બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Roads in Ahmedabad are getting narrow instead of widening

હાલાકી / અમદાવાદમાં AMCની ઉલટી ગંગા વહી, રસ્તાઓ પહોળા કરવાના બદલે સાંકડા થઇ રહ્યાં છે, વાહનચાલકો હેરાન

Priyakant

Last Updated: 10:32 AM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMC Latest News: અમદાવાદના શાહીબાગ અન્ડર બ્રીજ થી ડફનાળા સુધીનો જે સૌથી પહોળો રસ્તો હતો તેને હવે સાંકડો રસ્તો બનાવી દેવામાં આવ્યો

AMC News : અમદાવાદમાં દિવસે દિવસે વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ તરફ વાહનોની સંખ્યાને ધ્યાનમાં લઈને રોડ ની ડીઝાઈન બનાવવામાં આવે છે ત્યારે અમદાવાદના અનેક રસ્તાઓ હવે વાહનોની સંખ્યાને આધારે નહીં પરંતુ નવા લૂક સાથે સાંકડા બનાવવામાં આવી રહ્યા છે. અમદાવાદના શાહીબાગ અન્ડર બ્રીજ થી ડફનાળા સુધીનો જે સૌથી પહોળો રસ્તો હતો તેને હવે સાંકડો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. 

અમદાવાદના શાહીબાગ અંડર બ્રિજથી ડફનાળા ચાર રસ્તા તરફ જઈ રહેલો આ રસ્તો કે જે પહેલા ખૂબ રસ્તો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો ભૂતકાળમાં ભાગ્ય જ જોવા મળતા હતા. જોકે હવેત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આ રસ્તાને મોડીફાઇડ કરવામાં આવી રહ્યો છે. પહેલા આ રોડ 34.03 ફૂટનો હતો જે હવે 24.09 ફૂટનો રોડ બનશે. આ સાથે જૂની ફૂટપાથ 4.2 ફૂટની હતી તો નવી બનાવી 9.5 ફૂટની એટલે કે કુલ ફૂટપાથ 13.7 ફૂટની તૈયાર કરાઈ છે. 

આ તરફ જે ફૂટપાથ હયાત હતી તે નથી ડબલ ફૂટપાથ અત્યારે તૈયાર કરવામાં આવી છે. જેના કારણે રસ્તો ખૂબ જ સાંકડો થઈ ગયો છે. જે બાબતે સ્થાનિકોએ પણ અને એક વખત મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રમાં લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. જેને લઈ હવે હાલ કામ બંધ કરી દીધું હોવાનું વિગતો AMC તરફ થી પ્રાપ્ત થઈ રહી છે. મહત્વનું છે કે, રસ્તો સાંકડો હોવાને કારણે મોટા વાહનોને યુ ટર્ન લેવામાં તકલીફ પડી રહી છે.

વધુ વાંચો: મુખ્યમંત્રીની ટકોર છતાં કેમ ખોદાય છે નવા રોડ? સવા કરોડના ખર્ચે બનાવેલા રોડનું સાત જ દિવસમાં પોસ્ટમૉર્ટમ

અમદાવાદ RTOના ડેટા પ્રમાણે વર્ષ 2000-2001 દરમિયાન 55,76,040 વાહનો રસ્તા પર દોડતા હતા ત્યારે આજે 24 વર્ષ બાદ અમદાવાદ ના રોડ પર 2 કરોડ, 25 લાખ 20 હજાર 277 નોન ટ્રાન્સપોર્ટ વાહનો અમદાવાદ RTO માં નોંધાયા છે. આમ જે રીતે અમદાવાદમાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે રોડ રસ્તાઓ પહોળા થવાને બદલે સાંકડા થઈ રહ્યા હોવાના દર્શ્યો અમદાવાદ શહેરમાં સામે આવી રહ્યા છે. અમદાવાદમાં વાહનોની સંખ્યા અને ટ્રાફિકને ધ્યાનમાં લઈને અમદાવાદ પોલીસ દ્વારા અનેક આયોજન કરવામાં આવે છે. ટ્રાફિક હળવો થાય એ માટે થોડો દિવસ પહેલા જ ટ્રાફિક DCP સફિક હસનને બેંગલોરમાં અભ્યાસ માટે મોકલ્યા હતા પણ હવે ક્યારે અમદાવાદમાં ટ્રાફિક ની સમસ્યાનો અંત આવશે તે જોવું રહ્યું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ