બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 77 કે 78? આ વર્ષે કયો ગણતંત્ર દિવસ ઉજવાશે, દૂર કરો કન્ફ્યુઝન

Republic Day 2026 / 77 કે 78? આ વર્ષે કયો ગણતંત્ર દિવસ ઉજવાશે, દૂર કરો કન્ફ્યુઝન

Last Updated: 02:51 PM, 20 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ગણતંત્ર દિવસ 2026ની તૈયારી ચાલી રહી છે પણ લોકો વચ્ચે એક મુંજવણ સામે આવી ગઈ છે. આ મુંજવણ છે કે આ વર્ષે 77મો ગણતંત્ર દવિસ 78મો

ભારતમાં ગણતંત્ર દિવસ 2026ની તૈયારી ચાલી રહી છે પણ લોકો વચ્ચે એક મુંજવણ સામે આવી ગઈ છે. આ મુંજવણ છે કે આ વર્ષે 77મો ગણતંત્ર દવિસ 78મો.ઘણા લોકો માને છે કે ગણતરી વધારે થવી જોઈએ પણ ગણતંત્ર દિવસના નંબરીંગના પાછળનું લોજિક કંઈક અલગ છે. આવો જાણીએ તેના વિશે.

ભારત ગણતંત્ર ક્યારે બન્યું?

ઓફિશીયલ રીતે ભારત 26 જાન્યુઆરી 1950ના રોજ ગણતંત્ર દિવસ થયો. આ દિવસે ભારતનું સંવિધાન લાગુ થયું હતું. આ ઐતિહાસિક ક્ષણે બ્રિટિશ યુગના ગર્વનર ઓફ ઈન્ડિયા એક્ટ 1935ની જગ્યા લીધી અને ભારતને એક સંપ્રભુ, લોકતાંત્રિક ગણરાજ્ય તરીકે સ્થાપિત કર્યું. સૌથી જરૂરી વાત એ છે કે 26મી જાન્યુઆરી 1950ના રોજ પહેલો ગણતંત્ર દિવસ મનાવવામાં આવ્યો હતો.

Republic Day Parade 2026 1

ગણતંત્ર દિવસની ગણતરી કેવી રીતે થાય છે

મુંજવણ એ જ કારણથી થાય છે કારણ કે લોકો ઘટનાઓને ગણવાની જગ્યાએ આખા વર્ષને ગણ છે. ગણતંત્ર દિવસની ગણતરી એક ઈવેન્ટ આધારિત સિસ્ટમનું પાલન કરે છે.એટલે કે દરેક ઉત્સવને 1950માં પહેલા ઉત્સવથી ગણવાનું શરૂ કરવામાં આવે છે. એક વાર જ્યારે આ રીત લાગુ કરવામાં આવે છે તો નંબરિંગ સીધા અને સતત થઈ જાય છે. 26 જાન્યુઆરી 1950ના રોજ પહેલો ગણતંત્ર દિવસ હતો, 26 જાન્યુઆરી 1951માં બીજો અને ગણતરી દર વર્ષે અટક્યા વગર કે રિસેટ કર્યા વગત સતત ચાલી રહી છે. આ લોજિક પ્રમાણે 26મી જાન્યુઆરી 2025 76મો ગણતંત્ર દિવસ હતો અને 26 જાન્યુઆરી 2026ના રોજ સ્વાભાવિક રીતે 77મો ગણતંત્ર દિવસ હશે.

લોકોને શું લાગે છે 78મો હોવો જોઈએ

ઘણા લોકો 1950 અને 2026 વચ્ચેનું અંતર કાઢે છે અને માને છે કે ગણતરી ગત વર્ષની ગણતરીથી મેળ ખાવી જોઈએ. આ રીત ખોટી છે કારણ કે પહેલો ગણતંત્ર દિવસ 1950માં જ થઈ ચુક્યો હતો. વર્ષ ગણતરી અને ઘટનાઓને ગણવી એક જેવું નથી હોતું.

પ્રજાસત્તાક દિવસની ગણતરી પર અંતિમ નિર્ણય

2026 માં ભારતમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં કોઈ ભૂલ કે ટેકનિકલ ભૂલ નથી. આ કાઉન્ટડાઉન સાચું છે કારણ કે પહેલો પ્રજાસત્તાક દિવસ 1950 માં ઉજવવામાં આવ્યો હતો અને ત્યારથી નંબરિંગ સ્પષ્ટ ઘટના-આધારિત ક્રમમાં ચાલી રહ્યું છે.

vtv app promotion

આ પણ વાંચોઃ શેરબજારમાં મંગળવારે 'અમંગળ', સેન્સેક્સમાં 600 અંકોનો કડાકો, તો નિફ્ટી પણ નુકસાનમાં

2026 માં પ્રજાસત્તાક દિવસ ક્યાં ઉજવવામાં આવશે?

દર વર્ષની જેમ 2026 માં પ્રજાસત્તાક દિવસ પરેડ નવી દિલ્હીમાં યોજાશે. પરેડમાં ભારતની લશ્કરી શક્તિ, સાંસ્કૃતિક વિવિધતા અને બંધારણીય મૂલ્યોનું પ્રદર્શન કરવામાં આવશે. તેમાં રાજ્ય અને મંત્રાલયના ટેબ્લો, સશસ્ત્ર દળોના માર્ચ ટુકડીઓ અને વિદ્યાર્થીઓ અને સાંસ્કૃતિક જૂથોની ભાગીદારી દર્શાવવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Constitution Republic Day count Republic Day 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ