બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / RIP! Legendary CID Producer Pradeep Uppoor passes away

RIP / બોલીવુડમાં વધુ એક દુખદ ખબર ! જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનું સિંગાપુરમાં અવસાન, આમિર ખાનને લાવ્યાં હતા ફિલ્મમાં

Hiralal

Last Updated: 07:34 PM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડમાંથી વધુ એક દુખદ ખબર આવી છે જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર અને પોપ્યુલર ટીવી સીરિઝ CIDના પ્રોડ્યુસર પ્રદીપ ઉપ્પૂરનું સિંગાપોરમાં અવસાન થયું છે.

  • પોપ્યુલર ટીવી સીરિઝ CID પ્રોડ્યુસર પ્રદીપ ઉપ્પૂરનું અવસાન
  • સિંગાપોરમાં બીમારી બાદ લીધા અંતિમ શ્વાસ
  • અર્ધસત્ય, હિપ હિપ હૂર્, હોલી અને ચક્ર જેવી ફિલ્મો બનાવી 
  • આમિર ખાનને મોટા પરદે લાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી 

ગ્લેમર વર્લ્ડમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. અગાઉ અભિનેતા સતીશ કૌશિકનું નિધન થયું હતું. અને હવે લોકપ્રિય ટીવી સીરિઝ સીઆઇડીના નિર્માતા નિર્માતા પ્રદીપ ઉપ્પૂરનું પણ અવસાન થયું છે.  જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ કેન્સરથી પીડિત હતા અને તેમણે સિંગાપુરમાં અંતિમ શ્વાસ લીધા છે. સીઆઈડીના એસીપી પ્રદ્યુમ્ન ઉર્ફે શિવાજી સાટમે પોતાના સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે આ દુખદ સમાચાર શેર કર્યા છે, જે બાદ બધા તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

બનાવ્યો હતો ટીવીનો સૌથી લાંબો ધારાવાહિક પ્રોગ્રામ સીઆઈડી 
સોની ટીવી પર પ્રસારિત થતી સીઆઇડીએ ઘણાં વર્ષોથી દર્શકોનું મનોરંજન કર્યું છે. એસીપી પ્રદ્યુમન ઉર્ફે શિવાજી સાટમે આ સમાચાર શેર કરતા લખ્યું- સીઆઈડી પિલર અને નિર્માતા પ્રદીપ ઉપપુર... પ્રિય મિત્ર, પ્રામાણિક અને સ્પષ્ટવક્તા, હૃદયથી ખૂબ જ ઉદાર, હંમેશાં હસતાં હસતાં... તમારી વિદાય સાથે મારા જીવનનો એક લાંબો અદ્ભુત અધ્યાય સમાપ્ત થઈ ગયો છે.   

આમિર ખાનને મોટા પડદે બ્રેક આપવામાં તેમનો જ ફાળો હતો
પ્રદીપ ઉન્નૂર સુપરસ્ટાર એક્ટર આમિર ખાનને મોટા પડદે બ્રેક આપનાર પહેલા ફિલ્મ પ્રોડ્યુસર હતા. 

ટેલિવુડમાં શોકની લહેર
પ્રદીપના અવસાનના પગલે ટેલિવુડમાં (ટીવી ઈન્ડસ્ટ્રી)માં શોકની લહેર દોડી ગઈ છે. સૌ કોઈ તેમના નિધન પર શોકગ્રસ્ત છે. પ્રદીપના નિધન પર શિવાજી સાટમ ઉપરાંત સીઆઈડી એક્ટર નરેન્દ્ર ગુપ્તાએ પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું - આ ખૂબ જ આશ્ચર્યજનક સમાચાર છે. મારો તેની સાથે લાંબા સમયથી ઊંડો સંબંધ હતો. તે કેવા અદ્ભુત માણસ હતા. પ્રદીપભાઈ તમારા આત્માને શાંતિ આપે. મેં આજે મારા જીવનનો એક ભાગ ગુમાવ્યો છે. 

બે દિવસ પહેલા સતિશ કોશિકનું પણ થયું હતું અવસાન

ઉલ્લેખનીય છે આ બીજા ફિલ્મ પ્રોડ્યુસરનું અવસાન છે. હજુ બે દિવસ પહેલા જાણીતા બોલીવુડ એક્ટર અને ફિલ્મ નિર્માતા સતિશ કોશિકનું પણ અવસાન થયું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

Pradeep Uppoor Pradeep Uppoor Death Pradeep Uppoor news Pradeep Uppoor Death
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ