બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health benefits of chilies this spicy spice can boost metabolism immunity loss weight

સ્વાસ્થ્ય / તીખુ લાલ મરચુ સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ લાભકારક, અનેક બીમારીઓથી બચાવે છે, જાણો 5 મોટા ફાયદા વિશે

Arohi

Last Updated: 08:23 AM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits Of Chillies: મરચુ ભોજનનો સ્વાદ તો વધારે જ છે. સાથે જ તેની તીખાશમાં ઘણા પોષક તત્વો પણ રહેલા છે. જે અનેક બીમારીઓથી બચાવવાનું કામ કરે છે.

દરેક કિચનમાં મરચુ એક જરૂરી ઈંગ્રેડિએન્ટ છે. સ્વાદમાં તીખાસ લાવવા માટે લોકો મરચાનો ઉપયોગ કરે છે. પરંતુ જે લોકો સ્પાઈસી વસ્તુઓને અનહેલ્ધી માને છે તેમને જણાવી દઈએ કે મરચામાં ઘણા એવા ગુણ હોય છે જેના કારણે તેને સુપરફૂડની કેટેગરીમાં મુકવામાં આવ્યું છે. આ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જાણો તેના 5 મોટો ફાયદા વિશે. 

મરચુ ખાવાના ફાયદા 
ઈમ્યૂનિટી કરે છે બૂસ્ટ 

એક સંશોધન અનુસાર મરચામાં ઓરેંજની તુલનામાં ખૂબ વધારે વિટામિન સી મળી આવે છે. જે તમારી ઈમ્યૂનિટીને વધારવા અને કોઈ પ્રકારના સંક્રમણથી બચાવવામાં મદદ કરી શકે છે. આ રીતે જો તમે બીમાર થવાથી બચવા માંગો છો તો વિટામિન-સી માટે ડાયેટમાં મરચાને જરૂર શામેલ કરો. 

હાર્ટને રાખે છે હેલ્ધી 
ઘણા લોકો માને છે કે મરચથી હાર્ટ બર્ન જેવી સમસ્યાઓ થાય છે અને હાર્ટમાં મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ ધારણા ખોટી છે. હકીકતે જ્યારે તમે મરચુ ખાઓ છો તો આ શરીરમાં હાજર મોટાભાગના સોજાને ઓછો કરી શકે છે જેનાથી હાર્ટ ડિઝીઝનો ખતરો ઓછો થઈ શકે છે. 

મેટાબોલિઝમ કરે છે બૂસ્ટર 
આ તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરવાનું કામ ખૂબ જ સરળતાથી કરે છે. જેથી તમે વારંવાર ભૂખ લાગવાની મુશ્કેલીથી બચી રહો છો અને તમને લાંબા સમય સુધી ફૂડ ક્રેવિંગ નથી થતી. આ રીતે તમે મરચાની મદદથી વજન ઓછુ કરી શકો છો. 

દુખાવામાં રાહત 
મરચામાં કેપ્સાઈસિન તત્વ હોય છે જેના કારણે આ સેન્સીટીવિટીને તરત દૂર કરે છે. આ નર્વને પ્રભાવિત કરે છે અને દુખાવાનો અનુભવ નથી થવા દેતુ. એક અભ્યાસમાં મળી આવ્યું છે કે જ્યારે છાતીમાં દુખાવા વાળા લોકોને દરરોજ 2.5 ગ્રામ લાલ મરચુ આપવામાં આવે તો 5 અઠવાડિયા બાદ શરૂઆતમાં દુખાવો વધ્યો પરંતુ સમયની સાથે સુધાર જોવા મળ્યો. 

હકીકતે મરચામાં હાજર કેપ્સાઈસિન કમ્પાઉન્ડ પોતાના દુઃખ નિવારણ ગુણો માટે જાણીતો છે અને આ દુખાવાને ઓછો કરી સોજાને ઓછો કરવાનું કામ કરે છે જેનાથઈ મસલ્સમાં દુખાવો અને સોજામાં આરામ મળે છે. 

વધુ વાંચો: રોજ સવારે ઉઠીને આ પાણી પીવાના છે અનેક ફાયદા, દૂર થશે શ્વાસ સંબંધિત મુશ્કેલીથી લઇને અનેક સમસ્યા

એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર
મરચામાં કેપ્સેન્થિન મળી આવે છે જે એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ શરીરમાં કોઈ પણ પ્રકારના સોજાને ઓછો કરી શકે છે અને કેન્સરથી પણ પ્રોટેક્ટ કરવામાં મદદ કરી શકે છે. તેના ઉપરાંત અમુક મરચામાં ન્યૂરોમસ હેલ્થને સારી કરવામાં મદદ કરે છે. આટલું જ નહીં તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ આઈ સાઈટને પણ ઈંપ્રૂવ કરવાનું કામ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ