બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Running on an empty stomach has these benefits

હેલ્થ ટિપ્સ / સવાર-સવારમાં ખાલી પેટ દોડવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક? જાણો શું કહે છે નિષ્ણાંત

Published By: Sanjay Vibhakar

Last Updated: 03:29 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હ્રદય રોગનું જોખમ ઓછું કરવા માટે તમારે દરરોજ નિયમિત રીતે 10 થી 15 મિનિટ સુધી દોડવું જોઈએ. દોડવાના કારણે હ્રદય સક્રિય બને છે અને આ સાથે રક્ત પરિભ્રમણ પણ સુધરે છે.

લોકો ખરાબ જીવનશૈલીને સુધારવા અને સ્વાસ્થ્યને સારું રાખવા માટે અનેક પ્રયત્ન કરે છે. કેટલાક લોકો દોડવા જવાનું પસંદ કરે છે. દોડવાના કારણે શરીરનું રક્ત પરિભ્રમણ સારી રીતે કામ કરે છે. જેના કારણે બીમારીથી રક્ષણ મળે છે. દોડવાથી વજન તો ઓછું થાય જ છે. આ સાથે રોગપ્રતિકારક શક્તિ અને સ્નાયુઓ પણ મજબૂત થાય છે. ઘણા લોકો સવારે ખાલી પેટ દોડવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો હળવો નાસ્તો કર્યા બાદ દોડવાનું પસંદ કરે છે. 

ખાલી પેટ દોડવાથી આ ફાયદાઓ થાય છે 

સ્થૂળતા દૂર થાય છે 
જે લોકોના શરીરમાં સ્થૂળતા વધી ગઈ હોય તેણે સવારે ખાલી પેટ દોડવા જવું જોઈએ. તમારું વજન ઓછું થઈ જશે. 

હ્રદય સ્વસ્થ રહે છે 
હ્રદય રોગનું જોખમ ઓછું કરવા માટે તમારે દરરોજ નિયમિત રીતે 10 થી 15 મિનિટ સુધી દોડવું જોઈએ. દોડવાના કારણે હ્રદય સક્રિય બને છે અને આ સાથે રક્ત પરિભ્રમણ પણ સુધરે છે. 

પાચન 
જે લોકોને પેટને લગતી સમસ્યાઓ હોય તેણે સવારે ખાલી પેટ દોડવું જોઈએ. તેનાથી તમારું પાચન તંત્ર મજબૂત બનશે. 

તમને સારી ઊંઘ આવશે 
જે લોકો સવારે દોડે છે, તેમને રાત્રે સારી ઊંઘ આવે છે. જે લોકોને રાત્રે મોડે સુધી ઊંઘ નથી આવતી, તેમણે સવારે દોડવા જવું જોઈએ. 

વાંચવા જેવું: જીમમાં દબાવીને પ્રોટીન શેક પીનારા સાવધાન! નહીં તો હાર્ટને પહોંચશે નુકસાન, રિસર્ચમાં ઘટસ્ફોટ

સવારે ખાલી પેટ દોડવાથી થતું નુકસાન 

થાક લાગી શકે છે 
કેટલાક લોકો સવારે ખાલી પેટ દોડે છે તો તેને થાક લાગી જાય છે. જે લોકો સવારે ખાલી પેટ દોડે છે, તેનું શરીર ફેટને એનર્જીમાં ફેરવે છે. જે લાંબા સમય સુધી શક્ય નથી. જેના કારણે તમને થાક લાગવા લાગે છે. 

ઇજા થઈ શકે છે 
જ્યારે શરીરમાં એનર્જી ઓછી હોય છે ત્યારે થાક લાગે છે અને થાક લાગવાને કારણે ઇજા થવાની સંભાવનાઓ વધી જાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Health Benefits Running health tips આરોગ્ય ટિપ્સ ખાલી પેટ દોડવું Health Tips

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ