ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અકસ્માતમાં જીવ બચાવનાર હવે 'રાહવીર' તરીકે ઓળખાશે, રાજ્ય સરકાર આપશે બમ્પર ઇનામ

મહેસાણા / અકસ્માતમાં જીવ બચાવનાર હવે 'રાહવીર' તરીકે ઓળખાશે, રાજ્ય સરકાર આપશે બમ્પર ઇનામ

Last Updated: 02:35 PM, 12 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડનારને સરકાર દ્વારા ઈનામની જાહેરાત કરવામાં આવશે. જે બાબતે જિલ્લા સ્તરે 5 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે.

ADVERTISEMENT

માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. અકસ્માત સમયે ઇજાગ્રસ્તને તાત્કાલિક મદદ કરનાર વ્યક્તિને "રાહવીર" જાહેર કરવામાં આવશે અને તેને સરકાર તરફથી રૂ. 25,000 નું ઇનામ અને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરવામાં આપવામાં આવશે.

સરકારએ માર્ગ અકસ્માતના પહેલા એક કલાકને "ગોલ્ડન અવર" માનવામાં આવે છે, જેમાં જરૂરિયાતમંદને તાત્કાલિક સારવાર મળે તો જીવ બચી શકે છે. આ યોજના અંતર્ગત જિલ્લા સ્તરે ખાસ પાંચ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે, જેમાં એસ.પી., કલેક્ટર, CDHO, CDMO અને RTOને સામેલ કરવામાં આવ્યા છે. આ સમિતિ રાહવીર પસંદગી અને ઇનામ પ્રક્રિયા અંગે નિર્ણય લેશે. આ પગલાથી લોકોમાં અજાણ્યા વ્યક્તિને પણ સમયસર સારવાર માટે આગળ વધવાની ભાવના વધશે અને દુર્ઘટનાના મોતના આંકમાં ઘટાડો થવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ બોઇંગ પ્લેનની પાયલટ સીટની એ તસવીર, જે આજેય અપાવે છે રૂપાણીની યાદ, ફરી Photos વાયરલ

અકસ્માતમાં જીવ બચાવનાર વ્યક્તિ હવે રાહવીર તરીકે ઓળખાશે

આ યોજના બાબતે મહેસાણા આરટીઓ અધિકારી સ્વપ્નલ પટેલે જણાવ્યું હતું કે, રાહવીર યોજનાએ સરકાર દ્વારા હમણા જ જાહેર કરવામાં આવી છે. અકસ્માતમાં જે પહેલો ગોલ્ડન અવર કહેવાય છે. જેમાં પહેલો કલાક અકસ્માત થયાના કલાકની અંદર જો આપણે તેમને સારવાર આપી શકીએ તેમજ હોસ્પિટલ ખસેડી શકીએ. તો મૃત્યુની સંભાવના 80 ટકા જેટલા ઓછી થઈ જાય છે. આ જે પહેલા કલાકમાં જે પીડીત છે તેને સારવાર માટે દાખલ થવામાં જે વ્યક્તિ મદદ કરે તેને આપણે રાહવીર કહીએ છીએ. અને એ રાહવીરને સરકાર દ્વારા પુરસ્કાર આપવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુજરાત માટે ભારે આગામી 72 કલાક, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં સર્જાશે ગળાડૂબની સ્થિતિ

રાહવીર યોજનાનો મુખ્ય હેતુ શું છે.

આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે હાલ જે માર્ગ અકસ્માત તેમજ હીટ એન્ડ રનના જે કેસ બને છે. એ કેસમાં તે લોકો સારવાર માટે આગળ આવતા નથી. આજુબાજુમાં જે લોકો હોય તે પણ સારવાર માટે આગળ આવતા નથી. તો આમાં એમને ચોક્કસ પ્રમાણે પ્રોત્સાહન મળશે. તેમજ સાથે લીગલ બ્રાઉન્ડ્રી પણ છે. કે ઘણા લોકોને એવો ડર હોય છે કે જો આપણે આવા વ્યક્તિઓને જો મદદ કરીશું. તો પાછળ પોલીસ કાર્યવાહીમાં ક્યાંકને ક્યાં પોલીસ કાર્યવાહીમાં સહયોગ આપવો પડશે. તો તેમાં તેઓ ઈચ્છે તો જ પોલીસ કાર્યવાહીમાં ભાગ લઈ શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pedestrian Mehsana Collector Road Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ