બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / અથાણાના બચેલા તેલનો આ રીતે કરો ફરી ઉપયોગ, ભોજનમાં ઉમેરાશે ટેસ્ટનો તડકો

લાઈફસ્ટાઈલ / અથાણાના બચેલા તેલનો આ રીતે કરો ફરી ઉપયોગ, ભોજનમાં ઉમેરાશે ટેસ્ટનો તડકો

Last Updated: 10:04 PM, 9 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અથાણા ને રસદાર બનાવવા માટે તેમાં ઘણાં બધા મસાલાઓ સાથે તેલ ઉમેરવામાં આવે છે. શું તમને ખબર છે કે જ્યારે અથાણું પૂરું થઈ જાય છે, ત્યારે જારમાં બચેલું તેલ ફરીથી કેવી રીતે વાપરી શકાય? ચાલો જાણીએ તેના વિષે માહિતી.

અથાણું ભારતીય ભોજનનો એક અગત્યનો ભાગ છે અને તેને બનાવવામાં કાચા સરસવ તેલનો ઉપયોગ થાય છે. આ તેલ માત્ર અથાણાં ને હળવો તીખો અને સ્વાદિષ્ટ બનાવે છે. સાથે જ તેને લાંબા સમય સુધી બગડતા પણ અટકાવે છે. અથાણું પૂરું થયા પછી મોટા ભાગે આ તેલ બાકી રહી જાય છે.

સામાન્ય રીતે, લોકો તેને કચરામાં ફેંકી દે છે અથવા તેમાં નવું અથાણું નાખી દે છે. પરંતુ, શું તમે જાણો છો કે બચેલા અથાણાંના તેલનો અન્ય ઘણા પ્રકારે ઉપયોગ કરી શકાય? ચાલો કેટલીક શ્રેષ્ઠ રીતો જાણીએ જેના દ્વારા તમે આ તેલને પુનઃઉપયોગ કરી શકો છો.

pickle

અથાણા ના બચેલા તેલનો કેવી રીતે ઉપયોગ કરવો?

  • મેરીનેટ માટે

અથાણાંના બચેલા તેલનો શ્રેષ્ઠ ઉપયોગ માંસ, મચ્છી અથવા શાકભાજીને મરીનેટ કરવા માટે થઈ શકે છે. આથી તમારું ભોજન માત્ર સ્વાદિષ્ટ નહીં બને, પણ તેલના મસાલાઓના મિશ્રણથી એક નવો અને અનોખો ટેસ્ટ પણ આવશે.

  • સલાડ ડ્રેસિંગ

જો તમે સલાડ ખાવાનું પસંદ કરો છો, તો અથાણાંના બચેલા તેલનો ઉપયોગ સલાડ ડ્રેસિંગ તરીકે કરી શકાય. તેલની તીખાશ અને મસાલાદાર સ્વાદને લીધે શાકભાજીવાળા સલાડ વધુ ટેસ્ટી બની જશે.

  • લોટ બાંધવા

લોટ બાંધવા વખતે મોટેભાગે વાસણ ગંદુ થાય છે અને લોટ તેને ચોંટેલો રહેતો હોય છે. આવી સ્થિતિમાં, અથાણાંના બચેલા તેલને લોટ બાંધવાના વાસણમાં લગાવીને તમે સરળતાથી લોટ બાંધવાનું કામ કરી શકો છો. આથી લોટ વધુ નરમ બનશે અને વાસણમાં ચોટશે નહીં.

  • ચોખા અને ચટણીમાં

જો તમને ચોખાઅથવા ચટણી પસંદ હોય, તો તેમાં આ બચેલા અથાણાંનું તેલ ઉમેરો. આ તેલનો સ્વાદ ચોખા અને ચટણીમાં વધુ મસાલેદાર અને તીખાશનો ઉમેરો કરશે.

વધુ વાંચો: બાળકોના શારીરિક-માનસિક વિકાસ માટે પીવડાવો પાંચ પ્રકારના ફ્રુટ અને વેજીટેબલ જ્યુસ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

recipe Pickle spices
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ