બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / ગુજરાત / રાજકોટ / Ribda group amid ticket dispute in Gondal Sahdevsinh Jadeja removed from post of shatriya Samaj president

નવાજૂનીના એંધાણ / ગોંડલમાં ટિકિટ વિખવાદ વચ્ચે રીબડા જૂથને મોટો ઝટકો, સહદેવસિંહ જાડેજાને ક્ષત્રિય સમાજના પ્રમુખ પદેથી હટાવાયા, જાણો વિગત

Kishor

Last Updated: 11:38 PM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના ગોંડલમાં ભાજપની ટિકિટ મુદ્દે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે.સહદેવસિંહ જાડેજાને ક્ષત્રિય સમાજના પ્રમુખ પદેથી નિષ્ક્રિય કરવા માટે કારોબારીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

  • ગોંડલમાં ગરમાયું રાજકારણ
  • સહદેવસિંહ જાડેજા ક્ષત્રિય સમાજના પ્રમુખ પદેથી હટાવ્યા
  • રીબડા જૂથ માગી રહ્યું છે ટિકિટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત અંગે ઘડીઑ ગણાઈ રહી છે. ત્યારે રાજકોટના ગોંડલમાં ભાજપની ટિકિટ મુદ્દે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. સહદેવસિંહ જાડેજાને ક્ષત્રિય સમાજના પ્રમુખ પદેથી દૂર કરવામાં આવ્યા છે અને હરિહરસિંહ વાઘેલાને સમાજના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સહદેવસિંહ જાડેજા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા જૂથના છે અને તેમને  હટાવતા ફરી એક વખત ગોંડલમાં ટિકિટની ઘમાસાણ વચ્ચે પદને લઈ વધુ વિવાદ સર્જાયો છે.



સહદેવસિંહ, જયંતિ ઢોલ માટે માગી છે ટિકિટ
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ગોંડલમાં ભાજપની ટિકિટ મુદ્દે માહોલ ગરમાતો જાય છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપની ટિકિટ મુદ્દે બે જૂથ આમને સામને આવી ગયા છે. એક જૂથ વર્તમાન ધારાસભ્યના પતિ જયરાજસિંહ જાડેજાનો છે. જ્યારે જયરાજસિંહ સામે રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા જૂથ ટિકિટની માંગણી કરી રહ્યા છે. બન્ને જૂથ ટિકિટની દાવેદારી માટે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. અગાઉ કડવા અને લેઉવા પાટિદારે અલગ અલગ સમેલન દ્વારા શક્તિ પ્રદર્શન કર્યું હતું. પટેલ સમાજ સાથે ક્ષત્રિય સમાજનું પણ શક્તિ પ્રદર્શન યોજાયું હતુ. બન્ને જૂથ પોતાના નેતાને ટિકિટ મળે તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. 

ગોંડલમાં ગરમાયું રાજકારણ
ગોંડલમાં ભાજપની ટિકિટ મુદ્દે વિખવાદ ચાલી રહ્યો છે. ત્યારે રીબડા જૂથ સહદેવસિંહ અને જયંતિ ઢોલ માટે ટિકિટ માગી રહ્યું છે. જ્યારે ગોંડલના વર્તમાન ધારાસભ્યનું જૂથ ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા છે. હવે સહદેવસિંહ જાડેજાને પ્રમુખ પદેથી હટાવતા ફરી રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે ટિકિટ વિખવાદમાં ગોંડલમાં નવા જૂની થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. 

ક્ષત્રિય સમાજની કારોબારી બેઠક યોજાઇ હતી. જે કારોબારી બેઠકમાં નવા પ્રમુખની વરણી બાદ સહદેવસિંહે કોર્ટમાં જવાની ધમકી આપી છે. સહદેવસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ જૂથના હોવાથી કાર્યવાહી થઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે. નવા પ્રમુખની વરણી બાદ ભાજપ નેતા સહદેવસિંહ જાડેજાએ નવા પ્રમુખની વરણીને સ્વિકારવાનો ઈનકાર કર્યો હતો અને કહ્યુ હતુ કે, જરૂર પડ્યે હું કોર્ટના દરવાજા ખખડાવીશ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ