બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / કારમાં ગેસ ભરાવતી વખતે નીચે ઉતરી જવું કેમ જરૂરી? જાણો કારણ, નહીં તો થઈ શકે બ્લાસ્ટ

જાણવા જેવું / કારમાં ગેસ ભરાવતી વખતે નીચે ઉતરી જવું કેમ જરૂરી? જાણો કારણ, નહીં તો થઈ શકે બ્લાસ્ટ

Last Updated: 12:33 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કારમાં CNG ભરાવતી વખતે કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે નહીં તો બ્લાસ્ટ જેવો ભયંકર અકસ્માત થઈ શકે છે.

પેટ્રોલ ડિઝલનો ભાવ વધુ હોવાથી હવે CNG ગેસની કારોનું પ્રમાણ વધ્યું છે. તમે CNG પંપ પર એક વાત નોંધી હશે કે, જ્યારે વાહન CNG ભરાવવા આવે ત્યારે તેમાં સવાર લોકોને નીચે ઉતરી જવાનું કહેવામાં આવે છે. વાહનમાંથી પેસેન્જર ખાલી કરીને ગેસ કેમ ભરવામાં આવે છે તે વિશે જાણીએ.

કારમાં બેસીને ગેસ ભરાવવો ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી બ્લાસ્ટ થવાનું જોખમ વધે છે. જેથી જીવ પણ ગુમાવવો પડી શકે છે. સુરક્ષા માટે પેટ્રોલ પંપ પર ચેતવણી પણ લખવામાં આવી હોય છે કે ગેસ ભરાવતા પહેલા પેસેન્જરને નીચે ઉતારી દો.

gas-station-2

કેમ પેસેન્જર નીચે ઉતારવા જરૂરી?

રીફિલિંગ વખતે સીએનજી ગેસ હાઈ પ્રેશરમાં સ્ટોર થાય છે. જો આ દરમિયાન ગેસ લીક થાય તો બ્લાસ્ટ થવાની સંભાવના વધી જાય છે. જેથી પેસેન્જરને નીચે ઉતારી કાર ખાલી કરી દેવાનું કહેવામાં આવે છે. CNG જ્વલનશીલ હોય છે, લીક થવા પર આગ લાગે તો ઈજા થઈ છે, આ સ્થિતિમાં કારમાં પેસેન્જર ફસાઈ પણ શકે છે. જેથી વાહન ખાલી કરવાનું કહેવામાં આવે છે.

રીફિલિંગ વખતે પેસેન્જરને નીચે ઉતારી દેવાથી વાહનનું વજન પણ ઓછું થઈ જાય છે. જેના કારણે CNG ભરવાની પ્રોસેસ પણ ઝડપી બને છે. મોટા ભાગના લોકો CNG કિટ ફિટ કરાવે છે જેથી ગેસ રીફિલિંગ વખતે નોબ શોધવામાં મુશ્કેલી આવી શકે છે માટે પણ પેસેન્જર ઉતારવાની સલાહ અપાય છે.

no-smoking

CNG ભરાવતી વખતે રાખો આ સાવધાની

માત્ર ઓફિશિયલ CNG પંપ પર જ ગેસ ભરાવો. ગેસ રીફિલિંગ વખતે સ્મોકિંગ ન કરો, મોબાઈલનો ઉપયોગ ન કરો. નિયમિત રીતે CNG ટેંકનું ચેકિંગ કરાવો. જો ગેસની ગંધ આવે કે ગેસ લીક થાય તો કર્મચારીને જાણ કરો. આ નિયમ તમામ ગેસથી ચાલતા સાધનો પર લાગૂ પડે છે.

વધુ વાંચો: આ બટન દબાવાથી કાર તરત જ થઈ જશે બરફની જેમ ઠંડી, મોટા ભાગના લોકો નથી જાણતા તેનો ઉપયોગ

આ વાત પણ જાણી લો

અનેક પંપ પર રીફિલિંગ વખતે પેસેન્જરને નીચે ઉતારી દેવાનો નિયમ હોય છે. કેટલીક વીમા કંપનીઓ પણ રીફિલિંગ વખતે પેસેન્જર નીચે ઉતારવાની શરત રાખતી હોય છે. CNG પંપ પર વેલ ટ્રેઈન્ડ કર્મચારીઓ પ્રોટોકોલનું પાલન કરતા હોય છે. સાવધાની રાખવાથી વિસ્ફોટના ખતરાથી બચી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ