બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Revealed in IT raid on builder group PSY in Gandhinagar

ખુલાસો / એક હજાર કરોડના બેનામી વ્યવહાર, કરોડોના દાગીના અને રોકડા: PSY ગ્રુપ પર ITની રેડ બાદ ખુલાસો

Vishal Khamar

Last Updated: 11:59 AM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરના બિલ્ડર ગ્રુપ પર બે દિવસ અગાઉ ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગનાં સર્ચ ઓપરેશનમા અનેક બિન હિસાબી વ્યવહારોનાં ખુલાસા થઈ રહ્યા છે. હજુ પણ કર ચોરીનો આંકડો વધવાની શક્યતા છે.

  • ગાંધીનગરમાં બિલ્ડર ગ્રુપ PSY પર IT ના દરોડામાં ખુલાસો
  • આવકવેરા વિભાગે જપ્ત કરાયેલા લોકરમાંથી દાગીના અને રોકડ મળી
  • તપાસમાં હજુ સુધી 1 હજાર કરોડના બેનામી વ્યવહારો મળ્યા

ગાંધીનગરમાં આવેલા PSY બિલ્ડર ગ્રુપ પર ત્રાટકેલા ઇન્કમ ટેક્સ વિભાગને કરોડોના બેનામી વ્યવહાર મળી આવ્યા છે. આવકવેરા વિભાગે જપ્ત કરેલા 15 લોકરની તપાસ કરતા 2 કરોડની રોકડ મળી આવી છે. આ સાથે 5 કરોડના દાગીના પણ ઇન્કમ ટેક્સ વિભાગે જપ્ત કર્યા છે. સતત બિનહિસાબી વ્યવહારોના ખુલાસાને લઇ આવકવેરા વિભાગે બિલ્ડર ગ્રુપના ભાગીદારો પર પણ તપાસ શરૂ કરી છે. સમગ્ર તપાસમાં હજી સુધી 1 હજાર કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. આવકવેરા વિભાગની તપાસમાં આ આંકડો હજી પણ ઉપર જાય તેવી શક્યતા છે.

ઈન્કમટેક્ષ વિભાગના 100 થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગુરૂવારે ઇન્કમટેક્સના દરોડા પાડ્યા હતા. ગાંધીનગરમાં સેક્ટર-8 અને સેક્ટર-21 સહિત કુલ 27 સ્થળો પર અચાનક જ ઇન્કમટેક્સ દ્વારા તપાસ હાથ ઘરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ ઇન્કમટેક્સના 100થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. 

વધુ વાંચોઃ સ્કૂલવાનમાં સુરક્ષિત નથી ગુજરાતની દીકરીઓ: વડોદરામાં પણ સામે આવ્યો કેસ, અડપલાં કરતો હતો આધેડ

અગાઉ પણ આવકવેરા વિભાગ દ્વારા બિનહિસાબી વ્યવહારો મળ્યા હતા
ગાંધીનગરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટી નામનાં ધરાવનાર PSY ગ્રુપ પર ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં PSY ગ્રુપના નિલય દેસાઈ, બંકીમ જોષી અને વિક્રાંત પુરોહિતમ સહિતના ભાગીદારો પર ઈન્કટેક્ષની ટીમે દરોડા પાડ્યા હતા. ત્યારે ભૂતકાળમાં પણ વિનાયક ગ્રુપ પર ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી. તેમજ તે વખતે પણ કરોડોનાં બેનામી વ્યવહારો મળ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ