બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / according to new study eating too much protein a day may clog your arteries

સ્વાસ્થ્ય / જીમમાં દબાવીને પ્રોટીન શેક પીનારા સાવધાન! નહીં તો હાર્ટને પહોંચશે નુકસાન, રિસર્ચમાં ઘટસ્ફોટ

Manisha Jogi

Last Updated: 01:20 PM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરીર માટે પ્રોટીન ખૂબ જ જરૂરી પોષકતત્ત્વ છે, જેથી માંસપેશીઓનું નિર્માણ થાય છે. વધુ પ્રોટીનયુક્ત ડાયટનું સેવન કરવાથી શરીરને ખૂબ જ નુકસાન થઈ શકે છે.

શરીર માટે પ્રોટીન ખૂબ જ જરૂરી પોષકતત્ત્વ છે, જેથી માંસપેશીઓનું નિર્માણ થાય છે. પ્રોટીનથી હાડકાં અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે, તથા હાર્ટ અને બ્રેઈન પણ હેલ્ધી રહે છે. વધુ પ્રોટીનયુક્ત ડાયટનું સેવન કરવાથી શરીરને ખૂબ જ નુકસાન થઈ શકે છે.

વધુ પ્રોટીન આરોગ્ય માટે હાનિકારક 
પ્રોટીનનું વધુ સેવન કરવાથી હૃદય અને ધમનીઓને નુકસાન થઈ શકે છે. યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકોએ બાયોલોજિકલ મિકેનિઝમની શોધ કરી છે, જે શરીરમાં એસ્થેકુલેરોરોસિસનું જોખમ વધે છે. જેના કારણે ધમનીઓ સાંકળી થવા લાગે છે. રિસર્ચર્સ અનુસાર વધુ પ્રોટીનનું સેવન કરવાથી શરીરમાં એમિનો એસિડનું પ્રમાણ વધવા લાગે છે, જેના કારણે હ્રદયરોગ થવાની સંભાવના રહે છે. 

કેટલું પ્રોટીન લેવું જોઈએ?
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર, મહિલાઓએ દરરોજ સરેરાશ 2,000 કેલરી અને પુરુષોએ દરરોજ સરેરાશ 2,500 કેલરી લેવી જોઈએ. મહિલાઓ 440 કેલરીથી વધુ પ્રોટીન અને પુરુષો 550 કેલરીથી વધુ પ્રોટીનનો ઉપભોગ કરે તો ધમનીઓને નુકસાન થવાનું જોખમ રહે છે.

પ્રોટીનનું વધુ સેવન કરવાથી કઈ બિમારી થઈ શકે છે?

  • કિડનીની બિમારી થવાનું જોખમ
  • યુરિક એસિડનું પ્રમાણ પણ વધે છે
  • હૃદયરોગોનું જોખમ
  • પાચન સંબંધિત સમસ્યા થવાનું જોખમ
  • વજન ઝડપથી વધવા લાગે છે

પ્રોટીનનો ઓવરડોઝ ના થાય તે માટે શું કરવું?
રિસર્ચર્સ અનુસાર સંતુલિત આહારનું સેવન કરવું જોઈએ. દહીં, બ્રોકોલી, ટુના માછલી, ઓટ્સ, મગફળી, દૂધ, ચીઝ, કાજુ, ઈંડા, બદામ, ચિકન અને દાળમાં પ્રોટીન વધુ હોય છે. ડાયટમાં આ વસ્તુઓ શામેલ કરવાથી વધુ પ્રોટીનનું સેવન કરવાની જરૂર રહેતી નથી. 

વધુ વાંચો: ગુણોની ખાણ છે આ પાણી, રોજ સવારે પીવાથી શરીરને મળે છે અનેક સમસ્યાઓથી રાહત

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ