બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / rishi panchami 2021 significance vrat and pujan vidhi

Rishi Panchami 2021 / ઋષિ પંચમીએ પિતૃઓના આર્શીવાદ મેળવવા માટે કરી લો આ ખાસ ઉપાય, મળશે સફળતા

Published By: Bhushita

Last Updated: 09:02 AM, 11 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઋષિ પંચમીએ અજાણતા કરાયેલી ભૂલ માટે ક્ષમા માંગવાની પરંપરા છે. આ દિવસે સપ્ત ઋષિઓ માટે વ્રત કરીને તેમના આર્શીવાદ લેવાની પરંપરા છે. તો જાણો ખાસ ઉપાયો.

  • આજે ઋષિ પંચમીએનો તહેવાર ઉજવાશે
  • અજાણતા કરાયેલી ભૂલ માટે ક્ષમા માંગવાની પરંપરા
  • કરી લો આ ખાસ ઉપાયો,મળશે સફળતા


ભાદરવા માસની શુક્લ પક્ષની પંચમીએ ઋષિ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આજે અજાણતા કરાયેલી ભૂલો માટે ક્ષમા માંગવાની પરંપરા છે. આજે સ્ત્રી પુરુષો ભૂલને માટે સપ્ત ઋષિને માટે વ્રત કરે છે અને તેમના આર્શીવાદ મેળવે છે. આ દિવસે પિતૃઓના નામથી દાન કરીને પણ તમારા રોકાયેલા કામને પૂરા કરવામાં સફળતા મળી શકે છે. તો જાણો વ્રતની ખાસ રીત.

આ રીતે કરો વ્રત
સૂર્યોદય પહેલા સ્નાન કરો અને સ્વચ્છ આછા પીળા કપડા પહેરો. ઘરના મંદિરને ગંગાજળથી શુદ્ધ કરી લો અને સુગંધની વ્યવસ્થા કરો. એક લાકડાના પાટિયા પર સપ્ત ઋષિનો ફોટો અને વિગ્રહ લગાવો હવે તેમની સામે જળ કળશ ભરીને રાખો. સપ્ત ઋષિને ધૂપ અને દીવો કરીને પીળા ફળ અને ફૂલ તથા મિઠાઈ અર્પણ કરો. હવે સપ્ત ઋષિની સામે પોતાની અજાણતા કરાયેલી ભૂલો માટે માફી માંગો અને અન્યની મદદ કરવાનો સંકલ્પ કરો. લોકોએ વ્રત કથા અને આરતી કરી લીધા બાદ પ્રસાદ વહેંચવો. વડીલોના આર્શીવાદ લેવા.

આ ઉપાયોથી દૂર થશે મુશ્કેલીઓ
ઋષિ પંચમીના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્વચ્છ કપડા પહેરો. 11 નાની લીલી એલચી લો અને તેને ભગવાન ગણપતિ સામે એક પ્લેટમાં રાખો. ભગવાનની સામે ગાયના ઘીનો દીવો કરો અને પીળું ફળ રાખો. હવે લાલ ચંદન કે રુદ્રાક્ષની માળાથી ઓમ વિદ્યા બુદ્ધિ પ્રદાયે નમઃનો 108 વાર જાપ કરો. ભગવાન ગણપતિ અને સપ્તર્ષિયોની પાસે ભૂલની માફી માંગો અને બુદ્ધિ તથા વિદ્યાના આર્શીવાદ માંગો. આમ કરવાથી તમામ મુશ્કેલીઓ જલ્દી દૂર થશે. 

પિતૃઓના આર્શીવાદથી વધશે ધન
આજના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરી લો, ઘરની રસોઈને સાફ કરીને શક્ય હોય તો ગાયના દૂધની ખીર બનાવો. ઘરના દક્ષિણ દિશઆમાં પિતૃઓનો ફોટો રાખો. અને ઘીનો દીવો કરો. 5 અલગ અલગ પાન પર થોડી ખીર રાખો અને એક એક એલચી રાખો. ઓમ શ્રી પિતૃદેવાય નમઃ મંત્રનો 27 વાર જાપ કરો અને 5 પાનને પીપળાના ઝાડની નીચે અર્પણ કરો. આ સિવાય પિતૃઓના નામથી જરૂરિયાત મંદ લોકોને ભોજન પણ કરાવો. 

સંકળાયેલા મુદ્દાઓ

Dharma Puja Rishi Panchami 2021 Upay Vrat ઉપાય ઋષિ પંચમી પરંપરા પિતૃઓ વ્રત સફળતા Rishi Panchami 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ