ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / AR-15 રાઇફલથી ચાલી સિંગર રિહાનાના ઘરની બહાર ગોળીઓ, મહિલા શૂટર પર હત્યા કરવાનો આરોપ

હોલિવુડ / AR-15 રાઇફલથી ચાલી સિંગર રિહાનાના ઘરની બહાર ગોળીઓ, મહિલા શૂટર પર હત્યા કરવાનો આરોપ

Published By: Bijal Vyas

Last Updated: 10:56 AM, 10 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિંગર રિહાના કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સ સ્થિત ઘરની બહાર ફાયરિંગની ખબરથી તેના લાખો ચાહકો ચોંકી ગયા છે. ગઈકાલે આ ઘટનાને અંજામ આપનાર 35 વર્ષીય મહિલા શૂટરની પોલીસે ધરપકડ કરી છે

ADVERTISEMENT

સિંગર રિહાના કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સ સ્થિત ઘરની બહાર ફાયરિંગની ખબરથી તેના લાખો ચાહકો ચોંકી ગયા છે. ગઈકાલે આ ઘટનાને અંજામ આપનાર 35 વર્ષીય મહિલા શૂટરની પોલીસે ધરપકડ કરી છે અને હત્યાના પ્રયાસનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટનામાં સિંગર કે તેના પરિવારને કોઈ ઈજા થઈ હોવાના અહેવાલ નથી. ગોળીબાર કરનાર મહિલાની ઓળખ ઇવાના લિસેટ ઓર્ટીઝ તરીકે થઈ છે, જે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને તેને આશરે 850 મિલિયન રૂપિયાના જામીન પર મુક્ત કરવામાં આવી છે.

લોસ એન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, રવિવાર 8 માર્ચના રોજ બપોરે લગભગ 1:21 વાગ્યે સિંગરના ઘર નજીક ગોળીબાર થયો હતો. પાંચથી સાત ગોળીબાર ઘરના ગેટ પર કરવામાં આવ્યા હતા, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. પોલીસના જણાવ્યા અનુસાર, ઓર્ટીઝે વાહનમાં લગાવેલી AR-15 રાઇફલથી અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનો આરોપ છે.

Rihana-2

ઘટના સમય પર ઘરમાં હતી રિહાના

ખબરો મુજબ, જે સમયે ઓર્ટીઝે AR-15 જેવી રાઇફલથી રીહાન્નાના ઘરમાં બહાર ગોળીબાર કર્યુ, તે સમયે રિહાના ઘરમાં જ હતી. ગોળીબારના અહેવાલો મળ્યા બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ઓર્ટીઝની સફેદ ટેસ્લા કાર શેરમન ઓક્સ ગેલેરિયા શોપિંગ સેન્ટર નજીક લગભગ આઠ માઇલ દૂર જોવા મળી હતી, જ્યાં તેને કસ્ટડીમાં લીધી.

આ પણ વાંચોઃ 'મારા આ ટોટકાથી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતી' અમિતાભ બચ્ચને જશ ખાટી લીધો!

ઘટનાની પાછળનું કારણ

પોલીસ હજુ સુધી આ ઘટના પાછળનો સાચો હેતુ નક્કી કરી શકી નથી, અને કોઈ ઓફિશિયલ જાણકારી જાહેર કરવામાં આવી નથી. રીહાના અને તેના પરિવારની વાત કરીએ તો, તેઓ ગયા વર્ષે તેના પાર્ટનર રોકી સાથે તેના ત્રીજા બાળકનું સ્વાગત કર્યું હતું. તેઓ પહેલાથી જ બે પુત્રો, રયોટ અને આરઝેડએના માતાપિતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rihanna Home Gunfire woman shooter Rihanna

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ