ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બોઇંગ પ્લેનની પાયલટ સીટની એ તસવીર, જે આજેય અપાવે છે રૂપાણીની યાદ, ફરી Photos વાયરલ

photo-story

6 ફોટો ગેલેરી

અમદાવાદ પ્લેન ક્રેશ / બોઇંગ પ્લેનની પાયલટ સીટની એ તસવીર, જે આજેય અપાવે છે રૂપાણીની યાદ, ફરી Photos વાયરલ

Last Updated: 12:14 PM, 12 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. તેમના નિધન બાદ બાદ હવે સ્વ.વિજય રૂપાણી બોઈંગ પ્લેનની પાયલટ સીટ પર બેઠેલા નજરે પડ્યાં હોય તેવી તસ્વીરો ફરી એકવાર વાયરલ થઇ રહી છે

1/6

photoStories-logo

1. અમદાવાદ પ્લેન ક્રેશને મહિનો પૂર્ણ, સ્વ. વિજય રૂપાણીની યાદો થઇ ફરી તાજી

અમદાવાદ પ્લેન ક્રેશને આજે એક મહિનો પૂર્ણ થયો છે. આ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. તેમના નિધન બાદ અનેક વાતો સામે આવી હતી. જેમાં ખાસ કરીને સ્વ. વિજય રૂપાણી બોઈંગ પ્લેનની પાયલટ સીટ પર બેઠેલા નજરે પડ્યાં હોય તેવી તસ્વીરો પણ વાયરલ થઇ હતી. અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ હવે રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા છે. એવું બહાર આવ્યું છે કે ટેકઓફ થયાની થોડીક સેકન્ડ પછી વિમાનના બંને એન્જિન અચાનક આપમેળે બંધ થઈ ગયા, જેના કારણે વિમાન ક્રેશ થવાનું હતું. અમદાવાદમાં 12 જૂને બપોરે લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેક ઓફ કર્યાની મિનિટોમાં જ ક્રેશ થઈ ગઈ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. Boeing 737માં બેઠા હતા રૂપાણી

અમદાવાદમાં બોઈંગ કંપનીનું ડ્રિમલાઈનર 787વિમાન તૂટી પડ્યું હતું, જે કંપનીનું વિમાન તૂટી પડ્યું અને તેજ કંપનીના Boeing 737 નંબરના એક વિમાનની વિજય રૂપાણીએ 2 મહિના પહેલા મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ વિમાન કોકપીટ સહિતના ભાગોની મુલાકાત પણ લીધી હતી. જેમાં તેમણે વિમાનની કામગીરીને સમજી હતી અને કેપ્ટન સાથે વિમાન અંગેની માહિતી પણ મેળવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. એવિએશન ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ સાથે વાતચીત

8 એપ્રિલનો એ દિવસ કે જ્યારે વિજય રૂપાણીએ અમદાવાદમાં આ વિમાનની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન તેમણે બોઈંગ 737 સહિતના કેટલાક વિમાનોના મૉડલ્સ નિહાળ્યા હતા. તેમણે આ મુલાકાત સાથે એવિએશન ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ સાથે વાત કરીને તેમને પ્રોત્સાહિત પણ કર્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કેપ્ટન પાસેથી આ બાબતો સમજ્યા હતા

તે સમયે વિજય રૂપાણી કેપ્ટન પાસે સમજ્યા હતા કે કોકપીટમાં અંદર શું હોય અને વિમાનમાં કેવા પ્રકારના કંટ્રોલ હોય છે. કેપ્ટને કહ્યું કે, તેઓ મારી એકદમ નજીક હતા અને તેમણે વિમાન વિશેની માહિતી જાણી હતી અને હાલ જ્યારે તેમની સાથે દુર્ઘટના બની તેની માહિતી મને મળી તેનાથી બહુ મોટો આંચકો મારા હૃદયને લાગ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. અનુભવ સો.મીડિયા પર શેયર કર્યો હતો

વિજય રૂપાણીએ પોતે આ ઈન્સ્ટિટ્યુટની મુલાકાત લીધા બાદ તે અંગેની માહિતી અને અનુભવ લોકોને જણાવ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, અમદાવાદ ખાતે આવેલ “ઈન્ડસ યુનિવર્સિટી”ના કેમ્પસની મુલાકાત દરમિયાન વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ ની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન Boeing 737, Cessna, Zenith અને Mig 21 જેવા એરક્રાફ્ટના મોડલ્સ અને રિયલ વિમાનો નિહાળ્યા

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી

તેમણે ઈન્સ્ટિટ્યુટમાં વિદ્યાર્થીઓ સાથે કરેલી વાતચીત અંગે પણ લખ્યું હતું 'આ દરમિયાન એવિએશન ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ સાથેની વાતચીત ઘણી ઉર્જામય બની રહી. ભારતનો વિદ્યાર્થી વૈશ્વિક કક્ષાએ પોતાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી'

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash plane Crash Vijay Rupani Pilot seat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ