ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health amazing health benefits of drinking turmeric water daily morning

આરોગ્ય ટિપ્સ / ગુણોની ખાણ છે આ પાણી, રોજ સવારે પીવાથી શરીરને મળે છે અનેક સમસ્યાઓથી રાહત

Published By: Vikram Mehta

Last Updated: 11:05 AM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોજનમાં જે પણ મસાલા નાખવામાં આવે તે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે હેલ્થ માટે પણ ફાયદાકારક છે. આ પાણીનું સેવન કરવાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. શરીરને ઈન્ફેક્શન, વાયરસ અને બેક્ટેરિયાથી બચાવવામાં મદદ કરે છે.

ADVERTISEMENT

ભોજનમાં જે પણ મસાલા નાખવામાં આવે તે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે હેલ્થ માટે પણ ફાયદાકારક છે. હળદરને ઔષધીય ગુણોનો ખજાનો માનવામાં આવે છે. હળદરમાં રહેલ પોષકતત્ત્વથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે. હળદરને ડાયટમાં અલગ અલગ રીતે શામેલ કરવામાં આવે છે. ઘણા લોકો હળદરને ભોજનમાં નાખવાની સાથે સાથે હળદરના પાણીનું સેવન કરે છે. હળદરના પાણીથી શરીરને શું લાભ થાય છે, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

ઈમ્યુનિટીમાં વધારો
હળદરમાં એન્ટી બેક્ટેરિયરલ ગુણ રહેલા છે. નિયમિતરૂપે હળદરના પાણીનું સેવન કરવાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. શરીરને ઈન્ફેક્શન, વાયરસ અને બેક્ટેરિયાથી બચાવવામાં મદદ કરે છે, જેથી બિમારીઓ થવાનું જોખમ ઓછું રહે છે. 

પાચનતંત્રમાં સુધારો
હળદરના પાણીનું સેવન કરવાથી બાઈલ પ્રોડક્શનમાં વધારો થાય છે, જેથી ફેટ સરળતાથી પચે છે અને પાચન પ્રક્રિયામાં સુધારો થાય છે. ગેસ્ટ્રોઈંટેસ્ટાઈન પ્રોબ્લેમ દૂર થાય છે અને ગેસથી રાહત મળે છે. 

ડાયાબિટીસ
હળદરના પાણીનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને ઈન્સ્યુલિન સેન્સિટિવિટીમાં સુધારો થાય છે, જેથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. હળદરમાં રહેલા એન્ટી-ઈન્ફ્લામેટરી ગુણથી ડાયાબિટીસની સમસ્યાથી રાહત મળે છે. 

બોડી ડિટોક્સિફાય
હળદરના પાણીનું સેવન કરવાથી લીવર સારી રીતે કામ કરી શકે છે અને શરીરમાંથી વિષાક્ત પદાર્થ બહાર નીકળી જતા શરીર ડિટોક્સિફાય છે. લોહી શુદ્ધ થાય છે અને ડિટોક્સિફિકેશનની પ્રોસેસમાં વૃદ્ધિ થાય છે. 

હાર્ટ હેલ્થમાં સુધારો
હળદરમાં રહેલ કરક્યૂમિનથી કોલસ્ટ્રોલ ઓછો થાય છે, બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. જેથી હ્રદયરોગ થવાનું જોખમ ઓછું રહે છે અને હાર્ટ હેલ્થ સારી રહે છે. 

નેચરલ પેઈન કિલર
હળદરનું પાણી નેચરલ એનાલ્જેસિક તરીકે કાર્ય કરે છે. જેથી કોઈપણ પ્રકારના દવાના ઉપયોગ વગર માથાનો દુખાવો, માસિકનો દુખાવો, માંસપેશીઓના દુખાવા સહિત અન્ય દુખાવાથી રાહત મળે છે. 

સ્કિન હેલ્ધી રહે છે
નિયમિતરૂપે હળદરના પાણીનું સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે ત્વચા વધુ યુવાન બને છે. ખીલ, દાગ-ધબ્બા અને ત્વચાની અન્ય સમસ્યાથી રાહત મળે છે. 

વધુ વાંચો: જો તમે પણ છો ડાયાબિટીસના પેશન્ટ, તો સાવધાન! ભૂલથી પણ ન ખાતા આ ડ્રાયફ્રૂટ્સ

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

drinking turmeric water morning health news in Gujarati turmeric water turmeric water benefits હળદર પાણી હળદર પાણી બેનેફિટસ હળદરના પાણીના ફાયદા હળદરનું પાણી Health Benefits

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ