બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / Controversy after the corporation dug up the road built 7 days ago, ignoring the instructions of the CM

અણધડ વહીવટ / મુખ્યમંત્રીની ટકોર છતાં કેમ ખોદાય છે નવા રોડ? સવા કરોડના ખર્ચે બનાવેલા રોડનું સાત જ દિવસમાં પોસ્ટમૉર્ટમ

Priyakant

Last Updated: 09:35 AM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Latest News: વડોદરામાં વિકાસના પથમાંથી `પથ' ગાયબ, નવા રોડનું 7 દિવસમાં પોસ્ટમોર્ટમ!, રોડ બની ગયા પછી વરસાદી ગટર માટે ખોદકામ, ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરની મિલીભગત આક્ષેપ

Vadodara News : વડોદરા મહાનગરપાલિકાનો વધુ એક અણધડ વહીવટ સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, અહીં મુખ્યમંત્રીની સૂચનાને અવગણી કોર્પોરેશને 7 દિવસ અગાઉ બનેલા રોડને ખોદી નાખતાં વિવાદ થયો છે. થોડા દિવસ પહેલા જ કરોડોના ખર્ચે બનેલા રોડને ખોદવાની ઘટના બાદ ફરી શહેરના ડીલક્ષ ચાર રસ્તાથી નવાયાર્ડ જવા માટે 1 કરોડ અને 25 લાખના ખર્ચે બનેલા રોડને માત્ર 7 દિવસમાં જ ખોદી નાખવામાં આવ્યો છે.

વડોદરા મહાનગરપાલિકા માટે પ્રજાના પૈસાનો ધૂમાડો કરવો કોઈ મોટી વાત નથી.  શહેરના ડીલક્ષ ચાર રસ્તાથી નવાયાર્ડ જવા માટે 1 કરોડ અને 25 લાખના ખર્ચે બનેલા રોડને માત્ર 7 દિવસમાં જ ખોદી નાખવામાં આવ્યો છે. એટલું જ નહીં અહીં ભાજપ કોંગ્રેસ બંનેની મિલિભગત જોવા મળી હોવાની સ્થિતિ બની છે. કારણ કે અહીં આવેલી સનદીપ હોસ્પિટલના સંચાલકની રજૂઆત આધારે કોંગ્રેસના કોર્પોરેટર જહાં ભરવાડે કોર્પોરેશનમાં રજૂઆત કરી અને કોન્ટ્રાક્ટરે કોર્પોરેટર અને અધિકારીની સૂચનાથી વરસાદી ગટર નાખવા રોડ ખોદી નાખ્યો જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે.

વધુ વાંચો: અક્ષય કુમારથી લઇને બિલ ગેટ્સ... અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં દિગ્ગજોએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ PHOTOS

મહત્વનું છે કે, ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહી ચૂક્યા છે કે, રોડ બનાવ્યા પહેલા ખોદકામના જે કોઈપણ કામ હોય તે પૂરા કરી લેવા, પછી રોડ ન ખોદવો. પરંતુ વડોદરાના સત્તાધિશો કોઈપણ નેતાની સૂચનામાં માનતા નથી. જ્યારે અમે વાત કરી તો સાંભળો કોર્પોરેટર અને સિટી એન્જિનિયર કહે છે ખોદકામની મંજૂરી જ નહોતી આપી, તેથી હવે તપાસ કરીશું. તો કોર્પોરેટર હજૂ કામગીરી પુરી ન થયાનું રટણ રટી રહ્યા છે. એટલે કે માનીતાઓને ફાયદો કરાવવા માટે વડોદરામાં પ્રજાના ટેક્સના રૂપિયાનો બેફામ રીતે ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે જોવાનું એ રહેશે કે, આવી રીતે થતાં ખોદકામ પર ક્યારે અંકુશ આવે છે અને ક્યારે વિકાસના પથ ખોદવાનું બંધ થાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ