બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health news list of nuts to eat in high sugar and which dry fruit is not good for diabetes

હેલ્થ / જો તમે પણ છો ડાયાબિટીસના પેશન્ટ, તો સાવધાન! ભૂલથી પણ ન ખાતા આ ડ્રાયફ્રૂટ્સ

Arohi

Last Updated: 10:24 AM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dry Fruits In Diabetes: ડાયાબિટીસના દર્દીને ખૂબ જ સમજી વિચારીને ખાવું પડે છે. ખાવા-પીવામાં થોડી પણ બેદરકારી શરીરમાં બ્લડ શુગર લેવલને વધારી શકે છે. જાણો ડાયાબિટીસના દર્દીને કયા ડ્રાયફ્રૂટ્સ ન ખાવા જોઈએ?

શારીરિક વ્યાયામ ઓછો હોવા અને ખરાબ ભોજનના કારણે ડાયાબિટીસના દર્દી ઝડપથી વધી રહ્યા છે. એક અનુમાન અનુસાર ભારતમાં 2045 સુધી 13.5 કરોડ લોકો ડાયાબેટિક હોઈ શકે છે. ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સૌથી વધારે ઝડપથી વધી રહી છે. તેનું મોટુ કારણ લાઈફસ્ટાઈલ અને ઓછી ફિઝિકલ એક્ટિવિટી બની રહે છે. ડાયાબિટીસમાં ઈંસુલિન ઓછુ બને છે જેનાથી આંખ, કિડની અને હાર્ટ પર ખરાબ અસર પડે છે. 

એવામાં ડાયાબિટીસના દર્દીને બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે ડાયેટનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જો વધારે શુગર વાળી વસ્તુઓ ખાવામાં આવે તો તરત બ્લડ શુગર હાઈ થઈ જાય છે. મોટાભાગે ડાયાબિટીસના દર્દી ડ્રાયફ્રૂટ્સને લઈને કંફ્યૂઝ રહે છે કે શું ખાવું અને શું નહીં. જાણો શુગરમાં કયા ડ્રાય ફ્રૂટ્સ ન ખાવા જોઈએ? 

શુગરમાં ન ખાવા જોઈએ આ ડ્રાય ફ્રૂટ્સ 
સુકી દ્રાક્ષ 

શુગરના દર્દીને સુકી દ્રાક્ષ ન ખાવી જોઈએ. તે ગળી હોય છે જેના કારણે બ્લડ શુગર ઝડપથી વધી શકે છે. એવામાં સુકી દ્રાક્ષનું સેવન ડાયાબિટીસમાં હાનિકારક માનવામાં આવે છે. 

અંજીર 
અંજીર ભલે ફાઈબરથી ભરપૂર સુકો મેવો છે પરંતુ આ ખૂબ જ ગળ્યું હોય છે જેનાથી બ્લડ શુગર વધી શકે છે. એક કપ અંજીરમાં લગભગ 29 ગ્રામ ખાંડ હોય છે જે ડાયાબિટીસના દર્દીનું બ્લડ શુગર હાઈ કરી શકે છે. 

ખજૂર 
ડાયાબિટીસમાં ખજૂર ન ખાવી જોઈએ. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર બ્લડ શુગર કંટ્રોલમાં હોય અને જો તમે ખૂબ ફિઝિકલ એક્ટિવિટી કરતા હોવ તો ક્યારેક મિઠાસ માટે થોડી ખજૂર ખાઈ શકો છો. 

શુગરમાં કયા ડ્રાય ફ્રૂટ ખાવા જોઈએ? 
અખરોટ 

ડાયાબિટીસના દર્દીને ડાયેટમાં અખરોટ જરૂર ખાવા જોઈએ. અખરોટમાં વિટામિન ઈ હોય છે કેલેરી ખૂબ ઓછી હોય છે. અખરોટ ખાવાથી ટાઈપ 2 ડાયાબિટીસના ખતરાને ઓછુ કરી શકાય છે. ત્યાં જ કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. 

બદામ 
હેલ્થ એક્સપર્ટ્સ ડાયાબિટીસમાં બદામ ખાવાની સલાહ આપે છે. ડાયાબિટીસના રોગીઓ માટે બદામ સૌથી સારૂ ડ્રાયફ્રૂટ છે. બદામ ખાવાથી શરીર ઈંસુલિન પેદા કરવા માટે ટ્રિગર થાય છે અને બ્લડ લેવલ ઓછુ થાય છે.

પિસ્તા 
શુગરના દર્દી માટે પિસ્તા પણ ફાયદાકારક હોય છે. પિસ્તામાં ફાઈબર, વિટામિન સી, ઝિંક, કોપર, પોટેશિયમ, આયરન, પ્રોટીન, કેલ્શિયમ મળી આવે છે. જેનાથી શરીર હેલ્ધી રહે છે અને બ્લડ શુગર પણ કંટ્રોલ રહે છે. 

વધુ વાંચો: તીખુ લાલ મરચુ સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ લાભકારક, અનેક બીમારીઓથી બચાવે છે, જાણો 5 મોટા ફાયદા વિશે

કાજુ 
ડાયાબિટીસમાં કાજુ પણ મર્યાદીત પ્રમાણમાં ખાઈ શકો છો. એક રિપોર્ટ અનુસાર કાજૂ ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. કાજુ હાઈ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે અને હાર્ટની બીમારીના ખતરાને પણ ઓછુ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ