણી તમે પણ ચોંકી જશો

Published By: Sanjay Vibhakar

Last Updated: 02:32 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ખાનગી અહેવાલ મુજબ રોટલીને ડાયરેક્ટ ગેસ પર શેકવાથી શ્વાસને લગતી બીમારીઓ વધી જાય છે. હ્રદય રોગનું જોખમ પણ વધી શકે છે.

ADVERTISEMENT

પહેલાના સમયમાં લોકો ચૂલા પર રોટલી બનાવતા હતા અને હાલના સમયમાં રોટલી ગેસ પર બનાવવામાં આવે છે. લોકો ફુલેલી રોટલી બનાવવા માટે રોટલીને ડાયરેક્ટ ગેસ પર શેકે છે. રોટલીને ડાયરેક્ટ ગેસ પર શેકવી સ્વાસ્થ્ય માટે સારું માનવામાં નથી આવતું. કારણકે ઊંચા તાપમાન પર ખાધ્ય વસ્તુઓ બળી જાય છે. ખાધ્ય વસ્તુઓ ડાયરેક્ટ ગેસના સંપર્કમાં આવતા તે ઝેરી તત્વોનું નિર્માણ કરે છે. આ ઝેરી તત્વો કેન્સર જેવી બીમારીનું કારણ બની શકે છે. 

રોટલીને ડાયરેક્ટ ગેસ પર શેકવાથી શું નુકસાન થાય છે 

રોટલીમાં ઝેરી પદાર્થોનો સમાવેશ થાય છે 
રોટલીને ડાયરેક્ટ ગેસ પર શેકવાથી જમવાનું તો જલ્દીથી બની જાય છે અને સમયની પણ બચત થાય છે, પરતું આવું કરવાથી રોટલી હાનિકારક ગેસના સંપર્કમાં આવી જાય છે. એક અભ્યાસ મુજબ નેચરલ ગેસ સ્ટોવ કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સૂક્ષ્મ કણો જેવા વાયુ પ્રદૂષકોનું ઉત્પાદન કરે છે. જેના કારણે સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. 

ક્રોનિક બીમારીનું જોખમ 
એક ખાનગી અહેવાલ મુજબ રોટલીને ડાયરેક્ટ ગેસ પર શેકવાથી શ્વાસને લગતી બીમારીઓ વધી જાય છે. હ્રદય રોગનું જોખમ પણ વધી શકે છે. 

વાંચવા જેવું: સવાર-સવારમાં ખાલી પેટ દોડવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક? જાણો શું કહે છે નિષ્ણાંત

કેન્સરનું જોખમ 
જો રોટલીને ડાયરેક્ટ ગેસ પર શેકવામાં આવે તો તેનાથી કેન્સર જેવી ગંભીર બીમારીનું જોખમ વધી જાય છે. કારણકે તેનાથી ખાધ્ય પદાર્થમાં કાર્સિનોજેનિક સંયોજનોનું નિર્માણ થાય છે. જે સમય જતાં કેન્સરના વિકાસનું કારણ બને છે. 

તવા પર રોટલી શેકવી જોઈએ 
ગેસ પર ડાયરેક્ટ રોટલી શેકવા કરતાં તમારે રોટલીને તવા પર શેકવી જોઈએ. તવા પર રોટલી શેકવી એ એક સારો વિકલ્પ છે. આ સાથે રોટલી સરખી રીતે પાકે છે અને તે બળતી પણ નથી.  

સંકળાયેલા મુદ્દાઓ

chapatis health tips આરોગ્ય ટિપ્સ કેન્સર ગેસ રોટલી Health

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ