બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / શરીરને ઠંડું રાખવા ઉનાળામાં આ લોટની રોટલી ખાવી ફાયદાકારક, વજન ઘટાડાવામાં પણ કરશે મદદ

લાઈફસ્ટાઈલ / શરીરને ઠંડું રાખવા ઉનાળામાં આ લોટની રોટલી ખાવી ફાયદાકારક, વજન ઘટાડાવામાં પણ કરશે મદદ

Last Updated: 02:08 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં તમે ઘંઉ સિવાય જુવાર રોટલીનું સેવન કરી શકો છો. તેનાથી શરીર ઠંડુ રહે છે કેમ કે તેની તાસીર ઠંડી હોય છે. જુવારથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.

ઉનાળામાં ખોરાકમાં ફેરફાર કરવો જોઈએ. ગરમીના કારણે લોકો પાણીવાળી વસ્તુઓનું સેવન વધુ કરે છે. પરંતુ ઘંઉની રોટલીનો ખોરાક ચાલુ જ રાખે છે. ઉનાળામાં તમારે ઘંઉની રોટલીની આદત બદલવી જોઈએ. ઘંઉ ભારે ખોરાકમાં આવે છે, ગરમીમાં ભારે ખોરાક લેવાનું ટાળવું જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને વજન પણ મેન્ટેન રહે છે. એક્સપર્ટની સલાહ મુજબ જણાવીશું કે ઉનાળામાં કઈ રોટલી ખાવી હેલ્થ માટે ફાયદાકારક સાબિત થાય છે.

roti-1

જુવારની રોટલી ખાવી જોઈએ

એક્સપર્ટ્સ ડાયટિશિયનનું કહેવું છે કે, ઉનાળાની ગરમીમાં ઘઉં સિવાય પણ બીજી રોટલી ખાવી જોઈએ. ઉનાળામાં જુવારની રોટલી ખાવી જોઈએ. વજન ઘટાડવું હોય કે નહીં, પરંતુ ઉનાળામાં જુવારની રોટલી ફાયદાકારક સાબિત થાય છે. તેમાં ફાયબરનું પ્રમાણ વધુ હોય છે તે જલ્દી પચી પણ જાય છે. આ સિવાય જુવારની તાસીર ઠંડી હોય છે. એક્સપર્ટ્સ તો એમ પણ કહે છે દિવસ દરમિયાન અલગ અલગ અનાજ ખાવું જોઈએ.

4-5 રોટલી જ ખાવી

જો તમે વજન ઘટાડવા માંગો છો તો તમે દિવસભર કેટલી રોટલી ખાવ છો તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. તમારે લિમિટેડ રોટલી જ ખાવી જોઈએ. એક્સપર્ટ્સ ડાયટિશિયનનું કહેવું છે તમારે દિવસ દરમિયાન 4-5 રોટલી ખાવી જોઈએ. આ સાથે ઘઉં સિવાય આખા અનાજનું સેવન કરવું જોઈએ. દાળને ડાયટમાં સામેલ કરવી. કારણકે તેમાં પુરતા પોષકતત્વો હોય છે.

vegetables-and-fruits

શાકભાજી-ફળો વધુ ખાઓ

ઉનાળામાં આપણે સ્વાસ્થ્ય માટે શાકભાજી અને ફળો પર વધારે ફોકસ કરવું જોઈએ. કારણકે તેમાંથી શરીરને પુરતા પોષક તત્વો મળે છે, ફાયબર પણ મળી રહે છે. ફાયબરથી પેટનું સ્વાસ્થ્ય સારું રહે છે અને મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. ઉનાળામાં તરબૂચ જેવા ફળ રોજ ખાવા જોઈએ.

વધુ વાંચો: શું તમને પણ સવાર-સવારમાં બ્રશ વિના જ પાણી પીવાની છે આદત? તો પહેલા આટલું જાણી લેજો

ઉલ્લેખનીય છે કે, ભારતમાં ઉનાળાની ગરમીમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ જ રહે છે. જેથી ડિહાઈડ્રેશનનો ખતરો રહે છે. તેનાથી બચવા તમારે વધુ પાણી પીવું જોઈએ. જો તમે નારિયેળનું પાણી પીવો છો તો તેનો બમણો ફાયદો થાય છે. ફળોથી પણ શરીરમાં પાણીનું પ્રમાણ ઘટતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ